માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
વલસાડ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની રાહબરી હેઠળ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યભરમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ઝુંબેશ ચાલી રહી છે ત્યારે વલસાડ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ ખેતર ખેતર સુધી પહોંચે અને તેનો પ્રાકૃતિક ખેતીનો પાક ઘર ઘર સુધી પહોંચે તે માટે પ્રસંશનીય કામગીરી થઈ રહી છે. જે અંતર્ગત ગત વર્ષમાં જિલ્લામાં 3196 તાલીમ કાર્યક્રમો યોજી 92326 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની માહિતી આપી ખરા અર્થમાં ખેડૂતોને "જગતના તાત" બનાવવા માટે બીડું ઝડપ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી ખેડૂતો અપનાવે તે માટે દેશી ગાય નિભાવ ખર્ચ યોજના અમલમાં છે. જે યોજના મુજબ દર મહિને એક દેશી ગાય દીઠ 900 રૂપિયા નિભાવ ખર્ચ આપવામાં આવે છે, જે સંદર્ભે વલસાડ જિલ્લામાં અંદાજિત 3000 દેશી ગાય ધરાવતા ખેડૂતોને પ્રતિમાસ 900 રૂપિયા દીઠ સહાય આપવામાં આવી રહી છે. વર્ષ 2023-24 દરમિયાન વલસાડ જિલ્લામાં 18449 ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, જેઓ તેમની અંદાજે 19277 એકર જમીનમાં હાલ પ્રાકૃતિક ખેતી કરી લોકોને ઝેર મુક્ત ધાન્ય આપવાનું પુણ્ય કાર્ય રહ્યા છે. ગત વર્ષે જિલ્લામાં 10 ગ્રામ પંચાયત દીઠ એક ક્લસ્ટર એમ કુલ 39 ક્લસ્ટર બનાવી પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી હતી, જે ચાલુ વર્ષે સૂક્ષ્મ આયોજન કરી 5 ગ્રામ પંચાયત એક ક્લસ્ટર એમ જિલ્લામાં કુલ 79 ક્લસ્ટર બનાવી પ્રાકૃતિક ખેતીની માહિતી આપવામાં આવી રહી છેદેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની રાહબરી હેઠળ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી...
Posted by INFO Valsad GOV on Wednesday, July 3, 2024

Comments
Post a Comment