Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

Darampur-Kaprada : "સ્વાવલંબન પ્રોજેકટ" હેઠળ ધરમપુર- કપરાડા તાલુકામાં આદિવાસી ખેડૂતોને ૩૦ હજાર આંબાની કલમનું વિના મુલ્યે વિતરણ

 Darampur-Kaprada : "સ્વાવલંબન પ્રોજેકટ" હેઠળ ધરમપુર- કપરાડા તાલુકામાં આદિવાસી ખેડૂતોને ૩૦ હજાર આંબાની કલમનું વિના મુલ્યે વિતરણ

ધરમપુર- કપરાડા તાલુકાના આદિવાસી ખેડૂતોનું સ્થળાંતર અટકે અને ઘર આંગણે રોજગારી મળી રહે તે માટે કારગત નીવડશે "સ્વાવલંબન પ્રોજેકટ" ---- ૩૦ હજારથી વધુ આંબા કલમનું નિઃશુલ્ક વિતરણથી જંગલો બચશે અને જમીનનું ધોવાણ અટકવાથી પર્યાવરણનું સંતુલન પણ જળવાશે ---- એક ખેડૂત દીઠ ૨૦ કલમ આપવામાં આવી રહી છે, જેના દ્વારા ૩ થી ૪ વર્ષમાં વાર્ષિક આવક શરૂ થશે ---- આલેખન: જિજ્ઞેશ સોલંકી "મનુષ્ય તુ બડા મહાન હે..." ઉક્તિને વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરીયાળ એવા ખોબા ગામના આદિવાસી યુવકે સાર્થક કરી છે. ધરમપુર અને કપરાડા તાલુકાના આદિવાસી બાંધવોનું સ્વાસ્થ્ય સારું રહે, તેઓ આર્થિક રીતે પગભર બને અને ખાસ કરીને પર્યાવરણની જાળવણી પણ થઈ શકે તે માટે જમીનનું ધોવાણ અટકાવવા અને જંગલ બચાવવા માટે આ યુવાને અભિયાન છેડયું છે. "સ્વાવલંબન પ્રોજેક્ટ" હેઠળ તેમની આ મુહિમ રંગ લાવી રહી છે અને આદિવાસી ખેડૂતોને નિઃશુલ્ક ૩૦ હજારથી વધુ આંબા કલમનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મનુષ્ય ધારે તો શું ન કરી શકે તેની મિશાલ આ આદિવાસી યુવાને આપી છે જે આજના સમયમાં યુવા પેઢી માટે પ્રેરણાદાયી કહી શકાય છે. આદિવાસી સમાજના ખેડૂતોને રોજગારી મળી રહે સાથે પર્યાવરણનું જતન પણ થાય એવા શુભ આશય સાથે સ્વાવલંબન પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. જે અંગે વિસ્તૃત વિગત આપતા નિલમભાઈ પટેલ જણાવે છે કે, ધરમપુર અને કપરાડા તાલુકામાં વનબંધુ મિત્રો પાસે જમીન ઘણી છે જેમાં ખેતી કરી ખાવા માટે અનાજ તો પકવી લે છે પરંતુ અન્ય જરૂરિયાતો જેવી કે, કપડાં ખરીદવા, બાળકોને ભણાવવા, ઘરનું સમારકામ કરવું, બિયારણ ખરીદવું, બારેમાસ પરિવારનું ગુજરાન ચલાવવું, લગ્ન પ્રસંગ કે દુઃખદ પ્રસંગ કે માંદગી સહિતના કોઈ આકસ્મિક ખર્ચ આવી પડે ત્યારે પૂરતા પૈસા હોતા નથી. જેના કારણે તેઓ પૈસા કમાવવા સ્થળાંતર કરતા હોય છે. આ સિવાય બીજો એક પ્રશ્ન જંગલનું નિકંદન અને જમીન ધોવાણનો હતો. ખેડૂતો ખેતી કરવા માટે ઢાળવાળી જમીન પર જંગલો કાપી જમીન ચોખ્ખી કરવા માંડ્યા છે. જેના કારણે ડુંગરો બોડા થતા જમીનનું ધોવાણ થઇ રહ્યું છે જેથી પર્યાવરણના સંતુલનનું જોખમ ઉભું થાય તેવી દહેશત છે. જેથી તેઓને ઘર આંગણે કેવી રીતે રોજગારી મળી રહે અને પર્યાવરણ પણ જળવાય રહે તે માટે મનોમંથન કરી "સ્વાવલંબન પ્રોજેકટ" અમલમાં મુક્યો છે. જે અંતર્ગત એક એક ખેડૂતને ૨૦ આંબા કલમ નિઃશુલ્ક આપવામાં આવી રહી છે. જેના થકી ૩ થી ૪ વર્ષે તેઓની આવક આવવાની ચાલુ થઈ જશે. અત્યારે જ કેરીની સિઝનમાં ધરમપુરના બજારમાં બે હજાર રૂપિયે મણ કેરીનો ભાવ બોલાયો હતો. એક કલમ પરથી અંદાજે પાંચ થી છ મણ કેરી આવે તો ૨૦ આંબાની કલમ પરથી કેરીના વેચાણ દ્વારા સારી એવી વાર્ષિક આવક મળવાની શરૂ થશે. તેઓને પૈસા કમાવવા માટે સ્થળાંતર કરવું પડશે નહિ અને આંબાના ઝાડના કારણે જંગલો થતા પર્યાવરણ પણ જળવાય રહેશે અને જમીનનું ધોવાણ પણ અટકશે. આ પ્રોજેકટને સાકાર કરવા આંબા કલમના રોપા વિતરણ માટે સુરતના