Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

Dharampur |Valsad: ધરમપરના રાજચંદ્ર આશ્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યકક્ષાની ત્રિ દિવસીય નિવાસી શિબિર યોજાઈ

Dharampur |Valsad: ધરમપરના રાજચંદ્ર આશ્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યકક્ષાની ત્રિ દિવસીય નિવાસી શિબિર યોજાઈ 

રાજ્યભરના ૧૦૦૦ થી વધુ યોગ ટ્રેનર અને યોગ કોચએ યોગ પ્રશિક્ષણ મેળવ્યું 

અત્યાર સુધી એક લાખ ઉપરાંત યોગ શિક્ષકોએ પ્રશિક્ષણ મેળવ્યુ, આગામી દિવસોમાં ૧૦ લાખ યોગ પ્રચારક અને યોગ શિક્ષકો તૈયાર કરાશે 

કેન્સર, ડાયાબિટીસ, સ્થૂળતા, માનસિક તનાવ, હતાશા અને અનુવાંશિક રોગનો સચોટ ઉપાય યોગનો માર્ગ છેઃ બોર્ડ ચેરમેન શીશપાલજી 

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧ ઓગસ્ટ 

ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશન ખાતે રાજયના યોગ ટ્રેનરો અને યોગ કોચની ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી. રાજ્યભરના ૧૦૦૦ થી વધુ યોગ ટ્રેનર અને યોગ કોચ એ આ શિબિરનો લાભ લઈ યોગનું શિક્ષણ મેળવ્યું હતું. આ શિબિરમાં વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ અને ધાંગધ્રા મતવિસ્તારના ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવકશ્રી શીશપાલજીએ જણાવ્યું કે, યોગ સાધના અને મેડીટેશન દ્વારા હકારાત્મક વિચારો સાથે તમામ ટ્રેનરો અને કોચ કે જેવો ખૂબ જ શ્રેષ્ઠ કામગીરી બજાવે છે અને દૈનિક ૧૦૦ ની સંખ્યા ઉપરાંત સાધકોને યોગનું શિક્ષણ અને સમજ આપી ૫૦૦૦ ઉપરાંત  યોગ વર્ગના ક્લાસ ચલાવી રહ્યા છે તેમાં ઉત્તરોતર વૃદ્ધિ કરવાની છે. યોગને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરવાનું છે. એક લાખ ઉપરાંત યોગ શિક્ષકોએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પાસે પ્રશિક્ષણ મેળવેલું છે. આગામી દિવસોમાં ૧૦ લાખ યોગ પ્રચારક અને યોગ શિક્ષકોની જરૂરિયાત રહેવાની છે અને ગુજરાતને યોગમય ગુજરાત બનાવવાનું છે. સમાજમાં અત્યારે જુદા જુદા પ્રકારના રોગો કેન્સર, ડાયાબિટીસ, સ્થૂળતા, માનસિક તનાવ, હતાશા અને અનુવાંશિક રોગો દ્વારા લોકો પીડાઈ રહ્યા છે ત્યારે એનો સચોટ ઉપાય એ યોગનો માર્ગ છે. યોગ દ્વારા નિરોગી અને સ્વસ્થ જીવન જીવવાની દરેકને પ્રેરણા મળે એ પ્રકારનું કામ યુદ્ધના ધોરણે કરવાનું છે. આપણે સૌ સાથે મળી યોગનું કાર્ય કરતી તમામ ભગીની સંસ્થાઓ સાથે સમગ્ર ગુજરાત અને ભારત વર્ષને યોગમય બનાવી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું સાકાર કરવાનું છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ રમતગમત મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે. સર્વે યોગ ટ્રેનર અને યોગ કોચ એ ગુજરાત રાજ્યની આરોગ્ય અને સુખાકારીના ચાવીરૂપ પ્રતિનિધિ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ખાસ ફરજ પરના અધિકારી વેદીએ સૌને નીતિમત્તા અને પ્રમાણિકતા, નિષ્ઠા સાથે યોગના કાર્યમાં આગળ વધવા માર્ગદર્શન આપ્યું હતું. 


