ડાંગના બરડીપાડા-મહાલ રોડ મોટા વાહનો માટે ૨૮ દિવસ સુધી બંધ રહશે :
*ડાંગના બરડીપાડા-મહાલ રોડ મોટા વાહનો માટે ૨૮ દિવસ સુધી બંધ રહશે : - (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૧: કાર્યપાલક...
Posted by Info Dang GoG on Friday, June 21, 2024
(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૧: કાર્યપાલક ઇજનેરશ્રી, રાષ્ટ્રીય ઘોરી માર્ગ વિભાગ, ભરૂચના પત્ર ક્રમાંક:નં. NHD/PB/780/2024 તા.૧૩/૦૬/૨૦૨૪ના પત્રથી ડાંગ જિલ્લામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૯૫૩ (બરડીપાડા-મહાલ રોડ) ઉપર ૦૨ ખૂબ જ જૂના અને રબલ મેશનરી સ્લેબ ડ્રેઈન સ્ટ્રક્ચર તેમજ ૦૧ પાઈપ ડ્રેઈન આવેલ છે.
રબલ મેશનરી સ્લેબ ડ્રેઈન સ્ટ્રક્ચર ખૂબ જ જૂના તેમજ નબળી સ્થિતિમાં હોય, આ સ્ટ્રક્ચરના સ્થાને નવા આર.સી.સી. સ્ટ્રક્ચરનું કામ સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. ચોમાસાની ઋતુ દરમિયાન સ્ટ્રકચરમાં વધુ નુકશાન ન થાય તે માટે નવા સ્ટ્રક્ચરનું કન્સ્ટ્રકશન કાર્ય પૂર્ણ કરવામાં આવે તે અનિવાર્ય છે.
જેથી આ સ્ટ્રક્ચર પાસે એક સાઈડ પર ખીણ આવેલ હોય, અને ડાયવર્ઝન આપી શકાય તેમ ના હોય, બરડીપાડા-મહાલ રોડ મોટા વાહન વ્યવહાર માટે તા. ૧૮.૬.૨૦૨૪ થી ૧૫.૭.૨૦૨૪ સુધી દિન-૨૮ માટે બંધ કરવા, તેમજ જાહેરનામું પ્રસિઘ્ઘ કરવા જિલ્લા કલેક્ટર કચેરીને દરખાસ્ત મળેલ છે.
જેના અનુસંધાને ડાંગ જિલ્લા અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી.બી.ચૌઘરી દ્વારા ફોજદારી કાર્યરીતિ અઘિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ પ્રમાણે બરડીપાડા-મહાલ રોડ = ૫.૦ કિ.મી રોડ તમામ વાહનોના અવર-જવર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.
અહિં વૈકલ્પિક માર્ગમાં (૧) આહવા જવા માટે સોનગઢ-ઓટા-સુબીર-આહવા, (૨) મહાલ જવા માટે સોનગઢ-ઓટા-સુબીર-મહાલ રસ્તા પર ડાયવર્ઝન આપવામાં આવેલ છે.
આ જાહેરનામાનો ભંગ/ઉલ્લઘન કરનારને ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. તેમજ આ જાહેરનામાના ભંગ/ઉલ્લંઘન બદલ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના દરજ્જાના કોઇ પણ પોલીસ અધિકારી/કર્મચારીશ્રીને ફરિયાદ માંડવા અધિકૃત કરવામાં આવેલ છે.
આ જાહેરનામું તા.૨૦/૬/૨૦૨૪ થી તા.૧૫/૭/૨૦૨૪ના ૨૪.૦૦ સમય સુઘી અમલમાં રહેશે.
-
Comments
Post a Comment