ગોપાલ ટ્રસ્ટ અને સુરતના રોટરી ક્લબ દ્વારા સહયોગ મળ્યો હોવાનું નિલમભાઈ જણાવે છે. અમદાવાદ સ્થિત ગુજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ મેળવી ગાંધીવાદી વિચારધારાથી પ્રેરિત થયેલા વલસાડ તાલુકાના ગુંદલાવ ગામના આદિવાસી યુવક નિલમભાઈ પટેલે આદિવાસી સમાજના કલ્યાણ માટે અને ગ્રામ ઉત્થાનની પ્રવૃતિ માટે પોતાનું વતન છોડી ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખોબા ગામને જ પોતાની કર્મભૂમિ બનાવી આદિવાસી સમાજના ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કર્યુ છે. તેમણે લોકોનું મંગલ થાય તે માટે લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી છે. સંપૂર્ણ આદિવાસી ધરમપુર અને કપરાડા તાલુકામાં સેવાની ધૂણી ધખાવી ઓઝાર બેન્ક, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, હર હાથ કો રોજગાર, સમાજમાંથી કુરિવાજો નાબૂદ કરવા, ધરમપુરની ૧૧ શાળામાં શિક્ષકો રોકી શિક્ષણની જ્યોત ઝળહળતી રાખવી, છાત્રાલય ચલાવવા, દર શુક્રવારે મેડિકલ કેમ્પ, ફરતું દવાખાનું, પિંડવડ હોસ્પિટલમાં સંસ્થા તરફથી નિ: શુલ્ક એક્સરે મશીન તેમજ લેબ મશીનની સુવિધા, સરકારની વિવિધ યોજનાઓ ઘરે ઘરે પહોંચાડવા માટે ધરમપુરના ૧૦૮ ગામ અને કપરાડાના ૪૨ ગામોમાં કાર્યકરો દ્વારા ચલાવતો "માહિતી પ્રોજેક્ટ, ગૃહ ઉદ્યોગ, નર્સરી અને જળસંચય સહિત અનેક પ્રોજેકટ ઝુંબેશના ધોરણે સમાજસેવક નિલમભાઈ દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે. આમ, નિલમભાઈ જેવા નવલોહીયા યુવાધન "મનુષ્ય તું બડા મહાન હે, તેરી મુઠ્ઠીયો મેં બંધ તુફાન હે રે..." ઉક્તિને ખરા અર્થમાં સાર્થક કરી આજના યુગમાં અનેક લોકોને સમાજ સેવા કરવા માટે પ્રેરિત કરી નવી રાહ ચીંધે છે. બોક્સ મેટર કેરળમાં મસાલાની ખેતી પરથી વિચાર આવ્યો અને અમલમાં મુક્યો જમીનનું ધોવાણ અટકાવવાથી માંડીને ખેડૂતોને આવક થઈ શકે એવો વિચાર કેવી રીતે સ્ફુર્યો તે અંગે નિલમભાઈ કહે છે કે, કેરળમાં મસાલાની ખેતી જોઈ જંગલ આધારિત ખેતી આપણા વિસ્તારમાં પણ થઈ શકે એવો વિચાર આવ્યો કારણ કે, આપણા પહાડોમાં ઢોળાવવાળી જગ્યા પર ખેતી કરવામાં આવે છે અને વેલાવાળી કે શાકભાજીની ખેતી કરવા માટે જગ્યા ચોખ્ખી કરવામાં આવે છે એટલે કે જંગલ કાપવું પડે. જેનાથી જંગલોનો પણ નાશ થાય છે. ઢોળાવવાળી જગ્યામાં ખેતી કરીએ ત્યારે ખેડ કરવાથી ચોમાસા દરમિયાન લાખો ટન માટી ધોવાય ને વહી જતી હોય છે. જંગલ આધારિત ખેતીથી ફળાઉ ઝાડ આશરે ૧૦ થી ૧૫ વર્ષ સુધી રહેશે જેનાથી જંગલ જળવાશે, ઘર આંગણે આવક થશે અને માટીનું ધોવાણ પણ અટકશે. આ માટે ખેડૂતોને આંબા કલમ બાદ હવે સરગવાની સીંગ, ફણસ અને સીતાફળ સહિતના રોપાનું પણ વિતરણ કરવામાં આવશે. બોક્સ મેટર ખેડૂતોને ઘર આંગણે નર્સરી દ્વારા પણ આવક મળશે કપરાડા અને ધરમપુર તાલુકાના ખેડૂતોએ આંબા કલમ લેવા માટે અત્યાર સુધી વાંસદાના લાછકડી ગામ સુધી જવું પડતું હતું જે કપરાડાથી ૭૦ થી ૮૦ કિલોમીટર અને ધરમપુર થી ૪૫ કિલોમીટર દૂર પડે છે. ખેડૂતોને ઘર આંગણે જ કલમ મળી રહે તે માટે સિદુમ્બર ગામમાં જ નર્સરી બનાવવામાં આવી અને ૩૦ હજાર કલમ ઉછેરવામાં આવી હતી જેનું હાલ ખેડૂતોને વિતરણ કરાઈ રહ્યું છે. "સ્વાવલંબન પ્રોજેકટ" હેઠળ ભવિષ્યમાં ખેડૂતો પોતાના ઘર આંગણે જ ફળાઉ ઝાડના રોપાની નર્સરી બનાવી તેના દ્વારા પણ આવક મેળવી શકે તેવું પ્લાનિંગ કરાયું છે. જેથી ધરમપુર ખાસ કરીને આંબા કલમ માટેનું હબ બનશે.

