Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

Info Valsad Gov: રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૂદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકારી સંસ્થાઓ સાથે સહકાર સમીક્ષા બેઠક યોજાઇ

 Info Valsad Gov: રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૂદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકારી સંસ્થાઓ સાથે સહકાર સમીક્ષા બેઠક યોજાઇ

સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો) અને લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયનના રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૂદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકારી સંસ્થાઓ સાથે સહકાર સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકનો મુખ્ય હેતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેબિનેટ મંત્રીશ્રી અમિતભાઈ શાહના ગામડાઓ અને ખેડૂતોને સહકારી સંસ્થાઓ સાથે સાંકળી મજબૂત બનાવવાના ધ્યેયને પૂર્ણ કરવાનો છે એમ જણાવતા રાજ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આગામી ૧૫ દિવસમાં દરેક સહકારી સંસ્થાઓના અને તેમના સભ્યોના ખાતાઓ પેક્સ (પ્રાઈમરી એગ્રિકલ્ચર ક્રેડિટ સોસાયટી) અંતર્ગત કાર્ય કરી ખોલવામાં આવે અને માત્ર ખાતા ખોલવાના જ નહી પરંતુ સંપૂર્ણ પણે ઓપરેટિવ પણ રહેવા જોઈએ. એક પણ સહકારી સંસ્થાનું ખાતું અને ફિક્સ ડિપોઝિટ ખાનગી બેંકમાં ના હોવું જોઈએ એની ચિંતા કરવી. પેક્સ અંતર્ગત દૂધ મંડળીઓમાંથી દૂધ એકત્ર કરવું અને સભ્યોને બેંકમાં પૈસા જમા કરાવવા. પંચમહાલ અને બનાસકાંઠામાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ખુબ જ સારી રીતે કાર્યો થયા છે. માઈક્રો એટીએમ, બેંક ખાતા કે કેશલેશ પેમેન્ટ પણ થઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખુબ જ સારી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. વધુમાં મંત્રીશ્રીએ સહકારી ઓડિટરોને સૂચના આપી હતી કે, જિલ્લાની દરેક સહકારી મંડળીઓની છેલ્લા પાંચ વર્ષની પાયાની તપાસ કરી ત્રણ દિવસમાં રિપોર્ટ તૈયાર કરી મોકલવો. તેમજ આ પાંચ વર્ષના ઓડિટમાં સહકારી મંડળીઓમાં જે ક્ષતિઓ રહી છે તેની યાદી, દરેક ગેરરીતી સહિત પાંચ વર્ષની યાદી ગાંધીનગર મોક્લવાની રહેશે. જેની ચકાસણી ગાંધીનગર ખાતે થઈ આગળના પગલાં ભરવામાં આવશે. વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના મૃત સભાસદોની યાદી બનાવી નામ સભાસદમાંથી કમી કરવું. દર વર્ષે આ પ્રક્રિયા ચાલું રાખવી. માત્ર પેપર પર ચાલતી મંડળીઓની યાદી બનાવી મોકલવી. જિલ્લા કક્ષાએથી રદ્દ કરવી નહી આ બાબતે ગાંધીનગરથી સીધા પગલા લેવામાં આવશે. નવી મંડળીઓની નોંધણી અંગેની જાણ ગાંધીનગર કરવી ચકાસણી બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ગામમાં એકથી વધુ મંડળી ચાલતી હોય તો તેની જાણ પણ કરવી.દરેક મંડળીના સભાસદોની યાદી મોકલવી. ધી ગુજરાત સ્ટેટ કો. ઓ. બેંક લિ. અને ધી વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો. ઓ. બેંક લિ. ને આધારકાર્ડ બનાવવાની સત્તા આપવામાં આવી છે જે અંતર્ગત પણ સમયસર કામગીરીઓ શરૂ કરી દેવી. સહકારથી સમૃદ્ધિના કાર્યક્રમો ત્રણેય જિલ્લાના દરેક તાલુકાઓમાં આગામી ૧૫ દિનમાં તાલુકા કક્ષાના કાર્યક્રમો કરવા. દરેક સહકારી ખાતાઓ ખુલી જઈ ઓપરેટિવ સ્ટેજ પર આવી જવા જોઈએ એવી મંત્રીશ્રીએ સૂચના આપી હતી. ખેડૂતો અને પશુપાલકોને RuPay કિસાન ક્રેડિટ કાર્ડ ઉપલબ્ધ કરાવી ૦% ના વ્યાજદરે ધિરાણ ઉપલબ્ધ કરાવવું, ખેડૂતો/દૂધ ઉત્પાદકો અને તેમના પરિવારના સભ્યો સહકારી બેંકમાં ખાતા ખોલાવી સહકારી બેંકોની સેવાઓ અને લોન મેળવે તેમજ ખેડૂતો /દૂધ ઉત્પાદકો ગામની મંડળી ખાતેથી જ બેન્કિંગ સેવાઓ મેળવી શકે એવી વ્યવસ્થા ઊભી કરવી, એટીએમ, માઈક્રો એટીએમ, RuPay ડેબિટ કાર્ડની સુવિધા આપવી એ આ પાયલટ પ્રોજેક્ટના મુખ્ય ઉદ્દેશ્યો છે.

સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો) અને લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી...

Posted by INFO Valsad GOV on Wednesday, July 17, 2024

Comments

Popular posts from this blog

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ

  જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ   માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ   વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માં પ્રવેશ મેળવવા માટે હાલ વલસાડ જિલ્લામાં રહેતા હોય અને વલસાડ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધો- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ધોરણ ૩, ૪, ૫ માં સળંગ અભ્યાસ કર્યો હોવો જોઈએ. ઓનલાઈન અરજી તા.૧૬/૦૯/૨૦૨૪ સુધી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ  www.navodaya.gov.in  પર કરી શકાશે. પ્રવેશ પરીક્ષા તા. ૧૮/૦૧/૨૦૨૫ ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧/૦૫/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૫ વચ્ચે થયેલો હોવો જોઈએ (બન્ને તારીખો સહિત). જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જ્યાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ અલગ ઉત્તમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરે છે અને રાષ્ટ્રીય એકતા માટે સ્થાળાંતર નીતિ, રમત‌-ગ...

વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો...

હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો... હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને... Posted by Gujarat Information on  Saturday, August 10, 2024

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj   @InfoNavsariGoG   @InfoGujarat   pic.twitter.com/hYBQeq6OGa — Collector & DM Navsari (@CollectorNav)  July 26, 2024