Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની અરૂણોદય સાર્વજનિક હાઈસ્કુલ ખાતે વિધાનસભાના મુખ્ય નાયબ દંડકશ્રી વિજયભાઈ પટેલની અધ્‍યક્ષતામાં આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની અરૂણોદય સાર્વજનિક હાઈસ્કુલ ખાતે વિધાનસભાના મુખ્ય નાયબ દંડકશ્રી વિજયભાઈ પટેલની અધ્‍યક્ષતામાં આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની અરૂણોદય સાર્વજનિક હાઈસ્કુલ ખાતે વિધાનસભાના મુખ્ય નાયબ દંડકશ્રી વિજયભાઈ પટેલની અધ્‍યક્ષતામાં આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો શુભારંભ આદિવાસી કૂળદેવી કનસેરી માતા, ભારતમાતા, આદિવાસી દેવીદેવતાઓ અને ભગવાન બિરસામુંડાની પુજા-અર્ચના અને પુષ્પ અર્પણ કરી કરવામાં આવ્‍યો હતો. આદિવાસીઓ પ્રકૃતિ પૂજક છે. આ વારસાને અને પ્રકૃતિની જાળવણી કરવાની જવાબદારી આદિવાસીઓની છે એમ જણાવતા નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલે કહ્યું હતું કે પ્રકૃતિનું માનવીના જીવનમાં અમુલ્ય યોગદાન છે તેથી આપણે તેના ઋણી છીએ. સમગ્ર વિશ્વમાં વસતા આદિવાસીઓ માટે તેમનો વારસો, સંસ્‍કૃતિ, ભાષા, અધિકારો માટે સંકલ્પબદ્ધ થવાનો અને ભગવાન બિરસામુંડા સહિત હજારો આદિવાસીઓના બલિદાનને ગર્વપૂર્વક યાદ કરવાનો દિવસ છે. દેશની સેવામાં આદિવાસીઓનો ઇતિહાસ અત્યંત ગૌરવશાળી છે .આદિવાસીઓના બલિદાનો અવિસ્મરણીય છે. બુદ્ધિશાળી આદિવાસી પૂર્વજોએ જીવન જરૂરિયાતના વપરાશની વસ્તુઓમાંથી વાંજિત્રો બનાવ્યા છે. તેને બજારમાં લેવા જવા નથી પડતાં. આપણને આપણી સંસ્કૃતિ માટે ગૌરવ થવું જોઈએ કારણ કે આદિવાસીઓનો પ્રકૃતિ સાથે ઘરોબો નાતો છે. પ્રકૃતિ અને સંસ્કૃતિ એકબીજાના પૂરક છે. આપણી સંસ્કૃતિ છોડમાં રણછોડના દર્શન કરવાની છે. સમાજ માટે સ્વાભિમાન હોય તો સમાજ માટે કંઇ કરી શકાય છે. દરેકે સમાજ માટે પોતાનાથી બનતું યોગદાન આપવું જોઈએ. વધુમાં તેમણે, ડો. બાબા સાહેબ આંબેડકરને બંધારણીય હક અપાવવા બદલ યાદ કર્યા હતા અને તેમના યોગદાનને બિરદાવ્યું હતું. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય અને રાજ્‍યના વિકાસમાં આદિવાસી સમાજ અભૂતપૂર્વ યોગદાન આપે તે હેતુસર વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી હતી. જેના કારણે આજે આદિવાસી પટ્ટાઓમાં રસ્તા, પાણી, શિક્ષણ, આરોગ્ય અને બીજી વિવિધ સુવિધાઓ પહોંચી છે. આ અવસરે મુખ્ય નાયબ દંડકશ્રી અને મહાનુભાવોના હસ્‍તે વ્યક્તિગત યોજનાના લાભાર્થીઓને દૂધાળા પશુ સહાય – મુખ્યમંત્રી આદિમજુથ સર્વાંગી ઉત્કર્ષ યોજના, ડિ – સેગ શાખા હેઠળ મીની ટ્રેક્ટર યોજના, સ્માર્ટ ફોન સહાય યોજના, વ્યક્તિગત ધોરણે મકાન સહાય યોજના, કુંવરબાઈનું મામેરૂ, એસેટ સિલાઈ મશીન, આયુષ્યમાન કાર્ડ, પ્રધાનમંત્રી જનમન આવાસ યોજના અને વન અધિકાર અધિનિયમ હેઠળ જંગલની જમીનના હક્ક પત્રકો, ચાવી, આદેશપત્ર, મંજૂરી પત્ર, સહાય પ્રમાણપત્ર, પેમેન્ટ હુકમ, ઈ-પેમેન્ટ મંજૂરી હુકમ, કાર્ડ અને ચેકનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. કપરાડા તાલુકાના હળપતિ આવાસા યોજના, કિચન શેડ, ટોયલેટ બ્લોક, સ્મશાનભૂમિ, કુવા, પાઈપલાઈન, ઉદવહન સિંચાઈ, ચેકડેમ કમ કોઝવે અને આંગણવાડીના રૂ. ૨૭.૨૫ કરોડના કુલ ૧૭૬ વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. સાથે સાથે તેજસ્‍વી વિદ્યાર્થીઓ, ખેલાડીઓ, શ્રેષ્‍ઠ પશુપાલકો, ખેડૂતો અને ઉચ્ચ પ્રદર્શન કરનાર શાળાઓનું સન્‍માન પણ કરાયું હતું. કપરાડા ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીએ વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી આ દિવસની ઉજવણીનું મહત્વ સમજાવતું પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. શાળાની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત અને નૃત્ય રજૂ કર્યું હતું તો વિદ્યાથીઓએ પરંપરાગત આદિવાસી વેશભૂષામાં આદિવાસીઓની વિભિન્ન લોક સંસ્કૃતિક દર્શાવતું કરતું લોકનૃત્ય રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની અરૂણોદય સાર્વજનિક હાઈસ્કુલ ખાતે વિધાનસભાના મુખ્ય નાયબ દંડકશ્રી વિજયભાઈ પટેલની...

