Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

વલસાડને હરિયાળુ બનાવવા માટે રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ગ્રીન પ્રોજેક્ટનો શુભારંભ

 વલસાડને હરિયાળુ બનાવવા માટે રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ગ્રીન પ્રોજેક્ટનો શુભારંભ 



વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતમાં કાર્બન ઉત્સર્જનમાં ૫૦ ટકા ઘટાડો કરવાનો લક્ષ્યાંક છેઃ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ 

વૃક્ષોના નિકંદનથી થતી ભયાવહ અસરો ‘‘હું વલસાડ છું’’ ભવ્ય નાટિકા દ્વારા રજૂ કરાતા સૌ દંગ રહી ગયા 

સૌ એ દીપ પ્રગટાવી વૃક્ષ ઉછેરના સંકલ્પ લીધા, વૃક્ષના ઉછેર માટે યોગદાન આપનાર દાતાઓનું સન્માન કરાયું 

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૯ જુલાઈ 

ચાલુ વર્ષે ઉનાળામાં પડેલી અસહ્ય ગરમી સામે વધુમાં વધુ વૃક્ષો રોપી તેનો ઉછેર કરવામાં આવે એવા શુભ આશય સાથે વલસાડના ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા ‘‘ગ્રીન વલસાડ’’ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ૪૦૦૦ વૃક્ષો રોપવામાં આવશે અને તેનો ઉછેર પણ કરવામાં આવશે, સમગ્ર વલસાડ માટે ઉપયોગી એવા આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમીકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ‘‘હું વલસાડ છુ’’ ભવ્ય નાટિકા નવરંગ ગૃપ દ્વારા રજૂ કરવામાં આવી હતી. જે નાટિકાએ ઉપસ્થિત તમામ લોકોને વૃક્ષના મહત્વ અંગે વિચારતા કરી દીધા હતા. 

આ પ્રંસગે રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા બાદ સોલાર પોલિસી દાખલ કરી હતી. સોલાર એ ઉર્જા ઉત્પન્ન કરવાનું મુખ્ય સાધન છે. આ સિવાય ક્લાઈમેટ ચેન્જને કંટ્રોલ કરવા માટે એક અલગ વિભાગ ઉભો કર્યો છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતમાં કાર્બન ઉત્સર્જનમાં ૫૦ ટકા ઘટાડો કરવાનો છે. સોલાર અને પવન ઉર્જામાં ગુજરાત ૨૨૦૦૦ મેગા વોટ સાથે દેશમાં પ્રથમ નંબરે છે. વૃક્ષોને કારણે જ આપણા જિલ્લામાં વધુ વરસાદ પડે છે. ઔદ્યોગિક એકમોમાં ખાસ કરીને વાપી જીઆઇડીસીમાં સૌથી વધુ વૃક્ષારોપણ થયું છે. ઉમિયા સોશિયલ ટ્રસ્ટ ૪૦૦૦ વૃક્ષ રોપી રહ્યું છે તેમાં દર વર્ષે વધારો થતો રહેશે એવી આશા રાખુ છું. 

ભારત સરકારના ખાદી કમિશનના ડિરેક્ટરશ્રી લલિતભાઈ ગુગલિયાએ જણાવ્યું કે, ઉમિયા સોશિયલ ટ્રસ્ટ એ સેવાનું મંદિર છે તેમની સેવા બિરદાવવા લાયક છે. કોરોનાકાળમાં સિવિલ હોસ્પિટલમાં ૨૩૭ મૃતદેહ ઉઠાવવા કોઈ તૈયાર ન હતું. તે સમયે ઉમિયા સોશિયલ ટ્રસ્ટે કામગીરી ઉપાડી માનવતાની મહેક પ્રસરાવી હતી. દુનિયાના અનેક દેશોની સફર કરી ત્યારે જ્યાં પણ ગયો ત્યાં ખાદીને આવકાર મળ્યો છે. હાલ ૧૧૨ દેશોમાં ખાદી ઇન્ડિયાનો લોગો રજીસ્ટર કરવાની પ્રોસેસ ચાલુ છે. ૫૬ દેશોમાં ખાદીનો લોગો રજીસ્ટર થઈ ચૂક્યો છે. વડાપ્રધાનશ્રીએ ‘‘મન કી બાત’’ માં જણાવ્યું કે, દેશમાં ખાદીએ રૂ. ૧ લાખ ૫૨ હજાર કરોડનું ટર્ન ઓવર કર્યુ છે જે આવનારા પાંચ વર્ષમાં ૨ લાખ ૨૫ હજાર કરોડ ટર્ન ઓવર કરી ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરશે. 

