Devgadh bariya: દેવગઢ બારીયા ખાતે ખેલ મહાકુંભ કુસ્તી સ્પર્ધામાં વાપીની રોફેલ કોલેજના વિદ્યાર્થીઓ ઝળકી ઉઠ્યા
Devgadh bariya: દેવગઢ બારીયા ખાતે ખેલ મહાકુંભ કુસ્તી સ્પર્ધામાં વાપીની રોફેલ કોલેજના વિદ્યાર્થીઓ ઝળકી ઉઠ્યા
ખેલ મહાકુંભમાં ભાઈઓ અને બહેનો માટે કુસ્તીની સ્પર્ધાનું આયોજન દેવગઢ બારીયા ખાતે ૧૪થી ૨૦ મે સુધી આયોજન કરવામા આવ્યુ હતુ. જેમાં વાપીની રોફેલ બીબીએ-બીસીએ કોલેજના વિદ્યાર્થીઓએ જુદી જુદી કેટેગરીઓમાં ભાગ લીધો હતો. સ્પર્ધામા કશીશ દામા ૫૩ કિ.ગ્રા, નિધી પ્રજાપતિ ૫૦ કિ.ગ્રા. બ્રોન્ઝ મેડલ, ચાર્મી ભદ્રા ૭૬ કિ.ગ્રા. સિલ્વર મેડલ, સુરુચી સિંગ ૭૬ કિ.ગ્રા.બ્રોન્ઝ મેડલ અને દિશાંત સંકલા 125 કિ.ગ્રામ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ તમામ વિદ્યાર્થીઓને વલસાડ કુસ્તી એસોસિયેશન, રજજુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીના ઈનચાર્જ પ્રો. વોસ્ટ ડો.અરવિંદમ પોલ, ઇન્ચાર્જ રજીસ્ટ્રાર ડો.પ્રિયકાન્ત વેદ, શારીરિક શિક્ષણના ડો.દિલીપ ઘોલપ તથા રોફેલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓએ અભિનંદન પાઠવ્યા હતા.
Comments
Post a Comment