Skip to main content

Posts

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

 KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં  ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઉન્નતિ પટેલ  પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક,  બાળ કવિ સ્પર્ધામાં  નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક,  સંગીત ગાયન સ્પર્ધ

Valsad news: કિલ્લાપારડીથી નાનાપોંઢા ઈન્ટરસિટી બસ સેવાનો શુભારંભ, હવે દર દોઢ કલાકે એસટી બસ દોડશે

 Valsad news: કિલ્લાપારડીથી નાનાપોંઢા ઈન્ટરસિટી બસ સેવાનો શુભારંભ, હવે દર દોઢ કલાકે એસટી બસ દોડશે  કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીની રજૂઆતને પગલે નવી બસ સેવાનો પ્રારંભ કરાયો  સવારે ૫-૩૦ થી રાત્રે ૮-૩૦ સુધી આ રૂટ પર કુલ ૧૪ ટ્રીપ એસટી બસ મારશે લોકલ ભાડુ રૂ. ૨૩ જ રહેશે, નવી બસ સેવાથી વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને જરૂરીયાતમંદોને લાભ મળશે   

Khergam : વાવ પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયું.

 Khergam : વાવ પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયું. તારીખ 11-09-2024નાં દિને ખેરગામ તાલુકાની વાવ પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 યોજાયું હતું. જેમાં શામળા ફળિયા સી.આર.સી.માં સમાવિષ્ટ 11 સરકારી શાળાઓ અને 1 ખાનગી શાળાએ ભાગ લીધો હતો. વિભાગ ૧ આહાર, સ્વાસ્થ્ય અને સ્વચ્છતામાં 5 કૃતિ,વિભાગ ૨ પરિવહન અને સંચારમાં 1 કૃતિ, વિભાગ 3 પ્રાકૃતિક ખેતીમાં ૩ કૃતિ,વિભાગ ૪ મેથેમેટિકલ મોડેલિંગ અને કોમ્પ્યુટેશનલ થીંકીંગમાં ૫ કૃતિ અને વિભાગ ૫ (બ) સંસાધન વ્યવસ્થાપનમાં ૧ કૃતિ મળી કુલ ૧૫ કૃતિ પ્રદર્શિત થઈ હતી. જેમાં વિભાગ 1માં( ટ્રાફિક વાળી જગ્યાએ CO2નો નિકાલ) નાંધઈ પ્રાથમિક શાળા, વિભાગ 2માં (ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશન) શામળા ફળિયા પ્રાથમિક શાળા, વિભાગ 3માં ( નેચરલ ફાર્મિંગ) નારણપોર પ્રાથમિક શાળા, વિભાગ 4માં (ગુણોત્તર માપકયંત્ર) નારણપોર પ્રાથમિક શાળા અને વિભાગ 5માં (નાળિયેરની છાલમાંથી કોકપિટની બનાવટ) નવી ભૈરવી પ્રાથમિક શાળા પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. તમામ કૃતિઓઓનું નિરીક્ષણ કાર્ય જનતા માઘ્યમિક શાળાનાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો શ્રી પ્રિતેશભાઈ

Dang news : રાજ્ય કક્ષાના ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ થી સન્માનિત શિક્ષિકા શ્રીમતી બીજુબાલા પટેલનુ તેમની શાળામા ભવ્ય સ્વાગત કરાયુ :

  Dang news : રાજ્ય કક્ષાના ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ થી સન્માનિત શિક્ષિકા શ્રીમતી બીજુબાલા પટેલનુ તેમની શાળામા ભવ્ય સ્વાગત કરાયુ : (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૦: તાજેતરમા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનો ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ સન્માન સંમારોહ યોજાયો હતો. જેમા ડાંગ જિલ્લાના શિક્ષિકા શ્રીમતી બીજુબાલા પટેલને પણ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામા આવ્યા હતા.  ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારના બાળકોમા શિક્ષાનું સિચંન કરવાના ઉદેશ્યથી સરકારી માધ્યમિક શાળાના શિક્ષિકા તરીકે ફરજ બજાવનાર શ્રીમતી બીજુબાલા પટેલે, પોતાની ૧૫ વર્ષ ઉપરાંતની કારકિર્દીમા, ગુણોત્સવ જેવા કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓની ભાગીદારી વધારતા અનેક કાર્યક્રમોમાં બાળકોની અભિરુચિ વધારવાના સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે.  સાથે સાથે તેઓ ગણિત-વિજ્ઞાન મંડળના કન્વીનર હોવાને નાતે, વિજ્ઞાન પ્રયોગ શાળામા હાથ ધરાતા પ્રાયોગિક કાર્યો, સાંસ્કૃતિક કાર્યક્રમો, ઇકો કલબ અને પર્યાવરણીય કાર્યક્રમો, કોમ્પ્યુટર લેબ, વિજ્ઞાન મેળા સહિત સ્વચ્છ્તા, અને શૈક્ષણિક પ્રવાસ જેવા વૈવિધ્યસભર કાર્યક્રમોમા, ખૂબ ઉત્સાહ સાથે ભ

સાંસદ ધવલભાઈ પટેલના ઘરે સ્થાપિત ગણેશજીનું વિસર્જન: આદિવાસી થીમ પર યોજાઈ વિશાળ ગણેશ વિસર્જન યાત્રા

