માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
ખેરગામ જનતા માઘ્યમિક શાળા ખાતે ખેરગામ તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ 2024-2025 ઉજવાયો. કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી તથા જનતા માધ્યમિક શાળા ખેરગામના સહયોગથી ખેરગામ તાલુકા કક્ષાનું યુવા મહોત્સવ 2024 -25 નું આયોજન તારીખ 29/ 8/2024 ને ગુરૂવારના રોજ જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સમારંભના અધ્યક્ષ તરીકે ખેરગામ તાલુકાના મામલતદાર શ્રી દલપતભાઈ ઉપસ્થિત રહ્યા હતા, શાળાનું સંચાલક મંડળ પ્રમુખશ્રી અરવિંદભાઈ, ચેરમેનશ્રી પ્રશાંતભાઈ,કોષાધ્યક્ષ જગદીશભાઈ કારોબારી સભ્ય હર્ષદભાઈ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર સ્પર્ધામાં ખેરગામ તાલુકાની વિવિધ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સમૂહ ગીત, લોકગીત,ચિત્રકલા જેવી સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમજ તમામ સ્પર્ધાઓમાં પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી જિલ્લા કક્ષાએથી ઉમેશ મહેતા, નિલેશ પટેલ અને લલિત પટેલ નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા.તમામ સ્પર્ધાઓમાં જે વિદ્યાર્થ...