Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

ધરમપુર:ધરમપુર તાલુકાના સાતવાકલ ગામના ૬૫ વર્ષીય આદિવાસી ખેડૂત કાશીનાથભાઈ ઝુલીયાભાઈ માહલા વર્ષોથી પ્રાકૃતિક ખેતી અપનાવી બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન

ધરમપુર:ધરમપુર તાલુકાના સાતવાકલ ગામના ૬૫ વર્ષીય આદિવાસી ખેડૂત કાશીનાથભાઈ ઝુલીયાભાઈ માહલા વર્ષોથી પ્રાકૃતિક ખેતી અપનાવી બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન
વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીનો વધુમાં વધુ પ્રચાર થાય તેમ જ વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી ખેડૂતો અપનાવે તે માટે નિરંતર પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જેના થકી ખેડૂતોને સાચી દિશા મળી છે. આ જ દિશામાં આગળ વધતાં ધરમપુર તાલુકાના સાતવાકલ ગામના ૬૫ વર્ષીય આદિવાસી ખેડૂત કાશીનાથભાઈ ઝુલીયાભાઈ માહલા વર્ષોથી પ્રાકૃતિક ખેતી અપનાવી બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન આપી રહ્યા છે. તેઓ ઘરની ખેતીની સાથે સાથે પરિવારનું ભરણપોષણ કરવા મજૂરી કામ કરે છે. પરંતુ પ્રાકૃતિક ખેતી દ્વારા આજે પરિવાર ચલાવવું વધુ સરળ અને પરિવાર માટે સ્વાસ્થ્યદાયી બન્યું છે. કાશીનાથભાઈએ પર્યાવરણ અને સ્વાસ્થયને નુકશાન ન થાય તે હેતુથી તેમના ખેતરોમાં કોઇ પણ પાકમાં આજ સુધી રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યો નથી. માત્ર ગાય આધારિત ખેતી કરી પ્રકૃતિની સાચવણી કરી રહ્યા છે. તેમજ સરકારશ્રીની સોલાર પેનલ યોજના દ્વારા સોલાર એનર્જીથી પાણીની મોટર ચલાવી સંપૂર્ણ સોલાર આધારિત ખેતી દ્વારા દરેક પાકોનું સફળતા પૂર્વક ઉત્પાદન કરી સફળતાના માર્ગે આગળ વધી રહ્યા છે. કાશીનાથભાઈ જણાવે છે કે, વર્ષ દરમિયાન તુવેર, અડદ, ડાંગર, નાગલીની તેમજ આશરે ૧૫૦ આંબાની આંબાવાડીની ખેતી કરે છે. આ દરેક પાકોમાં પોતાની ચાર દેશી ગાય દ્વારા મળતા છાણિયા ખાતર દ્વારા જ ખેતી કરી રહ્યો છું. પાકોમાં જંતુજન્ય રોગોને અટકાવવા ગાય આધરિત જીવામૃત અને ઘનજીવામૃતનો ઉપયોગ કરૂ છું. અમુક પાકોમાં ગાયના છાણનો રગડો કરી ખાતર તરીકે ઉપયોગ કરૂ છું. દરેક પાકોમાં આજ સુધી કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યો નથી. આંબાવાડીઓમાં પણ પ્રાકૃતિક પદાર્થો સિવાય કોઈપણ પેસ્ટિસાઈડનો ઉપયોગ કર્યો નથી. ઓછું ભણેલો હોવા છતાં પણ એટલો ખ્યાલ છે કે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે. પ્રાકૃતિક ખેતી દ્વારા જ આ બંનેની સાચવણી થઈ શકે એમ છે. તેથી જ પ્રાકૃતિક ખેતી અંગે થોડો ઘણો ખ્યાલ હોવા છતાં સરકારશ્રી દ્વારા આપવામાં આવતી તાલીમ લઈને વધુ સારી રીતે પ્રાકૃતિક ખેતી કરી સફળતાપૂર્વક ઉત્પાદનો મેળવી રહ્યો છું. વધુમાં કાશીનાથભાઈએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, સરકારશ્રી દ્વારા પ્રાકૃતિક ખેતીને વધુ અસરકારક બનાવવા તેમજ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગરીબ ખેડૂતોને સબસીડી તેમજ સાધન સહાય પણ મળી રહી છે જેથી આદિવાસી વિસ્તારના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. સરકારશ્રીની સોલાર પેનલ યોજના હેઠળ સોલાર પેનલની સ્થાપના કરી છે. જેના દ્વારા સોલાર ઉર્જાથી પાણીની મોટર ચલાવું છું અને આજે પાણીની તકલીફ વિના સંપૂર્ણ સોલાર આધારિત ખેતી કરી પ્રાકૃતિક ખેત ઉત્પાદનો મેળવી રહ્યો છું. ઓછી જમીનમાં વધુ ઉત્પાદન મળે છે તેમજ ખેત પેદાશોની ગુણવત્તા પણ ખુબ જ સારી રહે છે. વર્મીકમ્પોસ્ટનો પણ ઉપયોગ કરૂ છું કારણ કે અળસિયા જમીનની ગુણવત્તા સુધારવામાં અને ફળદ્રુપતા વધારવામાં સૌથી વધુ ઉપયોગી છે

વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીનો વધુમાં વધુ પ્રચાર થાય તેમ જ વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી ખેડૂતો અપનાવે...

Posted by INFO Valsad GOV on Friday, July 5, 2024

Comments

Popular posts from this blog

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ

  જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ   માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ   વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માં પ્રવેશ મેળવવા માટે હાલ વલસાડ જિલ્લામાં રહેતા હોય અને વલસાડ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધો- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ધોરણ ૩, ૪, ૫ માં સળંગ અભ્યાસ કર્યો હોવો જોઈએ. ઓનલાઈન અરજી તા.૧૬/૦૯/૨૦૨૪ સુધી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ  www.navodaya.gov.in  પર કરી શકાશે. પ્રવેશ પરીક્ષા તા. ૧૮/૦૧/૨૦૨૫ ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧/૦૫/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૫ વચ્ચે થયેલો હોવો જોઈએ (બન્ને તારીખો સહિત). જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જ્યાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ અલગ ઉત્તમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરે છે અને રાષ્ટ્રીય એકતા માટે સ્થાળાંતર નીતિ, રમત‌-ગ...

વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો...

હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો... હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને... Posted by Gujarat Information on  Saturday, August 10, 2024

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj   @InfoNavsariGoG   @InfoGujarat   pic.twitter.com/hYBQeq6OGa — Collector & DM Navsari (@CollectorNav)  July 26, 2024