Skip to main content

Chikhli news : ચીખલી તાલુકાના ગોડથલ ખાતે PM JANMAN યોજના હેઠળ છાત્રાલય અને પ્રાથમિક શાળાના નવા ઓરડાનું ખાતમુહૂર્ત.

  Chikhli news : ચીખલી તાલુકાના ગોડથલ ખાતે PM JANMAN યોજના હેઠળ છાત્રાલય અને  પ્રાથમિક શાળાના નવા ઓરડાનું ખાતમુહૂર્ત. આજરોજ વલસાડ સાંસદ શ્રી ધવલભાઈ પટેલે પ્રાથમિક શાળા ગોડથલ ઝાડી ફળિયા ખાતે PM JANMAN યોજના અંતર્ગત નેતાજી સુભાષચંદ્ર બોઝ કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું. સાથે જ ગોડથલ મુખ્ય પ્રાથમિક શાળા પટેલ ફળિયા ખાતે નવા પાંચ ઓરડાનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. ગુજરાત સરકાર શ્રેષ્ઠ શિક્ષણ સુવિધાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે, અને આ નવી શૈક્ષણિક સુવિધાઓ તેની જ સેવા આપશે. આ પ્રસંગે ગ્રામજનો, શિક્ષકો, તેમજ શ્રી પિયુષભાઈ પટેલ સહિતના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા.

Khergam|shamala faliya| Pomapal :શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો.

 Khergam|shamala faliya| Pomapal :શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો.

તારીખ : 26-06-2024નાં દિને  શામળા ફળિયા ક્લસ્ટરની શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ શાળાનો સયુંકત કન્યા  કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો હતો. જે નાયબ પોલિસ અધિક્ષકશ્રી ( વિભાગીય), ચીખલીનાં માનનીય શ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 4 બાળકો, ધોરણ 1માં 8 બાળકો અને આંગણવાડીમાં 1 બાળક, જ્યારે પોમાપાળ પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 5 બાળકો, ધોરણ 1માં 7 બાળકો અને આંગણવાડીમાં 2 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાહેબશ્રી શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલ દ્વારા પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને દફતર અને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. જ્યારે  ગ્રામ પંચાયતના સભ્યશ્રી હેમલતાબેન પટેલ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને નોટબુક સહિત શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.


ખેરગામ ગ્રામ પંચાયતના સભ્યશ્રી હેમલતાબેન પટેલ અને રાજેશભાઈ પટેલ તેમજ શાળાનાં એસ.એમ.સીનાં સભ્યોનું પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. 

 સરળ, સૌમ્ય સ્વભાવના અને શિક્ષણમાં વિશેષ રુચિ ધરાવનાર અઘિકારીશ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબ દ્વારા કાર્યક્રમને અનુરૂપ સુંદર શૈક્ષણિક વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. આજના આ  કાર્યક્રમમાં પોલીસ અને શિક્ષણનો સમન્વય જોવા મળ્યો હતો. સાહેબશ્રી દ્વારા તમામ બાળકોને પ્રશ્ન પૂછી ભવિષ્યમાં કેટલા બાળકો પોલીસ બનવા માંગે છે? તેના જવાબ મેળવવા આવ્યા હતા. નાના ભૂલકાઓ નિર્દોષ ભાવે આંગળીઓ ઉંચી કરી હતી. આ અનુલક્ષીને તમામ બાળકોને શાળામાં નિયમિત આવવા, નિયમિત અભ્યાસ કરવા બાબતે બાળકોને સહજ શૈલીમાં વાત રજૂ કરવામાં આવી હતી. 

ત્યાર બાદ બંને શાળાનાં એસ.એમ.સીના સભ્યોની ગૃપ મિટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં  શાળાનાં આચાર્ય સહિત દરેક સભ્યોની પરિચય અને કામગીરી બાબતે પૃરછા કરવામાં આવી હતી. શાળાનાં આચાર્યશ્રી પાસેથી શાળા રીપોર્ટ કાર્ડ, વાર્ષિક પરીક્ષાનું પરિણામનું રેન્ડમલી ચકાસણી, એકમ કસોટી ચકાસણી, જેવા જરૂરી દફતરની ચકાસણી કરવામાં આવી હતી. એસેમસીનાં સભ્યોને શાળામાં તેમની શું ફરજ છે તે બાબતે પૂછવામાં આવ્યું હતું. આરોગ્યના કર્મચારીઓ પણ વર્ષમાં શાળામાં કેટલી મુલાકાત લો છો તેની માહિતી મેળવવામાં આવી હતી.  આ પ્રસંગે શાળામાં વૃક્ષારોપણનાં કાર્યક્રમ સાહેબશ્રી દ્વારા આમળાંનાં વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં શ્રી જીગરભાઈ એન પટેલ (ARSVE, khergam), રીટાબેન ( સ્પેશિયલ એજ્યુકેટર, વિકલાંગ ખેરગામ), ખેરગામ ગ્રામ પંચાયતના સભ્યશ્રી હેમલતાબેન પટેલ તથા રાજેશભાઈ પટેલ, વલસાડ માહિતી ખાતામાં ફરજ બજાવતા મહેશભાઈ પટેલ, આંગણવાડીનાં કર્મચારીઓ, આરોગ્ય કર્મચારીઓ, શાળાનાં શિક્ષકો તથા બાળકો, એસ.એમ.સીના અધ્યક્ષ સહિત તમામ સભ્યો,વાલીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


ખેરગામ-શામળા ફળીયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો ==== નવસારી જિલ્લાના ખેરગામ-શામળા...

