માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
વલસાડ જિલ્લામાં પ્રથમવાર ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રા યોગમય બની
યોગસનના રમતવીરોએ જાહેર માર્ગો પર યોગના આસનોનું નિદર્શન કરી યોગનું મહત્વ સમજાવ્યું માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૮ જુલાઈ વલસાડના છીપવાડ ખાતે સ્થિત શ્રી જગન્નાથ ભગવાનની ૨૯ મી રથયાત્રામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગમય રથયાત્રાનું આયોજન થયું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શિશપાલજી અને ખાસ ફરજ પરના અધિકારીશ્રી વેદીના માર્ગદર્શન હેઠળ વલસાડમાં યોગમય રથયાત્રાનું આયોજન ડિસ્ટ્રીક કો-ઓર્ડીનેટર નિલેશ કોશિયા દ્વારા કરવાાં આવ્યું હતું. યોગમય રથયાત્રામાં જિલ્લાના યોગ ટ્રેનર, યોગાસનના ખેલાડી અને યોગ સાધકો મોટી સંખ્યામાં જોડાયા હતા. રથયાત્રા દરમિયાન યોગના આસનનું નિદર્શન કર્યું હતું. ગુજરાતમાં દરેક રથયાત્રામાં ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા યોગમય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં પ્રથમ વખત શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રામાં સાઉથ ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડેની ઉપસ્થિતિમાં યોગ નિર્દેશન અને યોગની ઝાંખી બતાવવામાં આવી હતી. યોગાસન રમતવીર નિશિત કોસીયા, કાજલ ગુપ્તા, સેજલ ગુપ્તા, સુહાની નાયકા, યોગ ટ્રેનર કાંતિભાઈ ઠાકોર, હેમાક્ષીબેન બાગુલકર, હંસાબેન સોલંકી, જ્યોત્સનાબેન ઝાલા, જિમ્મીબેન ટંડેલ, પ્રિયંકાબેન શોભા, અનસૂયા પટેલ, શીતલબેન ભાનુશાલી, ધારાબેન શોભા, શાંતાદાસ, મીનાબેન તોલાણી તથા યોગ સાધકોએ ખુબ જ ઉત્સાહ અને આનંદ સાથે યોગ નિર્દશન કર્યું હતું, જેને નિહાળીને વલસાડની જનતાએ યોગમય રથયાત્રાને વધાવી સિગ્નેચર કરી શુભેચ્છા સાથે અભિનંદન આપ્યા હતા.વલસાડ જિલ્લામાં પ્રથમવાર ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રા યોગમય બની --- યોગસનના રમતવીરોએ જાહેર માર્ગો પર યોગના આસનોનું...
Posted by INFO Valsad GOV on Monday, July 8, 2024

Comments
Post a Comment