વલસાડ: બાગાયત વિભાગની સહાય યોજનાનો લાભ મેળવવા I-KHEDUT પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા બાબત
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૫ જુલાઈ
બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ ૨૦૨૪-૨૫માં બાગાયત ખાતાની વિવિધ યોજનામાં ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજી કરવા માટે I-KHEDUT પોર્ટલ તા.૧૩/૦૮/૨૦૨૪ સુધી સરકારશ્રી દ્વારા ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.
આ યોજનાઓ મુજબ (૧) શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમ”, આ યોજનાના ધારાધોરણો મુજબ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી કરતા હોય તેવા ખેડૂતને બિયારણ, પ્રાકૃતિક ઈનપુટ ખેતી ખર્ચને ધ્યાને લઈ શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પોત્સાહન મળે તે માટે મહત્તમ રૂ.૨૦,૦૦૦/ હેકટર સહાય મળવા પાત્ર (આત્મા કચેરી વલસાડ દ્વારા તૈયાર કરેલી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની યાદી/FIG માં સમાવિષ્ટ ખેડૂતને જ લાભ મળવાપાત્ર) (૨) ફળપાકોનાં જુના બગીચાઓને નવસર્જન કરવા માટેની યોજના, આંબા પાકમાં પ્રુનીગ, કટિંગ અને અપરૂટિંગ, ગેપફિલીગ અને સંકલિત રોગ જીવાત અને પોષણ વ્યવસ્થાપન પણ માટે માટે એકમ ખર્ચને ધ્યાને લઈ સામાન્ય જાતિના ખેડૂતને ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ.૪૦૦૦૦/ હેકટર- જ્યારે અનુ.જાતિ અને અનુ જનજાતિના ખેડૂતને ખર્ચના ૭૫% કે મહત્તમ રૂ.૬૦૦૦૦/હેકટર સહાય મળવાપાત્ર.
(૩) પપૈયા પાકમાં ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ. આ યોજનાના ધોરણો મુજબ પપૈયા પાકના રોપા દીઠ મહત્તમ રૂ.૫ /- સહાય ધ્યાને લઈ મહત્તમ રૂ.૧૫૦૦૦/હેકટર સહાય મળવાપાત્ર. ઉપર જણાવેલ તમામ યોજનાઓમાં સહાય લાભ લેવા માટે https://ikhedut.gujarat.gov.in વેબસાઈટ પર પોતાના ગામના ઇ-ગ્રામ સેન્ટર કે કોઇ ખાનગી ઇન્ટરનેટ ઉપરથી અથવા નાયબ બાગાયત નિયામક, વલસાડ કચેરી ખાતે સવારના ૧૧.૦૦ કલાકથી સાંજના ૫.૦૦ કલાક દરમ્યાન ૭/૧૨, ૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, જાતિનો દાખલો, બેંક ખાતાની વિગતો સાથે લઇ સંબંધિત ઘટકમાં અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ નક્લ જરૂરી સાધનિક કાગળો સાથે દિન ૧૦ માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, શ્રમજીવી વિદ્યામંડળ સંકુલ, પહેલો માળ, એચ.ડી.એફ.સી. બેંક સામેની ગલીમાં, તિથલ રોડ,વલસાડ-૩૯૬૦૦૧ ખાતે અચૂક જમા કરાવવાના રહેશે એમ નાયબ બાગાયત નિયામક, વલસાડની કચેરી દ્વારા અખબાર યાદીમાં જણાવાયુ છે.
બાગાયત વિભાગની સહાય યોજનાનો લાભ મેળવવા I-KHEDUT પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૫ જુલાઈ બાગાયતી...
Posted by INFO Valsad GOV on Friday, July 5, 2024
Comments
Post a Comment