માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
kaparada (Valsad):કપરાડામાં મહિલા સહાયતા કેન્દ્રનું ઉદઘાટન કરાયું
.
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨ જુલાઈ
કપરાડા પોલીસ સ્ટેશન ખાતે નવા પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર)નું ઉદ્દઘાટન કપરાડા તાલુકા પંચાયતના સભ્ય સીતારામભાઈ એમ. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી શ્વેતા આર. દેસાઈ, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી કમલેશ એ. ગિરાસે, કપરાડા PSI એલ. એસ. પટેલ, કપરાડા તાલુકા પંચાયત સદસ્ય ધયત્રીબેન એ. ગાયકવાડ, બજાર સમિતિ સદસ્ય મનીષભાઈ એમ. ભરસટ, કપરાડા સરપંચ શાંતિબેન બી. મુહૂડકર, કપરાડા પોલીસ સ્ટેશન સ્ટાફ, ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન સ્ટાફ, પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર સ્ટાફ, સખી વન સ્ટોપ સેન્ટર સ્ટાફ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા.
કપરાડામાં મહિલા સહાયતા કેન્દ્રનું ઉદઘાટન કરાયું માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨ જુલાઈ કપરાડા પોલીસ સ્ટેશન ખાતે નવા પોલીસ...
Posted by INFO Valsad GOV on Tuesday, July 2, 2024
Comments
Post a Comment