Skip to main content

નવસારી તાલુકા પંચાયત દ્વારા પ્રાથમિક શાળાઓ માટે બે દિવસીય રમતોત્સવનું આયોજન

 નવસારી તાલુકા પંચાયત દ્વારા પ્રાથમિક શાળાઓ માટે બે દિવસીય રમતોત્સવનું આયોજન "નવસારી તાલુકા પંચાયત દ્વારા પ્રાથમિક શાળાઓ માટે બે દિવસીય રમતોત્સવનું આયોજન કરાયું." નવસારી, 23 ડિસેમ્બર 2024 – નવસારી તાલુકા પંચાયત દ્વારા નવસારી તાલુકાની પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો માટે બે દિવસીય રમતોત્સવનું આયોજન 23 અને 24 ડિસેમ્બર, 2024ના રોજ કસ્બાપાર ક્રિકેટ મેદાનમાં કરવામાં આવ્યું છે. આ રમતોત્સવનું ઉદ્ઘાટન માનનીય નવસારી ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. ધોરણ 1 થી 5ના બાળકો માટે 100 મીટર દોડ, લીંબુ ચમચી, દેડકા દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે 100 મીટર દોડ, લાંબી કૂદ, ગોળાફેંક, ખો-ખો, કબડ્ડી અને ક્રિકેટ જેવી રમતો યોજાઈ છે. તદુપરાંત, શિક્ષકો માટે 100 મીટર દોડ, ગોળાફેંક, ચક્રફેક અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ જેવી રમતોનું આયોજન કરાયું છે. શાળા, કેન્દ્ર અને વિભાગ કક્ષાએ વિજેતા ખેલાડીઓ આગળની સ્પર્ધાઓમાં ભાગ લેશે. આ રમતોત્સવનો ઉદ્દેશ્ય બાળકોમાં શારીરિક તંદુરસ્તી અને સંસ્કારી સ્પર્ધાત્મક ભાવના વિકસાવવી છે. બાળકો...

Valsad : વલસાડ જિલ્લામાં તા. ૬ જુલાઈ સુધી યોજાનાર ધો. ૧૦-૧૨ બોર્ડની પૂરક પરીક્ષાના કેન્દ્રોથી ૧૦૦ મીટર વિસ્તારમાં ઝેરોક્ષ મશીનો ચલાવવા ઉપર પ્રતિબંધ.

 Valsad : વલસાડ જિલ્લામાં તા. ૬ જુલાઈ સુધી યોજાનાર ધો. ૧૦-૧૨ બોર્ડની પૂરક પરીક્ષાના કેન્દ્રોથી ૧૦૦ મીટર વિસ્તારમાં ઝેરોક્ષ મશીનો ચલાવવા ઉપર પ્રતિબંધ.

પરીક્ષા સમયે કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે સભા - સરઘસના આયોજન ઉપર પ્રતિબંધ.

ઓળખપત્ર વિનાની બિન અધિકૃત વ્યકિતઓને પરીક્ષા સ્થળની અંદર પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ મુકાયો.

માહિતી  બ્યુરોઃ વલસાડ તા. ૨૪ જૂન 

 વલસાડ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા. ૨૪ જૂન ૨૦૨૪થી વલસાડ જિલ્લામાં કુલ ૨૨ પરીક્ષા કેન્દ્રો પર ધો. ૧૦ અને ૧૨ બોર્ડની જાહેર પૂરક પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે તા. ૬ જુલાઈ ૨૦૨૪ સુધી ચાલશે. આ પરીક્ષાના સરળ સંચાલન માટે તેમજ પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના પરીક્ષા આપી શકે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એ.આર. જહાએ સભા સરઘસના આયોજન કરવા ઉપર તથા તમામ પરીક્ષા કેન્દ્રની હદથી ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં ઝેરોક્ષ મશીનો બંધ રાખવા અને બિન અધિકૃત વ્યક્તિઓ, ખાનગી વાહનોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ મુક્યો છે.                         

