ડાંગ જિલ્લાનું ગૌરવ : શ્રી અનિલ ધનગર
“ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની” માં ફરજ બજાવતા શ્રી અનિલ ધનગરની રીજીયોનલ મેનેજર તરીકે પસંદગી :
(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૧૯: મુળ નવસારી જિલ્લાના રહેવાસી અને ભારત સરકારની “ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની” માં ફરજ બજાવતા શ્રી અનિલ કાંતીલાલ ધનગરની, રીજીયોનલ મેનેજર તરીકેના હોદ્દા ઉપર બઢતી થવા પામી છે.
શ્રી અનિલ ધનગરનું સમગ્ર પ્રાથમિક શિક્ષણ ડાંગ જિલ્લાનાં અંતરીયાળ ગામોમાં થયુ છે. તેઓના માતાપિતાએ, ડાંગ જિલ્લામાં પ્રાથમિક શિક્ષક તરીકે સેવાઓ આપી છે. જેઓ હાલમાં નવસારી જિલ્લામાં પણ વિદ્યાધામ વિધ્યાલય તેમજ નવસારી હિન્દી સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓમાં સામાજીક શૈક્ષણિક કાર્યો સાથે સંકળાયેલા છે. ડાંગ સાથે નાતો ધરાવતા શ્રી અનિલ ધનગરની ઉચ્ચ કારકિર્દીએ ડાંગ અને નવસારી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.
-
ડાંગ જિલ્લાનું ગૌરવ : - “ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની” માં ફરજ બજાવતા શ્રી અનિલ ધનગરની રીજીયોનલ મેનેજર તરીકે પસંદગી...
Posted by Info Dang GoG on Wednesday, June 19, 2024
Comments
Post a Comment