માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
સુરત મહાનગરપાલીકા દ્વારા તા.૧૬ અને ૧૭મી ઓગષ્ટના વિજ્ઞાન મેળાનું આયોજન
શહેરની શાળાઓને ભાગ લેવા અનુરોધઃ
સુરત મહાનગરપાલિકા સંચાલિત સાયન્સ સેન્ટર સુરત ખાતે આગામી ૧૬ અને ૧૭ ઓગષ્ટ, ર૦ર૪ ના રોજ ''વિજ્ઞાન મેળા''નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરત શહેરની શાળાના વિદ્યાર્થીઓ સંશોધનાત્મક વિચારો સહિતના પ્રોજેકટસ સાથે વિજ્ઞાન મેળામાં ભાગ લઈ શકે છે. ''વિજ્ઞાન મેળા''ની થીમ ''વિકસીત ભારત માટેની સ્વદેશી તકનીકો'' રાખવામાં આવી છે. જેમાં (૧) માનવજાતના ઉત્થાન માટેની સ્વદેશી તકનીકો (૨) કૃષિ માટેની સ્વદેશી તકનીકો (૩) પુન:ઉપયોગી ઊર્જાસ્ત્રોતો માટેની સ્વદેશી તકનીકો (૪) આરોગ્ય સંભાળના નવીનીકરણ માટેની સ્વદેશી તકનીકો (૫) લુપ્ત થતી કળાને પુન:જાગૃત કરવા માટેની સ્વદેશી તકનીકો પાંચ વિષયોને અનુલક્ષીને પ્રોજેકટ તૈયાર કરવાના રહેશે.
વિજ્ઞાન મેળાના બે ગ્રુપ રહેશે. એક ગ્રુપમાં ધોરણ ૮,૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ અને બીજા ગ્રુપમાં ધોરણ ૧૧ અને ૧રના વિદ્યાર્થીઓ. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવનાર પ્રત્યેક પ્રોજેકટમાં ઓછામાં ઓછા ર (બે) અને વધુમાં વધુ ૪ (ચાર) વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. પ્રોજેકટ તૈયાર કરવાનો ખર્ચ જે તે શાળાએ ભોગવવાનો રહેશે. વિજ્ઞાન મેળામાં ભાગ લેવા માટેનું રજીસ્ટ્રેશન ફોર્મ સાયન્સ સેન્ટર સુરત ખાતેથી તેમજ સુરત મહાનગરપાલિકાની વેબ સાઈટ પરથી વિના મૂલ્યે મેળવી શકાશે. ફોર્મ ભરી ઓનલાઈન તથા સાયન્સ સેન્ટર સુરત ખાતે તા.૦૧/૦૮/ર૦ર૪ સુધી મોકલવાના રહેશે. વધુ માહિતી માટે sciencecentre@suratmunicipal.org / divyesh_gameti@hotmail.com પર ઇ-મેઇલ કરી શકાશે.
સુરત મહાનગરપાલીકા દ્વારા તા.૧૬ અને ૧૭મી ઓગષ્ટના વિજ્ઞાન મેળાનું આયોજન ------- શહેરની શાળાઓને ભાગ લેવા...
Posted by Information Surat GoG on Friday, July 5, 2024
Comments
Post a Comment