પરીક્ષા દરમિયાન સવારના ૦૯-૦૦થી સાંજના ૭-૦૦ વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં ઝેરોક્ષ મશીન ચાલુ રાખી શકાશે નહી. ગેરકાયદેસર રીતે ૪ (ચાર) કરતા વધુ માણસોની કોઇ સભા ભરવી નહી કે બોલાવવી નહી અથવા સરઘસ કાઢવું નહી. ઉપરોક્ત પરીક્ષા સ્થળોના ૧૦૦ મીટર ત્રિજયાના વિસ્તારમાં પ્રવેશતા ખાનગી વાહનો તેમજ પરીક્ષાર્થીઓને ગેરરીતિમાં મદદ કરવાના બદ-ઈરાદાથી જતી બહારની અનધિકૃત વ્યક્તિઓએ પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ કરવો નહી તેમજ પ્રવેશ કરવાની કોશિશ કરવી નહી. પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખનકાર્યમાં અડચણ-વિક્ષેપ- ધ્યાનભંગ થાય તેવું કોઇ કૃત્ય કરવું કે કરાવવું નહી. પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઈ પણ ચીજવસ્તુ જેવી કે, ઇલેકટ્રોનીક આઇટમ, પુસ્તક, કાપલીઓ, ઝેરોક્ષ નકલોનું વહન કરવું નહી કે કરાવવામાં મદદ કરવી નહી. પરીક્ષાખંડમાં વિદ્યાર્થીઓએ મોબાઇલ કે પરીક્ષામાં ચોરી ગણી શકાય તેવા કોઇ પણ પ્રકારના ઇલેકટ્રીક ઉપકરણો લઇ જવા નહીં. ઓળખપત્ર વિનાની બિન અધિકૃત વ્યકિતઓને પરીક્ષા સ્થળની અંદર પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે.

      લગ્નના વરઘોડાને કે સ્મશાન યાત્રાને કે રેલ્વે/એસ.ટી.માં મુસાફરીમાં જનાર બોનાફાઇડ વ્યકિતઓને તેમજ પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલ અધિકૃત સરકારી કર્મચારીઓ, અધિકારીશ્રીઓ, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે મુકાયેલ કર્મચારીઓ તથા અધિકારીઓ, કેન્દ્રના સંવાહકો, સંચાલકો, સ્થળ સંચાલકો, ઝોન પ્રતિનિધિ, ખંડ નિરીક્ષકો, વોટરમેન, બેલમૅન તથા ઓળખપત્ર આપવામાં આવેલ હોય તેવી નિરીક્ષણ ટુકડીઓ સહિતના તમામ અધિકૃત કર્મચારીઓને આ હુકમ લાગુ પડશે નહી. 

       આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કર્યે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ કસુરવાર સામે પગલાં લેવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

બોક્ષ મેટર 

ધો. ૧૦-૧૨ બોર્ડની પૂરક પરીક્ષાના કેન્દ્રો

૧  મણિબા સાર્વ.વિદ્યાલય, ધનભૂરા રોડ, વલસાડ 

૨ જીવીડી સાર્વ. હાઈસ્કૂલ, વલસાડ 

૩ પ્રજ્ઞા પ્રબોધ માધ્યમિક સ્કૂલ, કોસંબા રોડ, ગાયત્રિ શકતિપીઠ, વલસાડ 

૪ ડાહીબા સ્વામિનારાયણ સ્કૂલ, ધારાનગર, અબ્રામા, વલસાડ 

૫ નેશનલ ઈંગ્લિશ હાઈસ્કૂલ, ગ્રીનપાર્ક, ભાગડાવડા, વલસાડ 

૬ શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય, તારાબાગ સોસાયટી, યુનિટ-૧, ક્રોસ કૈલાસ રોડ, પારડી સાંઢપોર, વલસાડ, તા-વલસાડ

૭ સ્વ. સમીર દોલત દેસાઈ રાષ્ટ્રીય હિન્દી સ્કૂલ, ગુજરાતી પ્રાથમિક શાળાની સામે, મોગરાવાડી, વલસાડ

૮ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યા મંદિર,(ગુજ.માદ્ય. કુમાર) યુનિટ-૧,ખોખરા ફળિયા,પારનેરા પારડી, વલસાડ 

૯ સેન્ટ જોસેફ ઈ ટી હાઈસ્કૂલ, ધરમપુર રોડ, વલસાડ 

૧૦ બાઈ આંવા બાઈ હાઈસ્કૂલ, યુનિટ – ૧, હાલર રોડ વલસાડ

૧૧ બાઈ આંવા બાઈ હાઈસ્કૂલ, યુનિટ – ૨, હાલર રોડ વલસાડ

૧૨ આર.એમ. એન્ડ વી.એમ. હાઈસ્કૂલ, (યુનિટ-૧)  કસ્તુરબા હોસ્પિટલ સામે, વલસાડ

૧૩ આર.એમ. એન્ડ વી.એમ. હાઈસ્કૂલ, (યુનિટ-૨)  કસ્તુરબા હોસ્પિટલ સામે, વલસાડ

૧૪ સી.આર.દેસાઈ સ્વામિનારાયણ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ, મણિબાગ, અબ્રામા, વલસાડ

