Ahwa (Dang) : એસ.ટી.વલસાડ ડિવિઝનના એક સાથે નિવૃત્ત થતા ૩૦ કર્મચારીઓને ટેકનોલોજીના સથવારે અપાયુ વિદાયમાન
Ahwa (Dang) : એસ.ટી.વલસાડ ડિવિઝનના એક સાથે નિવૃત્ત થતા ૩૦ કર્મચારીઓને ટેકનોલોજીના સથવારે અપાયુ વિદાયમાન
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧: એસ.ટી.વલસાડ વિભાગના તા.૩૦મી જૂન, ૨૦૨૪ માસમાં નિવૃત્ત થતા, જુદા જુદા ડેપોના કર્મચારીઓનો નિવૃત્તિ વિદાય સમારોહ, ટેક્નોલોજીના સથવારે યોજાઈ ગયો.
વલસાડ એસ.ટી.ડિવિઝનના જુદા જુદા એકમો ખાતે, એક જ સમયે નિવૃત્ત થતા ૩૦ જેટલા કર્મચારીઓના વિદાય પ્રસંગે, વિભાગીય નિયામક શ્રી એન.એસ.પટેલે ટેકનોલોજીના ઉપયોગથી ઓનલાઈન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દરેક ડેપો/એકમ સાથે જોડાયા હતા.
દરમિયાન નિવૃત થતાં કર્મચારીઓનું શ્રીફળ, શાલ, પુષ્પગુચ્છ સાથે સન્માન કરી, પેન્શન પત્ર આપી નિવૃત્તિ જીવનની શુભેચ્છા સાથે તેમની સેવાઓને સૌએ બિરદાવી હતી.
આ પ્રસંગે દરેક ડેપો મેનેજરો તથા શાખા અધિકારી સાથે એકમ ખાતેના નિવૃત કર્મચારીઓના પરિવારજનો, અને યુનિયનના પ્રતિનિધિઓએ હાજર રહી શુભકામનાઓ પાઠવી હતી.
ઓનલાઇન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિભાગના દરેક ડેપો સાથે લાઈવ જોડાઇ, નિવૃત થતા કર્મચારીઓના વિદાયમાનનો આ કાર્યક્રમ, એસ.ટી.વલસાડ વિભાગનો પ્રથમ પ્રસંગ છે. જેને તમામ અધિકારીઓ અને કામદારોએ સહર્ષ વધાવી આ નવીન પહેલને આવકારી હતી.
-
એસ.ટી.વલસાડ ડિવિઝનના એક સાથે નિવૃત્ત થતા ૩૦ કર્મચારીઓને ટેકનોલોજીના સથવારે અપાયુ વિદાયમાન - (ડાંગ માહિતી બ્યુરો): આહવા:...
Posted by Info Dang GoG on Monday, July 1, 2024
Comments
Post a Comment