Valsad (Kaprada) : કપરાડા તાલુકાની બાળકીઓને સાયકલ, સ્કૂલ બેગ, નોટબુક, સેનિટરી પેડનું વિતરણ કરાયું.
વલસાડ, તા. ૨૦ જૂન
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના છેવાડાના ગામડાઓમાં રહેતી અને ઘરેથી શાળાનું ૭ કિમીનું અંતર રોજ પગપાળા ચાલીને જતી બાળકીઓ શિક્ષણથી વંચિત ન રહે અને ભણી ગણીને આગળ વધે તેવા ઉદેશ્ય સાથે પ્રથમ સંસ્થા દ્વારા એજ્યુકેશન સ્પોન્સરશિપ અંતર્ગત ધો. ૭ થી ૧૨ની ૨૫ બાળકીઓને સાયકલ, સ્કૂલબેગ, નોટબુક, સેનિટરી પેડ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સહાય મળવાથી વિદ્યાર્થીનીઓના જીવનમાં ખુશી છવાઈ હતી અને સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તાલુકા શિક્ષણ અધિકારી પ્રિતીબેન, પ્રથમ (pcvc)સંસ્થાના ડિરેક્ટર કિશોર ભામરે, બી.આર. સી. સંજયભાઈ અને તાલુકા પંચાયત કચેરીના સુનિલ વસાવા હાજર રહ્યા હતા. પ્રથમ કાઉન્સિલ ફોર વલ્નરેબલ ચિલ્ડ્રન (PCVC) એ પ્રથમની બાળ અધિકારો અને સુરક્ષા પાંખ તરીકે સેવા આપે છે, જેની સ્થાપના વર્ષ ૨૦૦૦ માં કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય "દરેક બાળકના અધિકારો સુરક્ષિત, શાળામાં દરેક બાળક અને સારી રીતે શીખે છે." શરૂઆતમાં PCVC એ મુંબઈના શહેરી ઝૂંપડપટ્ટીના સમુદાયોમાં આઉટરીચ પ્રોગ્રામ તરીકે શરૂ કર્યું હતું, જે શાળાની બહાર અને કામ કરતા બાળકોની સુરક્ષા અને શિક્ષણ સાથે જોડવાનું અને સમુદાયોના બાળકોની જરૂરિયાતોને પ્રતિભાવ આપે છે. આજે, PCVC એ બાળ મજૂરો સાથે કામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતી સંસ્થામાંથી, અધિકાર-આધારિત અને સંસાધન સંસ્થા તરીકે વિકસિત થઈ છે, જે બાળકોના સંરક્ષણ અને અધિકારોની સુરક્ષા પર કામ કરે છે.
પ્રથમ કાઉન્સીલ ફોર વલ્નરેબલ ચિલ્ડ્રન (PCVC) હાલમાં વલસાડમાં શિક્ષણ કેન્દ્રો ચલાવી રહ્યા છે અને કપરાડા ખાતે બાળ અધિકાર અને બાળ સુરક્ષા માટે કાર્યરત છે, બાળકો માટે કેન્દ્રો જેમાં બાળકોના શિક્ષણ, સુરક્ષા, અને અધિકારો તેમજ બાળકોના વિકાસ પર કામ કારવામાં આવી રહ્યું છે. તેમજ કપરાડા ખાતે પણ બાળ અધિકારો પર કામ કરી રહી છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવા માટે પ્રથમ સંસ્થાની ટીમ અને શિક્ષણની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
કપરાડા તાલુકાની બાળકીઓને સાયકલ, સ્કૂલ બેગ, નોટબુક, સેનિટરી પેડનું વિતરણ કરાયું વલસાડ, તા. ૨૦ જૂન વલસાડ જિલ્લાના કપરાડા...
Posted by INFO Valsad GOV on Thursday, June 20, 2024
Comments
Post a Comment