માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
વલસાડ જિલ્લામાં રોજગાર વિનિમય કચેરીઓના અધિનિયમ(ખાલી જગ્યાઓની ફરજીયાત જાણ),૧૯૫૯ હેઠળ જાહેરક્ષેત્રની સરકારી કે અર્ધસરકારી કચેરીઓ, માન્ય નિગમ – બોર્ડ અને બેંક તેમજ ખાનગીક્ષેત્રની કંપની, ફેક્ટરી, કોન્ટ્રાક્ટ, શૈક્ષણિક સંસ્થા, હોતલ, હોસ્પિટલ અને તમામ એકમોના સક્ષમ સત્તાધિકારીઓને તાકીદ કરવામાં આવી છે કે, વલસાડ જિલ્લા રોજગાર વિનિમય કચેરીને માહે: જૂન ૨૦૨૪ અંતિતના રજૂ કરવાના થતા ઈ.આર.-૧ પત્રક તા.૩૦ જુલાઈ, ૨૦૨૪ સુધીમાં www.employment.gujarat.gov.in વેબસાઈટ દ્વારા ઓનલાઈન અથવા રૂબરૂ કે ટપાલ મારફતે મોકલી આપવાના રહેશે. અન્યથા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વધુ માહિતી તથા માર્ગદર્શન માટે વલસાડ જિલ્લા રોજગાર વિનિમય કચેરીના હેલ્પલાઈન નં.૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા વલસાડ રોજગાર અધિકારી(જનરલ) દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
વલસાડ જિલ્લામાં રોજગાર વિનિમય કચેરીઓના અધિનિયમ(ખાલી જગ્યાઓની ફરજીયાત જાણ),૧૯૫૯ હેઠળ જાહેરક્ષેત્રની સરકારી કે અર્ધસરકારી...
Posted by INFO Valsad GOV on Tuesday, July 2, 2024
Comments
Post a Comment