જિલ્લા કલેકટરશ્રી અનસુયા જ્હાએ પ્રેરક ઉદબોધનમાં યોગ કાર્યનો વિસ્તાર વધારી ગુજરાત સરકારની યોગલક્ષી પ્રવૃત્તિને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની વિશેષ જવાબદારી આપ સૌને સોંપવામાં આવી છે ત્યારે તેને સફળતાપૂર્વક પૂર્ણ કરી સાચા અર્થમાં યોગ સેવક બનવા આહવાન કર્યુ હતું.

ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર સંસ્થાના આત્મઅર્પિત મૌલિકભાઈએ જણાવ્યું કે, યોગ એ આત્મ સાક્ષાત્કાર અને લોકોના જીવનને નીરોગી બનાવવાનું અને આનંદમય જીવનની પ્રેરણા આપતું દુર્લભ કાર્ય છે. જેમાં ૭૦% થી વધુ બહેનો કામગીરી કરી રહી છે એ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની વિશેષ ઉપલબ્ધિ છે. આ શિબિર દ્વારા સર્વે યોગકોચ/ ટ્રેનરોએ મેળવેલા શિક્ષણ દ્વારા યોગનો પ્રસાર પ્રચાર કરી લોકોના આરોગ્ય અને સુખાકારી સાથે મોક્ષના માર્ગ તરફ જવા પ્રેરણા આપતા એક યોગ  યોદ્ધા તરીકે કામ કરશો એવી શુભેચ્છા પાઠવી હતી.  


સંપૂર્ણ શિબિરનું સંચાલન યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલજી દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રાતઃ યોગ શિબિર થી શરૂ કરી ત્રણેય દિવસ યોગ ક્ષેત્રના વિશિષ્ટ પ્રતિભા ધરાવતા ડો. ગૌરાંગ વ્યાસ, ડો. હિતેશ પરમાર, ડો. ભાનુભાઈ પંડ્યા, મોટીવેશનલ સ્પીકર પારસ ગાંધી, દિલીપ ધોળકિયા, વિજય પરસાણા દ્વારા જુદા જુદા વિષયોનું વક્તવ્ય આપવામાં આવ્યું હતું.     

આ પ્રસંગે ધરમપુરના પ્રાંત અધિકારી અમિત ચૌધરી અને પતંજલિ સંસ્થાના તનુજાબેન પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને અંતે ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડેએ આભાર વિધિ કરી હતી.

Comments

Popular posts from this blog

Tapi news: પંચોલ આશ્રમ શાળામાં ભરાય જતા છાત્રોને NDRFની ટીમ દ્વારા સલામત રીતે રેસ્ક્યું કરવામાં આવ્યા.

 Tapi news: પંચોલ આશ્રમ શાળામાં ભરાય જતા  છાત્રોને NDRFની ટીમ દ્વારા સલામત રીતે રેસ્ક્યું કરવામાં આવ્યા. તાપી જિલ્લામાં આજે સવારથી કહેર મચાવી રહેલા ભારે વરસાદના કારણે ડોલવણ તાલુકાની નાની મોટી ખાડીઓ અને ઓલણ નદીનું પાણી પંચોલ આશ્રમ શાળામાં ભરાય જતા  પંચોલ આશ્રમશાળા ખાતેથી 63 કન્યાઓ અને 224 કુમારો મળી કુલ 287 છાત્રો ને NDRF ની ટીમ દ્વારા સલામત રીતે રેસ્ક્યું કરવામાં આવ્યા હતા.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાળકોને ગડત આશ્રમશાળા ખાતે સહી સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા. તાપી જિલ્લામાં આજે સવારથી કહેર મચાવી રહેલા ભારે વરસાદના કારણે ડોલવણ તાલુકાની નાની મોટી ખાડીઓ અને ઓલણ નદીનું પાણી પંચોલ... Posted by  Info Tapi GoG  on  Monday, September 2, 2024

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામોન...