માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
Surat:માંગરોળ તાલુકાના આસરમા ગામે પ્રાકૃતિક ખેતી વિશે તાલીમ શિબિર યોજાઈઃ
ખેડુતોને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે કરાયો અનુરોધઃ
માંગરોળના આસરમા ગામે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં આત્માના પ્રોજેકટ ડાયરેકટરશ્રી એન.જી.ગામીતે જણાવ્યું હતું કે, ખેડુતો રસાયણમુકત અને પરંપરાગત ખેત પધ્ધતિ છે. જેમાં પાક ઉત્પાદકતામાં વધારો થાય છે અને પાણી અને હવાની ગુણવત્તામાં સુધારો થાય છે. આ પધ્ધતિ જે ખેડુતો અપનાવે તેઓને રાજય સરકાર દ્વારા કલ્યાણકારી યોજનાઓની સહાય પણ આપવામાં આવતી હોવાની વિગતો તેમણે આપી હતી. આ અવસરે ખેતીવાડી વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું.
માંગરોળ તાલુકાના આસરમા ગામે પ્રાકૃતિક ખેતી વિશે તાલીમ શિબિર યોજાઈઃ -------- ખેડુતોને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી અપનાવવા...
Posted by Information Surat GoG on Friday, July 5, 2024
Comments
Post a Comment