માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
વલસાડની વિવિધ કોલેજોના પ્રાધ્યાપકો અને આચાર્યો માટે સ્ટોક એક્ષચેન્જ ટ્રેનિંગ પ્રોગામ સેમિનાર યોજાયો
સ્ટોક માર્કેટ એ દરેક રાષ્ટ્રની આર્થિક દ્રષ્ટિએ મહત્વની લાઈફલાઈન છેઃ આચાર્યશ્રી કોમર્સ કોલેજ
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૬ જુલાઈ
વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અર્થશાસ્ત્ર વિષયમાં રૂચિ કેળવાય અને અભ્યાસ દરમિયાન ઉપયોગી શિક્ષણ આપી શકાય તેવા શુભ આશય સાથે વલસાડની શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજ ખાતે કોલેજના પ્રોફેસરો અને આચાર્યો માટે દિલ્હી NSE (નેશનલ સ્ટોક એક્ષચેન્જ )તેમજ BSE (મુંબઈ )(બોમ્બે સ્ટોક એક્સચેન્જ ) તરફથી સ્ટોક એક્ષચેન્જ ટ્રેનિંગ પ્રોગ્રામ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
વલસાડની શાહ નરોતમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજ ખાતે તા-૦૬/૦૭/૨૦૨૪ને શનિવારે સવારે ૧૧:૦૦ થી ૦૧:૩૦ કલાકે સ્ટોક એક્ષચેન્જ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં NSE (નેશનલ સ્ટોક એક્ષચેન્જ, ન્યુ દિલ્હી) તેમજ BSE (બોમ્બે સ્ટોક એક્ષચેન્જ, મુંબઈ)ના ટ્રેનર કિશોરભાઈ જુવેકરએ હાજર રહી વિવિધ કોલેજના પ્રતિનિધિઓ પૈકી કેમ્પસમાંથી શ્રીમતી.જે.પી.શ્રોફ આર્ટસ કોલેજ, શાહ કે.એમ.લો કોલેજ, શાહ એન.એચ.કોમર્સ કોલેજ, દોલત ઉષા ઇન્સ્ટીટયુટ ઓફ અપ્લાઇડ એન્ડ ધીરુ સરલા ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમર્સ તેમજ બી.કે.એમ સાયન્સ કોલેજના ૫૦ જેટલા અધ્યાપક અને આચાર્યશ્રીઓને દોઢ કલાકની ટ્રેનિંગ આપી હતી.
આ કાર્યક્રમનું ઉદઘાટન કરનાર આચાર્યશ્રી ડૉ.ગિરીશકુમાર એન.રાણાએ જણાવ્યું કે, સ્ટોક માર્કેટ દરેક રાષ્ટ્રની આર્થિક દ્રષ્ટિએ મહત્વની લાઈફલાઈન બની રહી છે. સ્ટોક માર્કેટ ઇન્ડીયન ઈકોનોમિમાં પણ સારું મહત્વ ધરાવે છે. કાર્યક્રમને સંકલિત કરવા માટે પ્રો.એમ.જી.પટેલ, પ્રો.એમ.એ.મુલ્લા, ડૉ. મિનાક્ષી જરીવાલા પ્રો.ચિરાગ રાણા, ડૉ.પારસ શેઠ તેમજ સર્વે અધ્યાપકશ્રીઓએ પરિશ્રમ કર્યો હતો.
વલસાડની વિવિધ કોલેજોના પ્રાધ્યાપકો અને આચાર્યો માટે સ્ટોક એક્ષચેન્જ ટ્રેનિંગ પ્રોગામ સેમિનાર યોજાયો ---- સ્ટોક માર્કેટ...
Posted by INFO Valsad GOV on Saturday, July 6, 2024
Comments
Post a Comment