        સાંસદ ધવલભાઈ પટેલના ઘરે સ્થાપિત ગણેશજીનું વિસર્જન: આદિવાસી થીમ પર યોજાઈ વિશાળ ગણેશ વિસર્જન યાત્રા ------- આદિવાસી સંસ્કૃતિ અને વિવિધ યોજનાઓની થીમ સાથે કરાયું ગણેશ વિસર્જન ------- લોકસભા દંડક અને વલસાડના સાંસદ શ્રી ધવલભાઈ પટેલના સુરત નિવાસ સ્થાને આયોજિત પાંચમા ગણેશોત્સવની વિસર્જન યાત્રા સુરતમાં યોજાઈ હતી. આદિવાસી થીમ પર યોજાયેલી વિસર્જન યાત્રામાં ડાંગ, વાંસદા, અનાવલ, તાપી, સોનગઢ, વલસાડ, કપરાડા, ભરૂચ એમ દ.ગુજરાતના ખૂણે-ખૂણેથી આવેલા આદિવાસી સમાજના ૨૫,૦૦૦ થી વધુ લોકોએ હોંશે-હોંશે ભાગ લીધો હતો.  આદિવાસી સમાજના પરંપરાગત આદિવાસી વેશભૂષા સાથે ડાંગી નૃત્ય, ઘેરિયા, તુર, તારપો, ટીમલી જેવા નૃત્યો યાત્રામાં સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આગામી વર્ષથી શ્રી ધવલભાઈ પટેલ વલસાડમાં પોતાના કાયમી નિવાસ સ્થાનેથી ગણેશોત્સવનું આયોજન કરશે.  વિસર્જન યાત્રામાં ભીલ સમાજ, વસાવા, હળપતિ, ગામીત, ધોડિયા પટેલ, ચૌધરી, કુકણા સહિત દરેક આદિવાસી સમાજના લોકો જોડાયા હતા. રાજ્યના સૌથી મોટા આદિવાસી ડીજે રોકી સ્ટારને પણ આમંત્રણ અપાયું હતું. સુરતનું પ્રખ્યાત ગાર્ડન ગ્રુપ પણ જોડાયુ હતું.  લોકોએ આ અનોખી વિસર્જન યાત્રાને

વલસાડ જિલ્લાના શિક્ષકો-વિદ્યાર્થીઓનું સન્માન

  વલસાડ જિલ્લાના શિક્ષકો-વિદ્યાર્થીઓનું સન્માન

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ભીલાડ ખાતે સ્થિત ગવર્નમેન્ટ સાયન્સ કોલેજમાં સપ્તધારા અંતર્ગત સાપની ઓળખ અને સાપ ડંખ મારે ત્યારે શું કાળજી રાખવી વિષય પર સેમિનાર યોજાયો

  વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ભીલાડ ખાતે સ્થિત ગવર્નમેન્ટ સાયન્સ કોલેજમાં સપ્તધારા અંતર્ગત સાપની ઓળખ અને સાપ ડંખ મારે ત્યારે શું કાળજી રાખવી વિષય પર સેમિનાર યોજાયો હતો. જેમાં કર્તવ્ય એન.જી.ઓ.ના મુખ્ય સ્પીકર નિપુણ પંડ્યા અને એમની ટીમ દ્વારા મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી #kartavyango #seminar #saptdhara #snakebiteawareness

વલસાડમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલની અધ્યક્ષતામાં શિક્ષક દિન ઉજવાયો, જિલ્લા-તાલુકા કક્ષાના ૭ શિક્ષકોનું સન્માન કરાયું

 વલસાડમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલની અધ્યક્ષતામાં શિક્ષક દિન ઉજવાયો, જિલ્લા-તાલુકા કક્ષાના ૭ શિક્ષકોનું સન્માન કરાયું  ---- આજનો દિવસ માત્ર તારીખ નથી પરંતુ એક ભારત, શ્રેષ્ઠ ભારત, ઉજ્જવળ ભારતના ઘડતરનો પાયાનો દિવસઃ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ  ---- વિવિધ પરીક્ષાના ૧૫ તેજસ્વી વિદ્યાર્થી અને બોર્ડની પરીક્ષામાં ૧૦૦ ટકા પરિણામ મેળવનાર ૨૭ શાળાનું પણ સન્માન કરાયું વલસાડમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલની અધ્યક્ષતામાં શિક્ષક દિન ઉજવાયો, જિલ્લા-તાલુકા કક્ષાના ૭ શિક્ષકોનું... Posted by  INFO Valsad GOV  on  Thursday, September 5, 2024 વલસાડ જિલ્લામાં શિક્ષક દિનની ઉજવણી પ્રસંગે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક અશ્વિનભાઈ સી. ટંડેેલે વિદ્યાર્થીઓ અને સમાજને શું સંદેશ આપ્યો તે જાણીએ.. #HappyTeacherDayGuj #CmAtTeachersDayGuj Posted by INFO Valsad GOV on Thursday, September 5, 2024 ઘરે ઘરે શિક્ષણ, શાળા સમય પહેલા અને ત્યારબાદ રાત્રિ વાલી મીટિંગ દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલ સુધી દોરી જવામાં મહત્વની ભૂમિકા… રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે વલસાડ જિલ્લામાંથ