"સ્વાવલંબન પ્રોજેકટ" હેઠળ ધરમપુર- કપરાડા તાલુકામાં આદિવાસી ખેડૂતોને ૩૦ હજાર આંબાની કલમનું વિના મુલ્યે વિતરણ ધરમપુર-...

Posted by INFO Valsad GOV on Monday, July 22, 2024

Comments

Popular posts from this blog

Tapi news: પંચોલ આશ્રમ શાળામાં ભરાય જતા છાત્રોને NDRFની ટીમ દ્વારા સલામત રીતે રેસ્ક્યું કરવામાં આવ્યા.

 Tapi news: પંચોલ આશ્રમ શાળામાં ભરાય જતા  છાત્રોને NDRFની ટીમ દ્વારા સલામત રીતે રેસ્ક્યું કરવામાં આવ્યા. તાપી જિલ્લામાં આજે સવારથી કહેર મચાવી રહેલા ભારે વરસાદના કારણે ડોલવણ તાલુકાની નાની મોટી ખાડીઓ અને ઓલણ નદીનું પાણી પંચોલ આશ્રમ શાળામાં ભરાય જતા  પંચોલ આશ્રમશાળા ખાતેથી 63 કન્યાઓ અને 224 કુમારો મળી કુલ 287 છાત્રો ને NDRF ની ટીમ દ્વારા સલામત રીતે રેસ્ક્યું કરવામાં આવ્યા હતા.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાળકોને ગડત આશ્રમશાળા ખાતે સહી સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા. તાપી જિલ્લામાં આજે સવારથી કહેર મચાવી રહેલા ભારે વરસાદના કારણે ડોલવણ તાલુકાની નાની મોટી ખાડીઓ અને ઓલણ નદીનું પાણી પંચોલ... Posted by  Info Tapi GoG  on  Monday, September 2, 2024

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામોન...