Skip to main content

Navsari garib Kalyan melo : આગામી તા.૨૭ સપ્ટેમ્બરના રોજ નવસારી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ધોડીયા સમાજની વાડી, સુરખાઈ ખાતે યોજાશે

Navsari garib Kalyan melo : આગામી તા.૨૭ સપ્ટેમ્બરના રોજ નવસારી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ધોડીયા સમાજની વાડી, સુરખાઈ ખાતે યોજાશે  કાર્યક્રમના સુચારું આયોજન અંગે કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને સ્થળ બેઠક યોજાઇ  - કલેક્ટરશ્રી સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ યોજનાકિય સ્ટોલ, પાર્કિંગ, જમણવારની જગ્યા, બેઠક વ્યવસ્થા સહિત સ્ટેજ,કીટ વિતરણ વગેરેના સ્થળોની સ્વયં તપાસ કરી જરૂરી સુચનો આપ્યા. નવસારી  તા.25:  ગુજરાતમાં જરૂરિયાત મંદ લોકો સુધી સરકારની સીધી સહાય પહોંચે તેવા હેતુસર ગરીબ કલ્યાણ મેળાનું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે નવસારી જિલ્લામાં આગામી તા.૨૭મી સપ્ટેમ્બરના રોજ ધોડીયા સમાજની વાડી, સુરખાઈ, તાલુકો ચિખલી ખાતે જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવનાર છે. જેના સૂચારું આયોજન માટે નવસારી જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા અને વિવિધ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં સ્થળ બેઠક યોજાઇ હતી.  કલેક્ટરશ્રી સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ યોજનાકિય સ્ટોલ, પાર્કિંગ, જમણવારની જગ્યા, બેઠક વ્યવસ્થા સહિત સ્ટેજ વગેરેના સ્થળોની સ્વયં

ડાંગ : ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ ૨૪ થી ૨૬ જુલાઈ ડાંગ જિલ્લાની મુલાકાતે :

 ડાંગ : ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ ૨૪ થી ૨૬ જુલાઈ ડાંગ જિલ્લાની મુલાકાતે :

જાહેર હિસાબ સમિતિએ પ્રથમ દિવસે ભેંસકાત્રી, મહાલની મુલાકાત લીધી

(ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા. ૨૪:  ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ તારીખ ૨૪ જુલાઈથી ૨૬ જુલાઈ ૨૦૨૪ દરમિયાન ત્રણ દિવસ માટે ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલ છે. 

ડાંગ જિલ્લાના અભ્યાસ પ્રવાસ અર્થે પઘારેલ ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિનું વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે શ્રીઅન્ન તેમજ પુષ્પગુચ્છ વડે ભાવભીનું સ્વાગત કર્યું હતું.

ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીની આગેવાની હેઠળની સમિતિના સભ્યો ધારાસભ્ય સર્વશ્રી કાંતિ અમૃતિયા, અરવિંદ રાણા, નરેશ પટેલ, પ્રવિણ માળી, વિનેન્દ્રસિંહ ઝાલા, અમૂલ ભટ્ટ, ડો.હસમુખ પટેલ તેમજ સમિતિના સચિવ શ્રી ચેતન પંડ્યા તથા સમિતિના અધિકારીઓએ, પ્રથમ દિવસે ડાંગ જિલ્લાના ભેંસકાત્રી અને મહાલનાં પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી. 

આ પ્રંસગે ડાંગ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈ, વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક શ્રી એસ.મનીશ્વર રાજા, ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારી, દક્ષિણના નાયબ વન સંરક્ષક શ્રી રવિપ્રસાદ રાધા ક્રિષ્ણન, દક્ષિણ વન વિભાગના મદદનીશ વન સંરક્ષક શ્રી સુરેશભાઈ મીણા, ઉત્તર વન વિભાગ મદદનીશ વન સંરક્ષક શ્રી કેયુરભાઈ પટેલ,  કાલીબેલ આર.એફ.ઓ. શ્રી કે.એસ. કોંકણી તેમજ વનકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતાં. 


