Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાનાર રિપીટર ઉમેદવારોની પરીક્ષા સંદર્ભે અઘિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનુ જાહેરનામુ :

  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાનાર રિપીટર ઉમેદવારોની પરીક્ષા સંદર્ભે અઘિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનુ જાહેરનામુ :

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૨૧: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા જુન/જુલાઈ-૨૦૨૪ માં લેવાનારી ધોરણ-૧૦ (એસ.એસ.સી.), ધોરણ-૧૨ (એચ.એસ.સી.) સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના રિપીટર ઉમેદવારોની પરીક્ષા તા.૨૪/૬/૨૦૨૪ થી તા.૬/૭/૨૦૨૪ દરમ્યાન યોજાનાર છે. જેથી વિદ્યાર્થીઓ આ પરીક્ષા નિર્ભયપણે અને મુક્ત વાતાવરણમાં આપી શકે તે માટે કાયદો અને વ્યવસ્થા સુપેરે જળવાય રહે તે હેતુસર ડાંગના અઘિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.બી.ચૌઘરી દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે એક જાહેરનામું પ્રસિધ્ધ કરવામા આવ્યુ છે. 

જે મુજબ તા.૨૪/૬/૨૦૨૪ થી તા.૬/૭/૨૦૨૪ દરમિયાન જિલ્લાના ૩ કેન્દ્રો ઉપર પરીક્ષા યોજાશે. જેમા (૧) સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-આહવા ખાતે ધોરણ-૧૦ (એસ.એસ.સી.) પરીક્ષા, (૨) દિપદર્શન માધ્યમિક શાળા-આહવા ખાતે ધોરણ-૧૨ (એચ.એસ.સી.) વિજ્ઞાન પ્રવાહની, તેમજ  (૩) એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કુલ, આહવા ખાતે સામાન્ય પ્રવાહની પરીક્ષા યોજાનાર છે.

ઉપરોક્ત પરીક્ષા કેન્દ્રોના ચારે તરફ ૧૦૦ મીટરનાં વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઇ રહે તેમજ પરીક્ષાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે, પરીક્ષા કેન્દ્રોની આસપાસ આવેલ તમામ ઝેરોક્ષ સેન્ટરો પરીક્ષા સમય દરમ્યાન સવારે ૯:૦૦ થી સાંજે ૧૯:૦૦ સુધી બંધ રાખવા જરુરી અને ઇષ્ટ જણાતું હોવાથી, ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ પગલાં લેવા શ્રી બી.બી.ચૌઘરી, (જી.એ.એસ.), અઘિક જીલ્લા મેજીસ્ટ્રેટ, ડાંગ-આહવા દ્વારા પ્રતિબંધ ફરમાવવામા આવેલ છે. 

-:પ્રતિબંઘિત કૃત્યો:-

(૧) ચાર કે તેથી વધુ શખ્સોએ ભેગા થવુ નહી. સભાઓ ભરવી કે બોલાવવી નહી તેમજ સરઘસ કાઢવુ નહી. તેમજ મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડ વાજા વિગેરે ઘ્વનિ વર્ઘક સાઘનોનો ઉપયોગ કરવો નહિ કે કોઇ પણ પ્રકારનાં સુત્રો પોકારવા નહી. 

(૨) જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવી અફવા ફેલાવવી નહી.

(૩) પરીક્ષા કેન્દ્રની આસપાસના તમામ ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા તેમજ કોપીરાઇટ કે ડુપ્લીકેટ પ્રશ્નપત્રો કે તેના જવાબોની કોપીઇંગ મશીન દ્વારા કોપી કરવી નહિ તથા પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન, સેલ્યુલર ફોન તથા અન્ય કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણો કે પુસ્તકો, કાપલી, પરીક્ષા સ્થળમાં લઈ જવુ નહી.

(૪) પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ ઉપરના સ્ટાફ કે અઘિકૃત વ્યક્તિ સિવાય કોઇએ અનઅઘિકૃત પ્રવેશ કરવો નહિ.

