Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર

વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર

જિલ્લા વહીવટી તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ 

પ્રજાજનોને બિનજરૂરી બહાર ન નીકળવા કલેકટરની અપીલ 

 જિલ્લા કલેકટર અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ 

એનડીઆરએફની ટીમના ૨૮ કર્મીઓ દ્વારા નીચાણવાળા વિસ્તારની વિઝિટ લેવામાં આવી

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ જુલાઈ 

વલસાડ જિલ્લામાં તા. ૨૫ જુલાઈ સુધી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને લઇને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયુ છે. જિલ્લા કલેકટરશ્રી અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સ મળી હતી. કલેકટરે જિલ્લાની પ્રજાને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે. તેમણે નિચાણવાળા વિસ્તારમાં પણ ન જવા આમજનતાને અપીલ કરી છે.  


 જિલ્લા કલેકટરએ વધુમાં જણાવ્યું કે, જિલ્લા વહીવટી તંત્ર કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. રૂઠ લેવલ સુધી અધિકારી-કર્મચારીઓ તેમજ ગ્રામજનોને સંપર્ક સાધીને ભારે વરસાદની આગાહીથી વાકેફ કરાયા છે. અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી દેવામાં આવી છે. જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ટીમના ૨૮ કર્મીઓ દિવસ રાત નીચાણવાળા વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે. ઔરંગા નદીમાં પાણીની સપાટી વધે તો એલર્ટ સિસ્ટમ દ્વારા જાણ થતા તંત્ર દ્વારા નિચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાશે. સ્થળાંતરની પરિસ્થિતિ ઉભી થાય તે માટે સ્થળો સુનિશ્વિત કરાયા છે. 


વધુ વિગત આપતાં કલેકટરે જણાવ્યું કે, મધુબન ડેમનું રૂલ લેવલ ૭૨ મીટર છે. ડેમ ભયજનક સપાટીએ પહોંચે ત્યારે પાણી છોડવામાં આવે તો કપરાડા, વાપી અને ઉમરગામ તાલુકાના ૧૩ ગામ અસરગ્રસ્ત થાય છે. જેમાં કપરાડા તાલુકામાં મેઘવાળ, વાપી તાલુકામાં લવાછા, ડુંગરા, ચણોદ, આમધા, કુંતા અને ચંડોર જ્યારે ઉમરગામ તાલુકામાં કચીગામ, બોડીગામ, મોહનગામ, જંબુરી, અચ્છારી અને વલવાડાનો સમાવેશ થાય છે. જો અઢી લાખ કયુસેકથી વધુ પાણી છોડવામાં આવે તો ગામ લોકોને હાઈ એલર્ટ કરવામાં આવે છે. જ્યારે સાડા ત્રણ લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવે તો સ્થળાંતર કરવામાં આવે છે. હાલ મધુબન ડેમના ૧૦ દરવાજા ખુલ્લા છે. સાંજે ૫ વાગ્યે ડેમમાં ૪૨૦૮૮ કયુસેક ઈનફ્લો અને ૪૭૮૫૧ કયુસેક આઉટફલો હતું. 


તા. ૨૪ જુલાઈની રાત્રિ અને ૨૫ જુલાઈના રોજ અતિ ભારે વરસાદની આગાહી હોવાથી રેડ એલર્ટ દરમિયાન ઓવરટેપિંગના કારણે જે રસ્તા બંધ છે તેના પરથી પ્રજા અવરજવર ન કરે અને નીચાણવાળા વિસ્તારમાં ન જાય તે માટે ધ્યાન રાખવા જણાવાયું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં નાયબ માહિતી નિયામકશ્રી ઉમેશભાઈ બાવીસા, ડિઝાસ્ટર મામલતદાર નફીસાબેન શેખ, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડિસ્ટ્રીક્ટ પ્રોગામ ઓફિસર જયવીરસિંહ રાઓલ, નાયબ મામલતદાર ખ્યાતિ દેસાઈ, જિલ્લા માહિતી કચેરીની ટીમ અને જિલ્લાના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

બોક્ષ મેટર 

જિલ્લા કલેકટરશ્રી દ્વારા બહાર પડાયેલા જાહેરનામામાં કરાયેલા વિવિધ સૂચનો 

જિલ્લા કલેકટરશ્રીએ જાહેરનામામાં જણાવ્યું છે કે, (૧) સમગ્ર વલસાડ જિલ્લામાં આવેલી તમામ નદી, નાળા નહેર, ચેકડેમ તથા તેનો નીચાણ વાળો વિસ્તાર જળાશયો, કોઝ-વે તથા નાના-મોટા ધોધ જેવા પાણીનું ભારે વહેણ ધરાવતાં ભયજનક સ્થળોએ કોઈપણ વ્યક્તિ/પ્રવાસીઓએ ન્હાવા જવા, કપડા ધોવા કે માછલી પકડવા માટે પ્રવેશ કરવો નહી તેમજ તે માટે મદદગારી કરવી નહી. (૨) સમગ્ર વલસાડ જિલ્લામાં આવેલ તમામ દરિયા કિનારાએ ભરતીના સમયે તથા ચોમાસાની ઋતુ દરમિયાન ઊંચા મોજાં ઉછળતા હોવાથી કોઈપણ વ્યક્તિ/પ્રવાસીઓએ ન્હાવા જવા દરિયાના પાણીમાં પ્રવેશ કરવો નહી તેમજ દરિયા કિનારે જોખમી રીતે ઉભા રહેવું નહી. (3) સમગ્ર વલસાડ જિલ્લામાં આવેલ તમામ કોઝ વે ઉપર પાણીનું વહેણ ચાલુ હોય ત્યારે કોઈ વ્યક્તિએ જાતે અથવા વાહન સાથે કોઝ-વે ઉપરથી પસાર થવું નહી. ઉપરના તમામ ભયજનક સ્થળોએ જોખમી રીતે ઉભા રહી મોબાઈલ/કેમેરામાં ફોટા/સેલ્ફી લેવાં નહી.

Comments

Popular posts from this blog

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ

  જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ   માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ   વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માં પ્રવેશ મેળવવા માટે હાલ વલસાડ જિલ્લામાં રહેતા હોય અને વલસાડ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધો- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ધોરણ ૩, ૪, ૫ માં સળંગ અભ્યાસ કર્યો હોવો જોઈએ. ઓનલાઈન અરજી તા.૧૬/૦૯/૨૦૨૪ સુધી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ  www.navodaya.gov.in  પર કરી શકાશે. પ્રવેશ પરીક્ષા તા. ૧૮/૦૧/૨૦૨૫ ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧/૦૫/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૫ વચ્ચે થયેલો હોવો જોઈએ (બન્ને તારીખો સહિત). જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જ્યાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ અલગ ઉત્તમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરે છે અને રાષ્ટ્રીય એકતા માટે સ્થાળાંતર નીતિ, રમત‌-ગ...

વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો...

હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો... હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને... Posted by Gujarat Information on  Saturday, August 10, 2024

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj   @InfoNavsariGoG   @InfoGujarat   pic.twitter.com/hYBQeq6OGa — Collector & DM Navsari (@CollectorNav)  July 26, 2024