વલસાડના નવરંગ ગૃપના ડિરેકટરશ્રી શૈલેષભાઈ જૈને જણાવ્યું કે, ગ્રીન વલસાડનું સપનું ઉમિયા સોશિયલ ટ્રસ્ટના અશોકભાઈએ જોયું છે, આ પ્રોજેક્ટ આપણા બધાના ઉજ્જવળ ભવિષ્ય માટે છે. આપણે બધા સંકલ્પ લઈશુ તો ભાવિ પેઢી માટે આ ક્રાંતિ રંગ લાવશે. રાજસ્થાનમાં પાણીની તંગીની જે સ્થિતિ છે તેવી હાલત આપણા વલસાડમાં ન થાય તે માટે અત્યારથી જ જાગૃત થવું પડશે. 

તિથલ સ્વામીનારાયણ મંદિરના કોઠારી સ્વામી વિવેકસ્વરૂપદાસજીએ આશીર્વચન આપતા જણાવ્યું કે, વૃક્ષ વાવવા એ શુભ કાર્ય છે પણ એનું સંરક્ષણ કરવું નક્કર કાર્ય છે. જે આપણી ભાવિ પેઢીને ઉપયોગી થશે. બીજાના માટે જીવવું એ સાચું જીવન છે. એ જ મનુષ્ય જીવનની સાર્થકતા છે. સમગ્ર ગુજરાતમાં વધારેમાં વધારે વૃક્ષોની કામગીરી થતી હોય તો આપણા વલસાડ જિલ્લામાં થાય છે. વૃક્ષોનો ફેમીલી મેમ્બર તરીકે ઉછેર કરવા અપીલ કરી હતી. 

‘‘હું વલસાડ છું’’ નાટિકા દ્વારા વૃક્ષોના નિકંદનથી શું ખરાબ હાલત થાય તે અંગે હવા, પાણી, ગૌમાતા, કલરવ કરતા પક્ષીઓ, ખેડૂતો અને વૃક્ષોની દારૂણ સ્થિતિ વિવિધ પાત્રો દ્વારા નાટ્યાત્મક રૂપે રજૂ કરાઇ હતી. જેને ઉપસ્થિત સૌ એ વધાવી લઈ સૌ એ દિપ પ્રગટાવી વૃક્ષ ઉછેરના સંકલ્પ લીધા હતા. સિકલસેલમાં સંશોધન અને બ્લડ બેંકના પ્રણેતા ડો.યઝદી ઇટાલિયાનું પદ્મશ્રી એવોર્ડ બદલ સન્માન કરવામાં આવ્યું હતું. ૩ વર્ષ સુધી ૧૪૦૦ વૃક્ષના ઉછેરની જવાબદારી લેનાર દિપેશભાઈ ભાનુશાલી અને કિશોરભાઈ ભાનુશાલી તેમજ ૧૦૦૦ વૃક્ષોની જવાબદારી લેનાર વિશ્વાસભાઈ શેઠ સહિત ૧૦૦ વૃક્ષથી લઈને ૧૧ વૃક્ષોના ઉછેરની જવાબદારી લેનાર દાતાઓનું સન્માન કરાયું હતું. 

સ્વાગત પ્રવચન અને પ્રોજેક્ટની રૂપરેખા ઉમિયા સોશિયલ ટ્રસ્ટના કેપ્ટનશ્રી અશોકભાઈ પટેલે આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રિતેશભાઈ ભરૂચાએ કર્યુ હતું. જ્યારે આભારવિધિ મોનાબેન દેસાઈએ કરી હતી. 


વલસાડને હરિયાળુ બનાવવા માટે રાજ્યના નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ગ્રીન પ્રોજેક્ટનો શુભારંભ ---- વર્ષ...

Posted by INFO Valsad GOV on Monday, July 29, 2024

Comments

Popular posts from this blog

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ

  જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ   માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ   વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માં પ્રવેશ મેળવવા માટે હાલ વલસાડ જિલ્લામાં રહેતા હોય અને વલસાડ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધો- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ધોરણ ૩, ૪, ૫ માં સળંગ અભ્યાસ કર્યો હોવો જોઈએ. ઓનલાઈન અરજી તા.૧૬/૦૯/૨૦૨૪ સુધી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ  www.navodaya.gov.in  પર કરી શકાશે. પ્રવેશ પરીક્ષા તા. ૧૮/૦૧/૨૦૨૫ ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧/૦૫/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૫ વચ્ચે થયેલો હોવો જોઈએ (બન્ને તારીખો સહિત). જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જ્યાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ અલગ ઉત્તમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરે છે અને રાષ્ટ્રીય એકતા માટે સ્થાળાંતર નીતિ, રમત‌-ગ...

વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો...

હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો... હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને... Posted by Gujarat Information on  Saturday, August 10, 2024

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj   @InfoNavsariGoG   @InfoGujarat   pic.twitter.com/hYBQeq6OGa — Collector & DM Navsari (@CollectorNav)  July 26, 2024