Posted by Info Navsari GoG on Wednesday, June 26, 2024

Comments

Popular posts from this blog

સાફલ્ય ગાથા : રાજ્ય સરકારની એક નહીં પણ પાંચ પાંચ યોજનાનો લાભ લઈ આર્થિક સમૃધ્ધિ સાધતા ધરમપુરનાં આદિવાસી ખેડૂત

સાફલ્ય ગાથા : રાજ્ય સરકારની એક નહીં પણ પાંચ પાંચ યોજનાનો લાભ લઈ આર્થિક સમૃધ્ધિ સાધતા ધરમપુરનાં આદિવાસી ખેડૂત   જંગલ અધિકાર કાયદો (એફઆરએ) -૨૦૦૬ હેઠળ દોઢ એકર જમીનનો માલિકી હક્ક મળતા ૨૦૦ કલમ અને હળદરની ખેતી શરૂ કરી  પોતાના સાથે ગામના અન્ય ખેડૂતોનું પણ સામૂહિક કલ્યાણ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. પાંચ લાખના ખર્ચે કૂવો ખોદાવી આપવામાં આવ્યો  સરકારી યોજનાથી જાગૃત ખેડૂત મણિલાલ તુંબડાએ પ્લગ નર્સરી, ટ્રેકટર, ડ્રિપ ઈરીગેશન અને મંડપ યોજનાનો પણ લાભ મેળવ્યો  આલેખનઃ જિજ્ઞેશ સોલંકી માહિતી બ્યુરોઃ વલસાડ, ૫ ઓગસ્ટ   સરકાર દ્વારા પ્રજાના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે અને પ્રજા જાગૃત હોય તો સરકારની આ કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ આર્થિક અને સામાજિક વિકાસ સરળતાથી સાધી શકે છે. જેનું ઉત્તમ દ્રષ્ટાંત વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા ધરમપુર તાલુકાના ખાંડા ગામના આદિવાસી ખેડૂતે પુરૂ પાડ્યુ છે. આ ખેડૂતે સરકારની માત્ર એક નહીં પરંતુ પાંચ પાંચ યોજનાનો લાભ લીધો છે. સાથે જ મહત્વની વાત એ છે કે કે, પોતાની સાથે પોતાના ગામના ખેડૂતોનું પણ કલ્યાણ થાય તે માટે તેઓને પણ સામૂહિક યોજનાનો લાભ પણ અપાવ્યો છે.

ડાંગ : મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સાપુતારા ખાતે નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરાયો :

ડાંગ : મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સાપુતારા ખાતે નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરાયો : (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૪: તાજેતરમાં ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે, સાપુતારા ખાતે કાર્યરત, સ્કુલ લીડરશીપ એકેડેમી બિલ્ડિંગમાં ગાયત્રી યજ્ઞ કરી, નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રંસગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે ખુબ જ ઉપયોગી થશે. તેમણે દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી દેશનું નામ રોશન કરે એવા શુભાશિષ પાઠવ્યા હતાં.  ઉલ્લેખનીય છે કે, દીકરીઓમાં શિક્ષણ વધે તે માટે સરકારી સંસ્થા દ્વારા કન્યાઓ માટે હોસ્ટેલ ચલાવવામાં આવે છે. જેમાં ડાંગ જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ત્રણ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) કાર્યરત છે, અને ચોથી કે.જી.બી.વી સાપુતારા ખાતે શરૂ કરવામાં આવી છે. સાપુતારા ખાતે કુલ ૧૦૦ દીકરીઓની કેપેસિટી સાથેની હોસ્ટેલ બિલ્ડિંગની શરૂઆત શિક્ષણ રાજ્ય મંત્ર

Navsari|vansda|chikhli: એક એવી શાળા જે બની રહી છે આદિજાતિ યુવતીઓના ઉજ્જવળ કારકિર્દીની માર્ગદર્શક /સારથિ

  Navsari|vansda|chikhli: એક એવી શાળા જે બની રહી છે આદિજાતિ યુવતીઓના ઉજ્જવળ કારકિર્દીની માર્ગદર્શક /સારથિ આદિજાતી યુવતી ભાવિની પટેલ ચીખલી આદર્શ નિવાસી કન્યા શાળામાંથી અભ્યાસ કરી હાલ નવસારી જિલ્લાની મહુવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબી સેવા આપી રહી છે આદર્શ નિવાસી કન્યા શાળાના પ્રિન્સીપાલ અને શિક્ષકોના માર્ગદર્શન થકી હું આજે ડોક્ટર બનવાનું સપનું પૂર્ણ કરી શકી છું – ડૉ. ભાવિની પટેલ (M.B.B.S) નવસારી જિલ્લાની ચીખલી આદર્શ નિવાસી શાળા(કન્યા)ની ૭૮ વિદ્યાર્થીનીઓએ MBBS, BHMS,BAMS તથા વેટનરી જેવા મેડીકલ ક્ષેત્રોમાં પ્રવેશ મેળવ્યો છે (સંકલન: ભાવિન પાટીલ) (નવસારી: રવિવાર): યુવાનો પોતાના સપનાને સાકાર કરવા માટે અથાગ પ્રયત્નો કરતા હોય છે, પણ જો તેમને યોગ્ય સમયે સાચો માર્ગદર્શક/સારથિ મળી જાય તો સપના પૂર્ણ કરવામાં કોઈ પરિબળ તેમને રોકી નથી શકતું. વાત છે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આદિજાતિ વિકાસ વિભાગ-ગાંધીનગર સંચાલિત આદર્શ નિવાસી કન્યા શાળા જે બની રહી છે દક્ષિણ ગુજરાતના આદિજાતી યુવતીઓના મેડિકલ ક્ષેત્રેના ઉજ્જવળ કારકિર્દી માટેનો સાચો સારથિ.              નવસારીમાં જીલ્લાના ચીખલી તાલુકાની આદર્શ નિવા