Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

હિંમતનગર સાબર સ્પોર્ટ્સ સ્ટેડીયમ ખાતે અન્ડર વોટર યોગ – ક્રિએટીવ યોગ કરાયા

સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે નાગરિકો યોગમય બન્યા 

 હિંમતનગર સાબર સ્પોર્ટ્સ સ્ટેડીયમ ખાતે અન્ડર વોટર યોગ – ક્રિએટીવ યોગ કરાયા 

 સાબરકાંઠા જિલ્લા મથક હિંમતનગરના સાબર સ્પોર્ટ્સ સ્ટેડીયમ ખાતે અન્ડર વોટર યોગ – ક્રિએટીવ યોગ કરાયા. દસમા વિશ્વ યોગ દિનની ઉજવણી અંતર્ગત સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર વિવિધ જગ્યાઓ પર યોગ કરાયા હતા. ભારતીય પરંપરા મુજબ યોગ શારીરીક અને માનસિક સ્વાથ્ય માટે ખુબ જ ઉપયોગી છે. આ યોગના મહત્વને નાગરીકો સમજે અને દરેક નાગરીક સ્વંય યોગ કરી સ્વથ્ય બને તે હેતુથી વિશ્વ યોગ દીનની ઉજવણી સમગ્ર જિલ્લામાં કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં લોકો યોગમાં જોડાયા હતા.

સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે નાગરિકો યોગમય બન્યા *** હિંમતનગર સાબર સ્પોર્ટ્સ સ્ટેડીયમ ખાતે અન્ડર વોટર યોગ –...

Posted by Info Sabarkantha GoG on Friday, June 21, 2024

Comments