માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
વલસાડ જિલ્લા નાયબ માહિતી નિયામક તરીકે સુશ્રી ભાવનાબેન વસાવાએ વિધિવત ચાર્જ સંભાળ્યો
ટીમ વર્ક દ્વારા રાજ્ય સરકારની યોજના અને કામગીરીનો લોકો સુધી પ્રચાર પ્રસાર કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો
----
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૯ ઓગસ્ટ
રાજય સરકારની માહિતી નિયામક કચેરી હસ્તક વિવિધ જિલ્લાઓમાં નાયબ માહિતી નિયામકશ્રી વર્ગ – ૧ તરીકે ફરજ બજાવતા અધિકારીશ્રીઓની બદલીના હુકમ માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં વલસાડ જિલ્લા માહિતી કચેરીમાં નાયબ માહિતી નિયામક તરીકે ભરૂચથી સુશ્રી ભાવનાબેન વસાવાની બદલી થતા તેઓશ્રીએ તા. ૯ ઓગસ્ટ ૨૦૨૪ને શુક્રવારે વિધિવત ચાર્જ સંભાળી લીધો હતો.
વલસાડ જિલ્લા માહિતી કચેરીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા નાયબ માહિતી નિયામક સુશ્રી ભાવનાબેન વસાવાનું પુષ્પગુચ્છ સાથે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ માહિતી નિયામક સુશ્રી વસાવાએ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને કામગીરીનો પ્રચાર પ્રસાર છેવાડાના લોકો સુધી સુદઢ રીતે થઈ શકે અને ટીમ વર્કથી વલસાડ જિલ્લા માહિતી કચેરી દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. છેલ્લા બે વર્ષ અને બે મહિના સુધી વલસાડ જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકનો ચાર્જ સંભાળનાર નવસારીના સહાયક માહિતી નિયામકશ્રી યજ્ઞેશભાઈ ગોસાઈએ સૌ સાથી કર્મચારીઓનો પરિચય કરાવી વલસાડ માહિતી કચેરી સાથે કામ કરવાના સંસ્મરણો વાગોળી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
-૦૦૦-

Comments
Post a Comment