Posted by INFO Valsad GOV on Friday, August 9, 2024

Comments

Popular posts from this blog

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ

  જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ   માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ   વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માં પ્રવેશ મેળવવા માટે હાલ વલસાડ જિલ્લામાં રહેતા હોય અને વલસાડ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધો- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ધોરણ ૩, ૪, ૫ માં સળંગ અભ્યાસ કર્યો હોવો જોઈએ. ઓનલાઈન અરજી તા.૧૬/૦૯/૨૦૨૪ સુધી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ  www.navodaya.gov.in  પર કરી શકાશે. પ્રવેશ પરીક્ષા તા. ૧૮/૦૧/૨૦૨૫ ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧/૦૫/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૫ વચ્ચે થયેલો હોવો જોઈએ (બન્ને તારીખો સહિત). જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જ્યાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ અલગ ઉત્તમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરે છે અને રાષ્ટ્રીય એકતા માટે સ્થાળાંતર નીતિ, રમત‌-ગ...

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj   @InfoNavsariGoG   @InfoGujarat   pic.twitter.com/hYBQeq6OGa — Collector & DM Navsari (@CollectorNav)  July 26, 2024

વલસાડના અટારની પી.કે.ડી. વિદ્યાલયમાં અંડર ૧૪,૧૭,૧૯ ની તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ

વલસાડના અટારની પી.કે.ડી. વિદ્યાલયમાં અંડર ૧૪,૧૭,૧૯ ની તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ  માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧ ઓગસ્ટ  વલસાડ તાલુકાના અટાર ગામમાં નવસર્જન કેળવણી મંડળ સંચાલિત પી.કે.ડી વિદ્યાલયમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત વલસાડ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સંચાલિત SGFI ( સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા) શાળાકીય અંડર ૧૪,૧૭,૧૯ તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવી હતી.  વલસાડ તાલુકાની વિવિધ શાળાએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ૨૭ બોયઝ અને ૧૩ ગર્લ્સ ટીમનો સમાવેશ થાય છે. પી.કે.ડી. વિદ્યાલયના પ્રાર્થના હોલમાં ઉદઘાટન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં નવસર્જન કેળવણી મંડળના મંત્રી ડૉ. દિપકભાઈ દેસાઈ, ઉપપ્રમુખ બળવંતરાય ગજધર, ઇનરવીલ ક્લબના પ્રેસિડેન્ટ મનિષાબેન દેસાઈ, કમિટી સભ્ય મુકેશભાઈ હરિયાવાલા, સ્પર્ધાના કન્વીનર જગદીશભાઈ અને ધનસુખભાઈ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય જિતેન્દ્ર ટંડેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના કન્વીનર જગદીશભાઈએ સ્પર્ધકોને નિયમોની જાણકારી આપી હતી. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ શાળાના શિક્ષક નિનાદ રાઠોડ...