માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
વલસાડ જિલ્લામાં ફૂડ પ્રોસેસીંગના એકમો શરૂ કરવા રૂ. ૧૦ લાખ સુધીની મહત્તમ સહાય મળશે
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૮ જુલાઈ ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ ફુડ પ્રોસેસીંગ ઈન્ડસ્ટીઝ દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રી ફોર્માલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ સ્કીમ (PMFME) કાર્યરત છે. આ યોજના અંતર્ગત ખાનગી માઈક્રો ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો માટે ઉદ્યોગોદીઠ પાત્રતા ધરાવતા પ્રોજેકટ ખર્ચના ૩૫% કે રૂ.૧૦ લાખથી મહત્તમ રૂ. ૩ કરોડ સુધી સહાય મળી શકે છે. આ યોજનાની સહાયનો લાભ ખેડૂત/વ્યકિતગત ઉદ્યોગ સાહસિકો/સ્વ સહાય જુથો/સહકારી મંડળીઓ/ખેડૂત ઉત્પાદન સંગઠન (એફ.પી.ઓ.) લઈ શકે છે. આ યોજનાનો લાભ હાલના કાર્યરત પ્રોજેકટ કે નવો પ્રોજેકટ શરૂ કરવા માટે પ્રયત્નશીલ ફૂડ પ્રોસેસીંગ એકમોને વધારી પણ શકો છો અને નવા ઉદ્યોગ સાહસિકો પોતાનો નવો ઉદ્યોગ ચાલુ પણ કરી શકે છે. નાના ફુડ પ્રોસેસીંગ ઉદ્યોગો જેવા કે જામ, જેલી, વેફર, અથાણા, કેનીંગ, પલ્પીંગ, પ્યુરી, પેસ્ટ પાવડર, રેડી ટૂ સર્વ, રેડી ટૂ ડ્રીંક, પાપડ, મસાલા પ્રોસેસિંગ યુનિટ, ફ્રોજન શાકભાજી, પાપડ ખાખરા, નમકીન, બેકરી, દાળ મીલ, ચોખા મીલ, ઓઈલ મીલ, તલની ચીકી, સીંગની ચીકી, કચરીયું, પીનટ બટર, હળદર અને મરચાના મસાલા પ્રોસેસિંગ યુનિટ, ડેરી માટેના પનીર, ચીઝ, માવો, આઈસ્ક્રીમ, પાવડર, મરીન પોર્ડકટસ જેવી કે માછલીના અથાણાં, ઝીંગાના અથાણાં, ફ્રોજન,પાવડર વગેરે ઉદ્યોગોને આ યોજનામાં સામેલ કરવામાં આવ્યા છે. પ્રોજેક્ટ બનાવવાથી લઈ ઓનલાઇન રજુ કરવા સુધી દરેક તબક્કે અરજીકર્તાને મદદ માટે સરકારશ્રી દ્વારા જિલ્લા કક્ષાએ ડ્રિસ્ટ્રીકટ રિસોર્સ પર્સન (ડી.આર.પી) રાખવામાં આવ્યા છે. વલસાડ જિલ્લા માટે આ યોજનાનો લાભ લેવા માટે શંકર પ્રધાન (ડી.આર.પી), મો.નં.૭૦૪૧૦૭૫૧૭૦ નો સંપર્ક કરવો. આ યોજના અંગેની વધુ માહિતી મેળવવા માટે જિલ્લા નોડલ અધિકારીશ્રી તરીકે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, શ્રમજીવી વિદ્યામંડળ સંકુલ, પહેલો માળ, એચ.ડી.એફ.સી.બેંકની સામેની ગલીમાં, તિથલ રોડ, વલસાડ-૩૯૬૦૦૧ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે એવુ અખબારી યાદીમાં જણાવાયું છે.વલસાડ જિલ્લામાં ફૂડ પ્રોસેસીંગના એકમો શરૂ કરવા રૂ. ૧૦ લાખ સુધીની મહત્તમ સહાય મળશે માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૮ જુલાઈ...
Posted by INFO Valsad GOV on Monday, July 8, 2024
Comments
Post a Comment