માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
Saputara|Ahwa|Dang|vaghai|subir |ગુજરાતનું પ્રવાસન સૌદર્ય અને દંડકારણ્ય ભૂમિ ગિરિમથક સાપુતારા
“રીમઝીમ રીમઝીમ પાણી પડે કળમ્બ ડુંગર હેડે પાણી પડે"
“સાપુતારા મેઘ મલ્હાર પર્વ ઉજવાય ડાંગના ગિરિમથકે ખળ-ખળ ઝરણા વહ્યા કરે”
*“લીલી વનરાજી ખીલી ઉઠી ખેતરે ખેતરે હરિયાળી લહેરાય”*
ગુજરાતનું પ્રવાસન સૌદર્ય અને દંડકારણ્ય ભૂમિ ગિરિમથક સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં રીમઝીમ રીમઝીમ વરસાદી માહોલમાં મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪નું શાનદાર રીતે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે.
તા.૨૯ જુલાઇ થી ૨૮ ઓગસ્ટ સુધી એક મહિનો ચાલનારા ફેસ્ટિવલનો લોકોત્સવ અને રંગારંગ કલાકારો દ્વારા શાનદાર અને યાદગાર લોકમાનસ પટલ પર અમી છાપ છોડવામાં આવી છે. અને વરસતા વરસાદમાં યુવાનો અને પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા અને આદિજાતિ સંસ્કૃતિની એક સે બઢકર એક ઝાંખી અને ગુજરાતનો ગ્લોબલ ગરબો તથા મેર તલવાર નૃત્ય અને સીદી ધમાલ નૃત્ય આબેહૂબ અને આકર્ષણના મુખ્ય કેન્દ્રો રહ્યા હતા. અને ઉપસ્થિત જનમેધનીએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું.
ખુશનુંમા અને આહલાદક વાતાવરણમાં રીમઝીમ રીમઝીમ પાણી પડે કળમ્બ ડુંગર હેઠે પાણી પડે ગિરિમાળાના ડુંગરે -ડુંગરે વરસાદમાં ખળ-ખળ ઝરણા અને ઘસમસતી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. અને ખેતરે ખેતરે ડાંગરના પાક જાણે લીલી ચાદરની જેમ હરિયાળીથી હરી ભરી બની છે. અડાબીડ જંગલો વરસતા વરસાદથી મસ્ત બની સ્નાન કરી રહ્યા હોય તેવો માહોલ સર્જાયો છે.















Comments
Post a Comment