નવસારી તાલુકા પંચાયત દ્વારા પ્રાથમિક શાળાઓ માટે બે દિવસીય રમતોત્સવનું આયોજન "નવસારી તાલુકા પંચાયત દ્વારા પ્રાથમિક શાળાઓ માટે બે દિવસીય રમતોત્સવનું આયોજન કરાયું." નવસારી, 23 ડિસેમ્બર 2024 – નવસારી તાલુકા પંચાયત દ્વારા નવસારી તાલુકાની પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો માટે બે દિવસીય રમતોત્સવનું આયોજન 23 અને 24 ડિસેમ્બર, 2024ના રોજ કસ્બાપાર ક્રિકેટ મેદાનમાં કરવામાં આવ્યું છે. આ રમતોત્સવનું ઉદ્ઘાટન માનનીય નવસારી ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. ધોરણ 1 થી 5ના બાળકો માટે 100 મીટર દોડ, લીંબુ ચમચી, દેડકા દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે 100 મીટર દોડ, લાંબી કૂદ, ગોળાફેંક, ખો-ખો, કબડ્ડી અને ક્રિકેટ જેવી રમતો યોજાઈ છે. તદુપરાંત, શિક્ષકો માટે 100 મીટર દોડ, ગોળાફેંક, ચક્રફેક અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ જેવી રમતોનું આયોજન કરાયું છે. શાળા, કેન્દ્ર અને વિભાગ કક્ષાએ વિજેતા ખેલાડીઓ આગળની સ્પર્ધાઓમાં ભાગ લેશે. આ રમતોત્સવનો ઉદ્દેશ્ય બાળકોમાં શારીરિક તંદુરસ્તી અને સંસ્કારી સ્પર્ધાત્મક ભાવના વિકસાવવી છે. બાળકો...
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના કાંકરિયા લેક ખાતે સ્કેટિંગ, બોક્સિંગ અને રસ્સા ખેંચનું ડેમોન્સ્ટ્રેશન યોજાયું...
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારના રમતગમત વિભાગ અને અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના કાંકરિયા લેક ખાતે સ્કેટિંગ, બોક્સિંગ અને રસ્સા ખેંચનું ડેમોન્સ્ટ્રેશન યોજાયું...
ઉભરતા ખેલાડીઓના ઉત્સાહવર્ધન સાથે રમતગમત પ્રત્યે નાગરિકોની સહભાગિતા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ...
#CHEER4BHARAT પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારના રમતગમત વિભાગ અને અમદાવાદમાં...
Posted by Gujarat Information on Monday, July 29, 2024
Comments
Post a Comment