માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓએ બી.એસસી.માં યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો.
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧ જુલાઈ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ સ્થિત સરકારી વિજ્ઞાન કોલેજમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩ -૨૪માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ૧.) ગરુડા નેન્સી મુકેશભાઈ બી.એસસી. સેમેસ્ટર-II માં "કેમેસ્ટ્રી પેપર-૨ (મેજર)" વિષયમાં, ૨.) બોરસે રાહુલ જી. બી.એસસી. સેમેસ્ટર-I માં "કેમેસ્ટ્રી પેપર-૨ (મેજર)" વિષયમાં, તેમજ ૩.) હળપતિ આયુષી સંતોષભાઈ બી.એસસી. સેમેસ્ટર-II માં "બોટની પેપર-૧" (માઈનોર) વિષયમાં ડિસેમ્બર-૨૦૨૩ તેમજ એપ્રિલ-૨૦૨૪ની પરીક્ષામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કક્ષાએ સૌથી વધારે માર્ક્સ મેળવી કોલેજ પરિવારનું નામ રોશન કર્યુ છે. આ વિરલ સિદ્ધિ બદલ પ્રિન્સિપાલશ્રી ડૉ. દિપક ડી. ધોબી, સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીગણે એમને શુભેચ્છા પાઠવી હતી.
ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓએ બી.એસસી.માં યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો માહિતી બ્યુરોઃ વલસાડ,...
Posted by INFO Valsad GOV on Monday, July 1, 2024
Comments
Post a Comment