માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
આહવા (ડાંગ) : કન્યા કેળવણી નિધિમાં નાનકડા ડાંગ જિલ્લાનું મોટું યોગદાન
(ડાંગ માહિતી બ્યૂરો) : આહવા : તા: ૩: તાજેતરમાં જ રાજ્ય સમસ્તમાં સંપન્ન થયેલા ૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ’ નો પ્રારંભ, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે, છેવાડાના ડાંગ જિલ્લાના, છેક છેવાડે મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા બીલીઆંબા ગામેથી કરાવ્યો હતો. દરમિયાન કોઈ પણ પ્રકારના નાના-મોટા ઉઘોગ ગૃહો કે કારખાનાઓ ન હોવા છતા, ડાંગ જિલ્લા પ્રશાસનના હકારાત્મક અભિગમ અને આશય સાથે 'કન્યા કેળવણી' ના એક ઉમદા કાર્યમાં રૂ. ૧૧ લાખ જેટલી માતબર રકમનો ચેક માન.મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરી, ડાંગની ઉદાત્ત ભાવનાનો પરિચય આપ્યો હતો. બેટી બચાવો-બેટી પઢાવોના સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરતાં નાનકડા ડાંગ જિલ્લાના વહીવટી તંત્રે ‘કન્યા કેળવણી નિધિ’ માં મોટું યોગદાન પૂરું પાડ્યું છે. જે બદલ સહયોગી સૌ અધિકારીઓનો ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.કન્યા કેળવણી નિધિમાં નાનકડા ડાંગ જિલ્લાનું મોટું યોગદાન - (ડાંગ માહિતી બ્યૂરો) : આહવા : તા: ૩: તાજેતરમાં જ રાજ્ય...
Posted by Info Dang GoG on Wednesday, July 3, 2024
Comments
Post a Comment