Valsad : વલસાડ જિલ્લાના ૧૪ થી ૩૫ વર્ષના યુવક- યુવતીઓ માટે યોગાસન તાલીમ શિબિર યોજાશે.
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ જૂન
ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અંતર્ગત કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજીત અને વલસાડ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા યોગાસન તાલીમ શિબિર રાજ્યના યુવક યુવતીઓ માટે શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક વિકાસમાં યોગનું વિશિષ્ટ પ્રદાન છે. યોગાસન દ્વારા રાજ્યના યુવાનોનો સર્વાંગીક વિકાસ થાય છે તેમજ તેમનું સ્વાસ્થ્ય પણ સુધરે છે અને રોગ નિવારણ પણ થઈ શકે છે. જેથી જિલ્લા કક્ષા યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરનો લાભ લેવા ઈચ્છતા ૧૪ થી ૩૫ વર્ષના યુવક યુવતીઓ (જનરલ)એ તા.૦૨-૦૭-૨૦૨૪ સુધીમાં અરજી ફોટા સાથે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ૧૦૬, જૂની બી.એસ.એન.એલ.કચેરી,પહેલા માળે,પોસ્ટ ઓફિસની પાછળ, હાલર રોડ,વલસાડને મોકલી આપવાની રહેશે એવુ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
Comments
Post a Comment