(૫) પરીક્ષા ખંડમાં શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને અન્ય કોઇ વ્યક્તિ અથવા પરીક્ષાર્થી જાતે પરીક્ષામાં ચોરી કરીને/ કરાવીને/કરવામાં મદદ કરીને અથવા ચોરી ગણાય તેવા કોઇ સાહિત્યની આપ લે કરીને/કરાવીને ત્રાસ, ખલેલ કે ભય પહોંચે તેવું કૃત્ય કરવુ નહિ.

ઉપર જણાવેલ પ્રતિબંધો આવશ્યક સેવા તથા પરીક્ષાલક્ષી ફરજની કામગીરીમાં રોકાયેલા હશે તેમને તેમજ પ્રતિબંધિત વિસ્તારમાંથી સ્મશાન યાત્રામાં જતા ઇસમોને લાગુ પડશે નહી. 

આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાંના ભંગ બદલ ફરિયાદ માંડવા ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અઘિકારીશ્રી/કર્મચારીશ્રીને અઘિકૃત કરવામાં આવેલ છે. 

આ હુકમ તા. ૨૪/૬/૨૦૨૪ના થી તા. ૬/૭/૨૦૨૪ સુઘી (બન્ને દિવસો સહિત) ઉપર મુજબના પરીક્ષા સ્થળોના સમગ્ર વિસ્તારમાં અમલમાં રહેશે.

-

*ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાનાર રિપીટર ઉમેદવારોની પરીક્ષા સંદર્ભે અઘિક જિલ્લા...

Posted by Info Dang GoG on Friday, June 21, 2024

Comments

Popular posts from this blog

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ

  જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ   માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ   વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માં પ્રવેશ મેળવવા માટે હાલ વલસાડ જિલ્લામાં રહેતા હોય અને વલસાડ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધો- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ધોરણ ૩, ૪, ૫ માં સળંગ અભ્યાસ કર્યો હોવો જોઈએ. ઓનલાઈન અરજી તા.૧૬/૦૯/૨૦૨૪ સુધી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ  www.navodaya.gov.in  પર કરી શકાશે. પ્રવેશ પરીક્ષા તા. ૧૮/૦૧/૨૦૨૫ ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧/૦૫/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૫ વચ્ચે થયેલો હોવો જોઈએ (બન્ને તારીખો સહિત). જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જ્યાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ અલગ ઉત્તમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરે છે અને રાષ્ટ્રીય એકતા માટે સ્થાળાંતર નીતિ, રમત‌-ગ...

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj   @InfoNavsariGoG   @InfoGujarat   pic.twitter.com/hYBQeq6OGa — Collector & DM Navsari (@CollectorNav)  July 26, 2024

વલસાડના અટારની પી.કે.ડી. વિદ્યાલયમાં અંડર ૧૪,૧૭,૧૯ ની તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ

વલસાડના અટારની પી.કે.ડી. વિદ્યાલયમાં અંડર ૧૪,૧૭,૧૯ ની તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ  માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧ ઓગસ્ટ  વલસાડ તાલુકાના અટાર ગામમાં નવસર્જન કેળવણી મંડળ સંચાલિત પી.કે.ડી વિદ્યાલયમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત વલસાડ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સંચાલિત SGFI ( સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા) શાળાકીય અંડર ૧૪,૧૭,૧૯ તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવી હતી.  વલસાડ તાલુકાની વિવિધ શાળાએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ૨૭ બોયઝ અને ૧૩ ગર્લ્સ ટીમનો સમાવેશ થાય છે. પી.કે.ડી. વિદ્યાલયના પ્રાર્થના હોલમાં ઉદઘાટન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં નવસર્જન કેળવણી મંડળના મંત્રી ડૉ. દિપકભાઈ દેસાઈ, ઉપપ્રમુખ બળવંતરાય ગજધર, ઇનરવીલ ક્લબના પ્રેસિડેન્ટ મનિષાબેન દેસાઈ, કમિટી સભ્ય મુકેશભાઈ હરિયાવાલા, સ્પર્ધાના કન્વીનર જગદીશભાઈ અને ધનસુખભાઈ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય જિતેન્દ્ર ટંડેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના કન્વીનર જગદીશભાઈએ સ્પર્ધકોને નિયમોની જાણકારી આપી હતી. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ શાળાના શિક્ષક નિનાદ રાઠોડ...