Comments

Popular posts from this blog

સાફલ્ય ગાથા : રાજ્ય સરકારની એક નહીં પણ પાંચ પાંચ યોજનાનો લાભ લઈ આર્થિક સમૃધ્ધિ સાધતા ધરમપુરનાં આદિવાસી ખેડૂત

સાફલ્ય ગાથા : રાજ્ય સરકારની એક નહીં પણ પાંચ પાંચ યોજનાનો લાભ લઈ આર્થિક સમૃધ્ધિ સાધતા ધરમપુરનાં આદિવાસી ખેડૂત   જંગલ અધિકાર કાયદો (એફઆરએ) -૨૦૦૬ હેઠળ દોઢ એકર જમીનનો માલિકી હક્ક મળતા ૨૦૦ કલમ અને હળદરની ખેતી શરૂ કરી  પોતાના સાથે ગામના અન્ય ખેડૂતોનું પણ સામૂહિક કલ્યાણ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. પાંચ લાખના ખર્ચે કૂવો ખોદાવી આપવામાં આવ્યો  સરકારી યોજનાથી જાગૃત ખેડૂત મણિલાલ તુંબડાએ પ્લગ નર્સરી, ટ્રેકટર, ડ્રિપ ઈરીગેશન અને મંડપ યોજનાનો પણ લાભ મેળવ્યો  આલેખનઃ જિજ્ઞેશ સોલંકી માહિતી બ્યુરોઃ વલસાડ, ૫ ઓગસ્ટ   સરકાર દ્વારા પ્રજાના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે અને પ્રજા જાગૃત હોય તો સરકારની આ કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ આર્થિક અને સામાજિક વિકાસ સરળતાથી સાધી શકે છે. જેનું ઉત્તમ દ્રષ્ટાંત વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા ધરમપુર તાલુકાના ખાંડા ગામના આદિવાસી ખેડૂતે પુરૂ પાડ્યુ છે. આ ખેડૂતે સરકારની માત્ર એક નહીં પરંતુ પાંચ પાંચ યોજનાનો લાભ લીધો છે. સાથે જ મહત્વની વાત એ છે કે કે, પોતાની સાથે પોતાના ગામના ખેડૂતોનું પણ કલ્યાણ થાય તે માટે તેઓને પણ સામૂહિક યોજનાનો લાભ પણ અપાવ્યો છે.

Valsad (Pardi) news :પારડી પાલિકા દ્વારા મતદાતા જનજાગૃતિ અભિયાન.

Valsad (Pardi) news :પારડી પાલિકા દ્વારા મતદાતા જનજાગૃતિ અભિયાન.

ડાંગ : મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સાપુતારા ખાતે નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરાયો :

ડાંગ : મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે સાપુતારા ખાતે નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરાયો : (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૪: તાજેતરમાં ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે, સાપુતારા ખાતે કાર્યરત, સ્કુલ લીડરશીપ એકેડેમી બિલ્ડિંગમાં ગાયત્રી યજ્ઞ કરી, નવિન કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રંસગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે ખુબ જ ઉપયોગી થશે. તેમણે દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી દેશનું નામ રોશન કરે એવા શુભાશિષ પાઠવ્યા હતાં.  ઉલ્લેખનીય છે કે, દીકરીઓમાં શિક્ષણ વધે તે માટે સરકારી સંસ્થા દ્વારા કન્યાઓ માટે હોસ્ટેલ ચલાવવામાં આવે છે. જેમાં ડાંગ જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ત્રણ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) કાર્યરત છે, અને ચોથી કે.જી.બી.વી સાપુતારા ખાતે શરૂ કરવામાં આવી છે. સાપુતારા ખાતે કુલ ૧૦૦ દીકરીઓની કેપેસિટી સાથેની હોસ્ટેલ બિલ્ડિંગની શરૂઆત શિક્ષણ રાજ્ય મંત્ર