Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

વલસાડ તિથલ સ્વામિનારાયણ મંદિરે “આઝાદી કે રંગ, યોગ કે સંગ” થીમ સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ

વલસાડ તિથલ સ્વામિનારાયણ મંદિરે “આઝાદી કે રંગ, યોગ કે સંગ” થીમ સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ 

મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓએ વિવિધ આસન, ધ્યાન અને પ્રાણાયામ કરી તિરંગાને સલામી આપી


માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ 

સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે “આઝાદી કે રંગ યોગ કે સંગ” થીમ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાતના દરેક  જિલ્લાઓમાં યોગ શિબિર દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે વલસાડના તિથલ ખાતે સ્વામિનારાયણ મંદિરના ડોમમાં જિલ્લા કક્ષાની યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકોએ આ યોગ શિબિરનો લાભ લીધો હતો. 

   વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ તથા ભીડભંજન મહાદેવ મંદિરના ટ્રસ્ટીશ્રી શિવજી મહારાજ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી યોગ શિબિરનો શુભારંભ કકાવ્યો હતો. શિવજી મહારાજ દ્વારા યોગ પરિવારને શુભકામનાઓ સાથે આશીર્વાદ આપવામાં આવ્યા હતા, જ્યારે ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસથી યોગનો પ્રચાર અને વિસ્તાર થયો, યોગને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડ્યો છે ત્યારે સ્વાતંત્ર્ય પર્વને પણ યોગ દ્વારા મનાવવાની નવી પહેલને આવકારી ગુજરાત રાજ્ય યોગ બોર્ડને શુભકામનાઓ પાઠવી હતી. 

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વલસાડ ડિસ્ટ્રિક્ટ કો- ઓર્ડિનેટર નિલેશભાઈ કોસીયા દ્વારા આયોજિત આ યોગ શિબિરમાં બોર્ડના ઝોન કો- ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે દ્વારા પ્રાર્થના, ધ્યાન અને પ્રાણાયામ કરવામાં આવ્યા હતા. યોગ અભ્યાસમાં યોગીક જોગિંગ, આસન અને સૂર્ય નમસ્કાર ડિસ્ટ્રિક્ટ કો- ઓર્ડિનેટર નિલેશ કોશિયા દ્વારા કરાવવામાં આવ્યા હતા. 


સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં કોઠારી સ્વામીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો અને યોગ બોર્ડના યોગ પરિવારજનો જોડાયા હતા. રાષ્ટ્રીય નારા અને રાષ્ટ્રીય ગીત સાથે વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. આભારવિધિ ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર નિલેશ કોશિયાએ કરી હતી. યોગ શિબિરને સફળ બનાવવા યોગ કોચ શીતલ ત્રિગોત્રા, દક્ષા રાઠોડ, શિવમ ગુપ્તા, મનિષા ઠાકોર, જાગૃતી દેસાઈ, પ્રીતિ વૈષ્ણવ, માયા ઘોદગે અને તનુજા આર્યએ સહયોગ આપ્યો હતો. યોગ બોર્ડના યોગ ટ્રેનર કાંતિભાઈ ઠાકોરે શિબિરને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. 

Comments

Popular posts from this blog

Khergam:ખેરગામના રામજી મંદિર ખાતે દશેરાનો મેળો ભરાયો.

Khergam:ખેરગામના રામજી મંદિર ખાતે દશેરાનો મેળો ભરાયો. તારીખ : 12-10-2024નાં દિને ખેરગામના રામજી મંદિરના પટાંગણમાં પરંપરાગત દશેરા નિમિત્તે રામજી મંદિર ટ્રસ્ટ અને જાયન્ટ ગ્રુપ ઓફ ખેરગામ દ્વારા વિશેષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.             જેમાં મંદિરના દર્શનની સાથે આસપાસના વિસ્તારના હજારો લોકોએ મેળાનો લાભ લીધો હતો. જેમાં રાવણપૂતળાં દહન વલસાડ પત્રકાર વેલફેર એસોસિયેશનના પ્રમુખશ્રી હર્ષદભાઇ આહીર દ્વારા કરવામાં આવ્યું હતું.                     હર્ષદભાઈ આહીર દ્વારા  સૌપ્રથમ માતાજીની આરતીનો લાભ લઈ રાવણનાં પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.ત્યારે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. જેમાં રામજી મંદિર ટ્રસ્ટના આગેવાનો અને જાયન્ટ ગ્રુપ ઓફ ખેરગામ યુવાનોના સહકારથી સમગ્ર આયોજન સફળ થયું હતું.                  આ પ્રસંગે રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા નોરતા અને રાવણ દહન કાર્યક્રમ સુધી નવ દિવસ સુધી ખડેપગે  ફરજ બજાવનાર ખેરગામ PSI ગામીત સાહેબ અને પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કરવા...

વલસાડના અટારની પી.કે.ડી. વિદ્યાલયમાં અંડર ૧૪,૧૭,૧૯ ની તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ

વલસાડના અટારની પી.કે.ડી. વિદ્યાલયમાં અંડર ૧૪,૧૭,૧૯ ની તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ  માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧ ઓગસ્ટ  વલસાડ તાલુકાના અટાર ગામમાં નવસર્જન કેળવણી મંડળ સંચાલિત પી.કે.ડી વિદ્યાલયમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત વલસાડ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સંચાલિત SGFI ( સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા) શાળાકીય અંડર ૧૪,૧૭,૧૯ તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવી હતી.  વલસાડ તાલુકાની વિવિધ શાળાએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ૨૭ બોયઝ અને ૧૩ ગર્લ્સ ટીમનો સમાવેશ થાય છે. પી.કે.ડી. વિદ્યાલયના પ્રાર્થના હોલમાં ઉદઘાટન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં નવસર્જન કેળવણી મંડળના મંત્રી ડૉ. દિપકભાઈ દેસાઈ, ઉપપ્રમુખ બળવંતરાય ગજધર, ઇનરવીલ ક્લબના પ્રેસિડેન્ટ મનિષાબેન દેસાઈ, કમિટી સભ્ય મુકેશભાઈ હરિયાવાલા, સ્પર્ધાના કન્વીનર જગદીશભાઈ અને ધનસુખભાઈ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય જિતેન્દ્ર ટંડેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના કન્વીનર જગદીશભાઈએ સ્પર્ધકોને નિયમોની જાણકારી આપી હતી. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ શાળાના શિક્ષક નિનાદ રાઠોડ...

શિક્ષિત ગુજરાત, દીક્ષિત ગુજરાત : રંગપુર પ્રાથમિક શાળા તા. વાંસદા જિ.નવસારી

 શિક્ષિત ગુજરાત, દીક્ષિત ગુજરાત : રંગપુર પ્રાથમિક શાળા તા. વાંસદા જિ.નવસારી #DrKuberDindor #GujaratEducation #ShalaPraveshotsav #Education #SchoolEducation  #Gujarat #GujaratModel