Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

વલસાડ જિલ્લા યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ- ૨૦૨૪ યોજાઈ

વલસાડ જિલ્લા યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ- ૨૦૨૪ યોજાઈ



વિજેતા ખેલાડીઓ રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે

----

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૦ ઓગસ્ટ 

     ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી ઉમંગ ડોનના માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાની યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન થઈ રહ્યું છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ વલસાડ તાલુકાના નંદાવલા ગામમાં હાઈવે સ્થિત મા રિસોર્ટમાં જિલ્લા કો-ઓર્ડીનેટર પૂનમબેન બોડાવાળા અને જોઈન્ટ કો-ઓર્ડીનેટર નિલેશ કોશિયા દ્વારા જિલ્લા કક્ષાની યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. 

       યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડ તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન આશિષભાઈ ગોહિલ, સમાજસેવક તેમજ રમત ગમતના પ્રમોટર અને રણભૂમિના પ્રતિનિધિ તથા ધારાશાસ્ત્રી કેયુરભાઈ પટેલ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સાઉથ ઝોન કો- ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડે, દક્ષિણ ગુજરાત મહિલા પતંજલિ યોગ સમિતિના અધ્યક્ષ તનુજાબેન આર્ય, જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના માજી અધ્યક્ષ ધવલભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય અનિતાબેન પટેલ, સરોધી ગ્રામ પંચાયતના સરપંચ ગીરીશભાઈ પટેલ, લીલાપોરના સરપંચ મનોજભાઈ આહીર અને કેવાડાના સરપંચ નિલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. 

આ પ્રસંગે વલસાડ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન આશિષભાઈ ગોહિલ દ્વારા ઉત્સાહપ્રેરક ઉદબોધન કરવામાં આવ્યું હતું. ધારાશાસ્ત્રી કેયુરભાઈ પટેલ દ્વારા ખેલાડીઓને સહયોગ આપવા જણાવ્યું હતું. સાઉથ ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડે દ્વારા યોગાસન સ્પોર્ટ્સના ત્રીજા વર્ષે સફળ આયોજન માટે કો-ઓર્ડીનેટર નિલેશ કોશિયા અને પૂનમબેન બોડાવાળાને અભિનંદન પાઠવ્યા હતા. 

           યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં સબ-જુનિયર, જુનિયર, સિનિયર, સિનિયર A.B.C વય જૂથ પ્રમાણે ટ્રેડિશનલ ઇવેન્ટ, આર્ટિસ્ટિક સોલો, આર્ટિસ્ટિક પેર, રીધમિક પેર જેવી વિવિધ ઇવેન્ટની સ્પર્ધા યોજાઇ હતી, જેમાં વિજેતા થયેલા ખેલાડીને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલથી સન્માનિત કરી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલા ખેલાડીને રાજ્ય કક્ષાની હરીફાઈમાં ભાગ લેવાની તક મળશે. 

        સ્પર્ધાને સફળ બનાવવા માટે સોનલ પટેલ, આનંદ પટેલ, ચિત્રાંગી ભટ્ટ, રાધા જોશી, છાયા પારેખ, શીતલ ત્રિગોત્રા, પલ્લવી ખત્રી, વિજીતા ટંડેલ, સુહાની નાયક, કાજલ ગુપ્તા, સેજલ ગુપ્તા, નિશિત કોસીયા, વિપુલ આહીર, જીતેન્દ્ર રાઠોડ, મયંક ટંડેલ, ચિસિલ કોલી, શીતલ પાનવાલા, પારુલ પલસાણીયા, નિશા ગજ્જર અને સ્વાતિ જાનીનો સહયોગ રહ્યો હતો. આભારવિધિ નિલેશ કોસિયાએ આભાર માન્યો હતો.

વલસાડ જિલ્લા યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ- ૨૦૨૪ યોજાઈ ---- વિજેતા ખેલાડીઓ રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે ---- માહિતી બ્યુરોઃ...

Posted by INFO Valsad GOV on Tuesday, August 20, 2024

Comments

Popular posts from this blog

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ

  જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ   માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ   વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માં પ્રવેશ મેળવવા માટે હાલ વલસાડ જિલ્લામાં રહેતા હોય અને વલસાડ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધો- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ધોરણ ૩, ૪, ૫ માં સળંગ અભ્યાસ કર્યો હોવો જોઈએ. ઓનલાઈન અરજી તા.૧૬/૦૯/૨૦૨૪ સુધી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ  www.navodaya.gov.in  પર કરી શકાશે. પ્રવેશ પરીક્ષા તા. ૧૮/૦૧/૨૦૨૫ ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧/૦૫/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૫ વચ્ચે થયેલો હોવો જોઈએ (બન્ને તારીખો સહિત). જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જ્યાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ અલગ ઉત્તમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરે છે અને રાષ્ટ્રીય એકતા માટે સ્થાળાંતર નીતિ, રમત‌-ગ...

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj   @InfoNavsariGoG   @InfoGujarat   pic.twitter.com/hYBQeq6OGa — Collector & DM Navsari (@CollectorNav)  July 26, 2024

વલસાડના અટારની પી.કે.ડી. વિદ્યાલયમાં અંડર ૧૪,૧૭,૧૯ ની તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ

વલસાડના અટારની પી.કે.ડી. વિદ્યાલયમાં અંડર ૧૪,૧૭,૧૯ ની તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ  માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧ ઓગસ્ટ  વલસાડ તાલુકાના અટાર ગામમાં નવસર્જન કેળવણી મંડળ સંચાલિત પી.કે.ડી વિદ્યાલયમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત વલસાડ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સંચાલિત SGFI ( સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા) શાળાકીય અંડર ૧૪,૧૭,૧૯ તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવી હતી.  વલસાડ તાલુકાની વિવિધ શાળાએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ૨૭ બોયઝ અને ૧૩ ગર્લ્સ ટીમનો સમાવેશ થાય છે. પી.કે.ડી. વિદ્યાલયના પ્રાર્થના હોલમાં ઉદઘાટન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં નવસર્જન કેળવણી મંડળના મંત્રી ડૉ. દિપકભાઈ દેસાઈ, ઉપપ્રમુખ બળવંતરાય ગજધર, ઇનરવીલ ક્લબના પ્રેસિડેન્ટ મનિષાબેન દેસાઈ, કમિટી સભ્ય મુકેશભાઈ હરિયાવાલા, સ્પર્ધાના કન્વીનર જગદીશભાઈ અને ધનસુખભાઈ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય જિતેન્દ્ર ટંડેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના કન્વીનર જગદીશભાઈએ સ્પર્ધકોને નિયમોની જાણકારી આપી હતી. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ શાળાના શિક્ષક નિનાદ રાઠોડ...