માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
વલસાડ જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન વ્યવસ્થાની સૂચનો કડક અમલીકરણ બાબતે જાહેરનામું.
રાજ્યના વિવિધ ભાગોમાં દરિયા કિનારે તથા પાણીના ભારે વહેણ ધરાવતા કોઝ-વે, નદી, નહેર, જળાશયો તેમજ પાણીના ધોધમાં ન્હાવા જવાથી ઘણા લોકોના તણાઈ જવાથી કે ડૂબી જવાથી મૃત્યુ થવાના કિસ્સાઓ અવાર-નવાર બનતા હોય છે. હાલમાં ચોમાસાની ઋતુ હોય જિલ્લામાં પણ નદી, નાળા, કોઝ-વે વગેરે પાણીનું ભારે વહેણ ચાલુ હોય તેમજ દરિયામાં ભરતીનો સમયે ઊંચા મોજાં ઉછળતા હોય છે. આવા સમયે સામાન્ય જનતા તથા પ્રવાસીઓ પોતાનો જીવ જોખમમાં મુકી ન્હાવા જતાં હોય છે. જેના કારણે લોકોના જાનમાલને નુકશાન થાય તેવી પુરી સંભાવના હોય લોકોના જાનમાલને થતું નુકશાન અટકાવવા આવા ભયજનક સ્થળોએ પ્રતિબંધ મુકવો જરૂરી જણાતા ઈ.ચા. જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એ.આર.જ્હાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ થી મને મળેલી સત્તાની રૂએ તા.૦૩-૦૯-૨૦૨૪ સુધી નીચે મુજબના પ્રતિબંધો મુક્યા છે,
(૧) સમગ્ર વલસાડ જિલ્લામાં આવેલ તમામ નદી, નાળા નહેર, ચેકડેમ તથા તેનો નીચાણ વાળો વિસ્તાર જળાશયો, કોઝ-વે તથા નાના-મોટા ધોધ જેવા પાણીનું ભારે વહેણ ધરાવતાં ભયજનક સ્થળોએ કોઈપણ વ્યક્તિ/પ્રવાસીઓએ ન્હાવા જવા, કપડા ધોવા કે માછલી પકડવા માટે પ્રવેશ કરવો નહી તેમજ તે માટે મદદગારી કરવી નહી.
(૨) સમગ્ર વલસાડ જિલ્લામાં આવેલ તમામ દરિયા કિનારાએ ભરતીના સમયે તથા ચોમાસાની ઋતુ દરમિયાન ઊંચા મોજાં ઉછળતા હોવાથી કોઈપણ વ્યક્તિ/પ્રવાસીઓએ ન્હાવા જવા દરિયાના પાણીમાં પ્રવેશ કરવો નહી તેમજ દરિયા કિનારે જોખમી રીતે ઉભા રહેવું નહી.
(3) સમગ્ર વલસાડ જિલ્લામાં આવેલ તમામ કોઝ વે ઉપર પાણીનું વહેણ ચાલુ હોય ત્યારે કોઈ વ્યક્તિએ જાતે અથવા વાહન સાથે કોઝ-વે ઉપરથી પસાર થવું નહી.
ઉપરના તમામ ભયજનક સ્થળોએ જોખમી રીતે ઉભા રહી મોબાઈલ/કેમેરામાં ફોટા/સેલ્ફી લેવાં નહી.
આ હુકમ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તથા આપત્તિ વ્યવસ્થાપન માટે મુકાયેલ કર્મચારીઓ તથા અધિકારીશ્રીઓને લાગુ પડશે નહી. તેમજ આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કર્યે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. હુકમનો ભંગ કરનાર સામે વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટરથી નાયબ પોલીસ અધિક્ષક સુધીનો હોદ્દો ધરાવતા પોલીસ્સ અધિકારીઓને ફરિયાદ માંડવા અધિકૃત કરવામાં આવ્યા છે.
રાજ્યના વિવિધ ભાગોમાં દરિયા કિનારે તથા પાણીના ભારે વહેણ ધરાવતા કોઝ-વે, નદી, નહેર, જળાશયો તેમજ પાણીના ધોધમાં ન્હાવા જવાથી...
Posted by INFO Valsad GOV on Monday, July 8, 2024
Comments
Post a Comment