૧૫ કુસુમ વિદ્યાલય, વલસાડ 

૧૬ શ્રી આર.કે.પટેલ સાર્વજનિક વિદ્યાલય, યુનિટ-૧, રોણવેલ, વલસાડ 

૧૭ એસએમએસએમ હાઈસ્કૂલ, યુનિટ-૧, ગાર્ડન રોડ, ધરમપુર 

૧૮ એસએમએસએમ હાઈસ્કૂલ, યુનિટ-૨, ગાર્ડન રોડ, ધરમપુર

૧૯ મોડલ સ્કૂલ માલનપાડા, ધરમપુર 

૨૦ સ્વામિનારાયણ હાયર સેકન્ડરી સ્કૂલ, (યુનિટ-૧) માલનપાડા, ધરમપુર 

૨૧ જમનાબાઈ સાર્વ. હાઈસ્કૂલ, ધનભૂરા રોડ, કસ્તુરબા હોસ્પિટલ સામે, વલસાડ 

૨૨ સેન્ટ મેરી ઈગ્લિંશ મીડિયમ હાઈસ્કૂલ, વેજલપુર, ધમડાચી, તા.જિ.વલસાડ 

વલસાડ જિલ્લામાં તા. ૬ જુલાઈ સુધી યોજાનાર ધો. ૧૦-૧૨ બોર્ડની પૂરક પરીક્ષાના કેન્દ્રોથી ૧૦૦ મીટર વિસ્તારમાં ઝેરોક્ષ મશીનો...

Posted by INFO Valsad GOV on Monday, June 24, 2024

Comments

Popular posts from this blog

સાફલ્ય ગાથા : રાજ્ય સરકારની એક નહીં પણ પાંચ પાંચ યોજનાનો લાભ લઈ આર્થિક સમૃધ્ધિ સાધતા ધરમપુરનાં આદિવાસી ખેડૂત

સાફલ્ય ગાથા : રાજ્ય સરકારની એક નહીં પણ પાંચ પાંચ યોજનાનો લાભ લઈ આર્થિક સમૃધ્ધિ સાધતા ધરમપુરનાં આદિવાસી ખેડૂત   જંગલ અધિકાર કાયદો (એફઆરએ) -૨૦૦૬ હેઠળ દોઢ એકર જમીનનો માલિકી હક્ક મળતા ૨૦૦ કલમ અને હળદરની ખેતી શરૂ કરી  પોતાના સાથે ગામના અન્ય ખેડૂતોનું પણ સામૂહિક કલ્યાણ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. પાંચ લાખના ખર્ચે કૂવો ખોદાવી આપવામાં આવ્યો  સરકારી યોજનાથી જાગૃત ખેડૂત મણિલાલ તુંબડાએ પ્લગ નર્સરી, ટ્રેકટર, ડ્રિપ ઈરીગેશન અને મંડપ યોજનાનો પણ લાભ મેળવ્યો  આલેખનઃ જિજ્ઞેશ સોલંકી માહિતી બ્યુરોઃ વલસાડ, ૫ ઓગસ્ટ   સરકાર દ્વારા પ્રજાના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે અને પ્રજા જાગૃત હોય તો સરકારની આ કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ આર્થિક અને સામાજિક વિકાસ સરળતાથી સાધી શકે છે. જેનું ઉત્તમ દ્રષ્ટાંત વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા ધરમપુર તાલુકાના ખાંડા ગામના આદિવાસી ખેડૂતે પુરૂ પાડ્યુ છે. આ ખેડૂતે સરકારની માત્ર એક નહીં પરંતુ પાંચ પાંચ યોજનાનો લાભ લીધો છે. સાથે જ મહત્વની વાત એ છે કે કે, પોતાની સાથે પોતાના ગામના ખેડૂતોનું પણ કલ્યાણ થાય તે માટે તેઓને પણ સામૂહ...

ડાંગ : મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સાપુતારા ખાતે નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરાયો :

ડાંગ : મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સાપુતારા ખાતે નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરાયો : (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૪: તાજેતરમાં ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે, સાપુતારા ખાતે કાર્યરત, સ્કુલ લીડરશીપ એકેડેમી બિલ્ડિંગમાં ગાયત્રી યજ્ઞ કરી, નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રંસગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે ખુબ જ ઉપયોગી થશે. તેમણે દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી દેશનું નામ રોશન કરે એવા શુભાશિષ પાઠવ્યા હતાં.  ઉલ્લેખનીય છે કે, દીકરીઓમાં શિક્ષણ વધે તે માટે સરકારી સંસ્થા દ્વારા કન્યાઓ માટે હોસ્ટેલ ચલાવવામાં આવે છે. જેમાં ડાંગ જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ત્રણ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) કાર્યરત છે, અને ચોથી કે.જી.બી.વી સાપુતારા ખાતે શરૂ કરવામાં આવી છે. સાપુતારા ખાતે કુલ ૧૦૦ દીકરીઓની કેપેસિટી સાથેની હોસ્ટેલ બિલ્ડિંગની શરૂઆત શિક્ષણ રાજ્ય મ...

Valsad (Pardi) news :પારડી પાલિકા દ્વારા મતદાતા જનજાગૃતિ અભિયાન.

Valsad (Pardi) news :પારડી પાલિકા દ્વારા મતદાતા જનજાગૃતિ અભિયાન.