ધરમપુરથી 15 કિલોમીટર દૂર આવેલું છે બીલપુડી ગામ. બીલપુડીમાં માવલી માતા ધોધ જેને જોડીયા ધોધ પણ કહેવામાં આવે છે તે ચોમાસાની ઋતુ દરમિયાન જોવા મળે છે. આ ધોધ માવલી માતાના મંદિર પાસે આવેલો છે તેથી તેને માવલી માતા ધોધ પણ કહેવામાં આવે છે. ધોધમાર વરસાદ હોય ત્યારે તો ધોધમાં પાણીનો પ્રવાહ ખૂબ વધી જાય છે અને તે વધુ રમણીય દેખાવા લાગે છે. આ ધોધમાંથી પડતું પાણી આગળ જતા નદીમાં ભેગું થાય છે.
બીલપુડી ગામમાં પ્રવેશ કરતાની સાથે જ આજુબાજુ રમણીય પ્રાકૃતિક સૌંદર્ય તમને જોવા મળશે. જ્યારે તમે માવલી માતા ધોધ તરફ જાઓ ત્યારે અમુક સ્થળ સુધી જ ગાડી લઈ જઈ શકાય છે. ત્યારબાદ ગાડી નીચે મૂકીને ચાલતા જ જવું પડે છે. રસ્તો ખૂબ વળાંક વાળો છે. મોટાભાગે આજુબાજુના વિસ્તારમાં આદિવાસી લોકો રહેવાસી છે.
Comments
Post a Comment