નવસારી તાલુકા પંચાયત દ્વારા પ્રાથમિક શાળાઓ માટે બે દિવસીય રમતોત્સવનું આયોજન "નવસારી તાલુકા પંચાયત દ્વારા પ્રાથમિક શાળાઓ માટે બે દિવસીય રમતોત્સવનું આયોજન કરાયું." નવસારી, 23 ડિસેમ્બર 2024 – નવસારી તાલુકા પંચાયત દ્વારા નવસારી તાલુકાની પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો માટે બે દિવસીય રમતોત્સવનું આયોજન 23 અને 24 ડિસેમ્બર, 2024ના રોજ કસ્બાપાર ક્રિકેટ મેદાનમાં કરવામાં આવ્યું છે. આ રમતોત્સવનું ઉદ્ઘાટન માનનીય નવસારી ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. ધોરણ 1 થી 5ના બાળકો માટે 100 મીટર દોડ, લીંબુ ચમચી, દેડકા દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે 100 મીટર દોડ, લાંબી કૂદ, ગોળાફેંક, ખો-ખો, કબડ્ડી અને ક્રિકેટ જેવી રમતો યોજાઈ છે. તદુપરાંત, શિક્ષકો માટે 100 મીટર દોડ, ગોળાફેંક, ચક્રફેક અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ જેવી રમતોનું આયોજન કરાયું છે. શાળા, કેન્દ્ર અને વિભાગ કક્ષાએ વિજેતા ખેલાડીઓ આગળની સ્પર્ધાઓમાં ભાગ લેશે. આ રમતોત્સવનો ઉદ્દેશ્ય બાળકોમાં શારીરિક તંદુરસ્તી અને સંસ્કારી સ્પર્ધાત્મક ભાવના વિકસાવવી છે. બાળકો...
સાફલ્ય ગાથા : રાજ્ય સરકારની એક નહીં પણ પાંચ પાંચ યોજનાનો લાભ લઈ આર્થિક સમૃધ્ધિ સાધતા ધરમપુરનાં આદિવાસી ખેડૂત
સાફલ્ય ગાથા : રાજ્ય સરકારની એક નહીં પણ પાંચ પાંચ યોજનાનો લાભ લઈ આર્થિક સમૃધ્ધિ સાધતા ધરમપુરનાં આદિવાસી ખેડૂત જંગલ અધિકાર કાયદો (એફઆરએ) -૨૦૦૬ હેઠળ દોઢ એકર જમીનનો માલિકી હક્ક મળતા ૨૦૦ કલમ અને હળદરની ખેતી શરૂ કરી પોતાના સાથે ગામના અન્ય ખેડૂતોનું પણ સામૂહિક કલ્યાણ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. પાંચ લાખના ખર્ચે કૂવો ખોદાવી આપવામાં આવ્યો સરકારી યોજનાથી જાગૃત ખેડૂત મણિલાલ તુંબડાએ પ્લગ નર્સરી, ટ્રેકટર, ડ્રિપ ઈરીગેશન અને મંડપ યોજનાનો પણ લાભ મેળવ્યો આલેખનઃ જિજ્ઞેશ સોલંકી માહિતી બ્યુરોઃ વલસાડ, ૫ ઓગસ્ટ સરકાર દ્વારા પ્રજાના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે અને પ્રજા જાગૃત હોય તો સરકારની આ કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ આર્થિક અને સામાજિક વિકાસ સરળતાથી સાધી શકે છે. જેનું ઉત્તમ દ્રષ્ટાંત વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા ધરમપુર તાલુકાના ખાંડા ગામના આદિવાસી ખેડૂતે પુરૂ પાડ્યુ છે. આ ખેડૂતે સરકારની માત્ર એક નહીં પરંતુ પાંચ પાંચ યોજનાનો લાભ લીધો છે. સાથે જ મહત્વની વાત એ છે કે કે, પોતાની સાથે પોતાના ગામના ખેડૂતોનું પણ કલ્યાણ થાય તે માટે તેઓને પણ સામૂહ...
Comments
Post a Comment