Daman news : દમણ ફાયર વિભાગ કર્મચારીઓ દ્વારા તા. ૨૪મી એપ્રિલ ૧૯૪૪ ના રોજ મુંબઈ ડોકિયાડની ઘટનામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
Daman news : દમણ ફાયર વિભાગ કર્મચારીઓ દ્વારા તા. ૨૪મી એપ્રિલ ૧૯૪૪ ના રોજ મુંબઈ ડોકિયાડની ઘટનામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
તા. ૨૪મી એપ્રિલ ૧૯૪૪ ના રોજ મુંબઈ ડોકિયાડમાં વિસ્ફોટ ભરેલા દારૂગોળા તથા અન્ય અતિ જવનશીલ માલસામાન ભરેલ એક એસ એસ ફોર્ટ ઇસ્ટાર્કિન બ્રિટિશ અલવાહક જહાજમાં ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી. આ આગબુજાવવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર બ્રિગેડના ૬૬ જવાનોએ સલામી કાજે પોતાના જાનની પરવા કર્યા વગર દેશની માલમિલકતનો રક્ષણ કરવા પોતાની જાનનું બલિદાન આપ્યું હતું સાથે જ ૩૦૦ થી વધારે અન્ય લોકો પણ આ ઘટનાનાનો ભોગ બન્યા હતા કુદરતી હોનારત અને માનવસર્જિત હોનારતા માં લોકોના જાનમાલનું રક્ષણ કરવા પોતાના જાન ન્યસાવાર કરી પ્રાણની આહુતિ આપી આ ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનાર નામી અનામી શહીદોની યાદમાં આજનો દિવસ એટલે ૧૪ એપ્રિલ અગ્નિશામક સેવા દિવસ તરીકે મનાવવામાં આવે છે જેની યાદમાં દમણ ફાયર વિભાગ કર્મચારીઓ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
(
Comments
Post a Comment