માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
વલસાડ ડાંગ લોકસભાના સાંસદશ્રી ધવલભાઈ પટેલ દ્વારા ડુંગરીથી નંદીગામ ભીલાડ હદ ધરાવતા નેશનલ હાઈવે વિસ્તારની સમસ્યા સંદર્ભમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને મકાન કેબિનેટ મંત્રીશ્રી નીતિન ગડકરીને રજૂઆત કરવામાં આવી.
વલસાડ ડાંગ લોકસભાના સાંસદશ્રી ધવલભાઈ પટેલ દ્વારા ડુંગરીથી નંદીગામ ભીલાડ હદ ધરાવતા નેશનલ હાઈવે વિસ્તારની સમસ્યા સંદર્ભમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને મકાન કેબિનેટ મંત્રીશ્રી નીતિન ગડકરીને રજૂઆત કરવામાં આવી.
વલસાડ ડાંગ લોકસભાના સાંસદશ્રી ધવલભાઈ પટેલ દ્વારા વલસાડ લોકસભા મતવિસ્તારમાં આવતા ડુંગરીથી નંદીગામ ભીલાડ હદ ધરાવતા નેશનલ હાઈવે વિસ્તારની સમસ્યા સંદર્ભમાં આજરોજ તા.૨૬ જૂનના રોજ શુક્રવારે કેન્દ્રના રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને મકાન કેબિનેટ મંત્રીશ્રી નીતિન ગડકરીની રૂબરૂ મુલાકાત કરી જિલ્લાના નેશનલ હાઈવેના અધુરા કાર્યો તેમજ હાઈવેને લાગીને ચાલુ સર્વિસ રોડનું જ્યાં પણ ક્ષતિ હોય એ સર્વિસ રોડને તાત્કાલિક રીપેર કરવા રજુઆત કરી હતી. મંત્રીશ્રી નીતિનભાઈ ગડકરીએ આ મામલે હાઈવે ઓથોરીટી ગુજરાતના અધિકારીને તાત્કાલિક ધોરણે ટેલિફોનિક સૂચના આપી વરસાદી વાતાવરણમાં ટ્રાફિક ન સર્જાય અને હાઈવે સંબંધી જે પણ સમસ્યા હોય એને તાત્કાલિક દુરસ્ત કરવા સૂચના આપી હતી.
વલસાડ ડાંગ લોકસભાના સાંસદશ્રી ધવલભાઈ પટેલ દ્વારા વલસાડ લોકસભા મતવિસ્તારમાં આવતા ડુંગરીથી નંદીગામ ભીલાડ હદ ધરાવતા નેશનલ...
Posted by INFO Valsad GOV on Friday, June 28, 2024

Comments
Post a Comment