માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માં સીડ રીપ્લેસમેન્ટ રેટ(SRR)માં વધારો કરવા અંગેની ૧૦૦% રાજ્ય પુરષ્કૃત યોજનાને અમલમાં મુકવામાં આવી છે.
ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માં સીડ રીપ્લેસમેન્ટ રેટ(SRR)માં વધારો કરવા અંગેની ૧૦૦% રાજ્ય પુરષ્કૃત યોજનાને અમલમાં મુકવામાં આવી છે.
આયોજના અંતર્ગત ખેડૂતોને ખેતી પાકોનું ગુણવત્તાયુક્ત બિયારણ મળી રહે અને વધુ ઉત્પાદન આપતી નવી જાતો અપનાવી તેનો વ્યાપ વધે અને ઉત્પાદનમાં વધારો થાય તેમજ સીડ રીપ્લેસમેન્ટ રેટ વધે તે માટે જુદા જુદા ખેતી પાકોના પ્રમાણિત બિયારણ વિતરણ ઘટક અંતર્ગત વધુ ઉત્પાદન આપતી ૧૫ વર્ષથી ઓછી ઉંમરની જાતોમાં ફક્ત સર્ટિફાઇડ(પ્રમાણિત) જાતોના બિયારણ વિતરણ માટે સહાયથી ઉપલબ્ધ કરવામાં આવે છે.
આ યોજના અંતર્ગત વલસાડ જિલ્લાના ખેડૂતો પણ ડાંગર બિયારણ એટસોર્સ સહાય દરે (ખેડૂતોને સબસીડીની રકમ બાદ કર્યા બાદ જ કિંમત ભરવાની રહેશે)થી વધુમાં વધુ ૨ હેકટર ની મર્યાદામાં મેળવી શકશે. સહાયના ધોરણો અનુસાર ડાંગર (જાત: GAR-13, GNR-3, GR-17 વગેરે) બિયારણની કિંમતના ૫૦% પ્રતિ કિગ્રા, વધુમાં વધુ રૂ.૨૦/- પ્રતિ કિલોગ્રામ બિયારણ મળવાપાત્ર રહેશે. બિયારણનો દર હેક્ટરે ૨૫ કિલોગ્રામ રહેશે. જિલ્લાના ખેડૂતો પોતાની નજીકના ગુજરાત રાજ્ય બીજ નિગમ લિ.ના અધિકૃત ડીલર, ગુજકોમાસોલના અધિકૃત ડીલર અને નેશનલ સીડ કોર્પોરેશનના અધિકૃત ડીલર પાસેથી સહાય દરે બિયારણ મેળવી શકશે.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી(ખેતી)/ મદદનીશ ખેતી નિયામક(તા.મુ.) તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે.
ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માં સીડ રીપ્લેસમેન્ટ રેટ(SRR)માં વધારો કરવા અંગેની ૧૦૦% રાજ્ય પુરષ્કૃત યોજનાને અમલમાં...
Posted by INFO Valsad GOV on Monday, July 1, 2024
Comments
Post a Comment