Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

Valsad : વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાના અધ્યક્ષસ્થાને સાયબર ક્રાઇમ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

Valsad : વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાના અધ્યક્ષસ્થાને સાયબર ક્રાઇમ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ 

સમગ્ર રાજ્યમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા ૨૮૦૦૦ બેંક ખાતા અનફ્રીઝ કરવામાં આવ્યા 

મધ્યમ વર્ગના લોકોની પીડા ઘટાડવા માટે ગુજરાત પોલીસ દ્વારા સરાહનીય પ્રયાસ 

વલસાડ સાયબર ક્રાઈમે ભોગ બનનાર અરજદારોને આજદિન સુધી કુલ રૂ.૧,૩૦,૦૦,૦૦૦ પરત અપાવ્યા

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨ ઓગસ્ટ 

રાજ્યના પોલીસ મહાનિર્દેશકશ્રીના હુકમ અન્વયે વલસાડ ડી.એસ.પી કચેરી ખાતે સાયબર ક્રાઇમ સંબંધે જાહેર જનતામાં જાગૃતતા આવે તે સંદર્ભે વલસાડ જિલ્લા પોલીસ અઘિક્ષકશ્રીએ પ્રેસ કોન્ફરન્સ રાખી હતી. જેમાં વલસાડ જિલ્લાની જાહેર જનતાને સાયબર ક્રાઇમ તપાસ અને રાહતના પ્રયાસોમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા ૨૮૦૦૦ બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા જે બાબતે જરૂરી સૂચનો તેમજ માહિતી આપવામાં આવી હતી.


ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય લોકોની પીડા ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે. જેઓ ખોટી રીતે પેમેન્ટ સ્વીકારીને છેતરપિંડીનો ભોગ બન્યા હતા અથવા અજાણતામાં આ પ્રકારની યુક્તિઓમાં ફસાઇ ગયા હતા તેવા ભોગ બનેલા ૨૮૦૦૦ બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમનો ભોગ બનનારના હોલ્ડ થયેલા નાણાં પૈકી સને ૨૦૨૪માં કુલ ૫૩.૨૪ કરોડ રૂપિયા પરત અપાવ્યા છે. સાયબર ક્રાઇમ ફરીયાદના આધારે જેમને પણ એવું લાગતુ હોય કે તેમના એકાઉન્ટ ભુલથી ફ્રીઝ કરવામાં આવ્યા છે તેઓ સાયબર ક્રાઇમમાં તેમની બિનસંડોવણી દર્શાવતા યોગ્ય પુરાવા સાથે આગળ આવે જે એકાઉન્ટ એક પછી એક કેસના આઘારે સમીક્ષા કરી ત્યારબાદ અનફ્રીઝ કરવામાં આવશે. 

ગુજરાત પોલીસે એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની તેમની પોલીસીમાં સુઘારો કર્યો છે. હવે આખા એકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્ક્સ રકમને જ ફ્રીઝ કરાશે. વલસાડ સાયબર ક્રાઈમ દ્વારા ભોગ બનનાર અરજદારને આજદિન સુધી કુલ એક કરોડ ત્રીસ લાખ (૧,૩૦,૦૦,૦૦૦/-) રૂપિયા પરત અપાવ્યા છે. કોર્ટ મારફતે વધુ એક કરોડ વીસ લાખ (૧,૨૦,૦૦,૦૦૦) રૂપિયાના ઓર્ડર કરાવ્યો છે જે પરત અપાવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. સાયબર ક્રાઇમનો ભોગ બનનારે તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ અથવા www.cybercrime.gov.in ઉપર સંપર્ક કરવા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા સાયબર ક્રાઈમના પીઆઈ એમ.એન.બુબડિયા અને પ્રિન્ટ તેમજ ઈલેકટ્રોનિક મીડિયાના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Comments

Popular posts from this blog

Khergam:ખેરગામના રામજી મંદિર ખાતે દશેરાનો મેળો ભરાયો.

Khergam:ખેરગામના રામજી મંદિર ખાતે દશેરાનો મેળો ભરાયો. તારીખ : 12-10-2024નાં દિને ખેરગામના રામજી મંદિરના પટાંગણમાં પરંપરાગત દશેરા નિમિત્તે રામજી મંદિર ટ્રસ્ટ અને જાયન્ટ ગ્રુપ ઓફ ખેરગામ દ્વારા વિશેષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.             જેમાં મંદિરના દર્શનની સાથે આસપાસના વિસ્તારના હજારો લોકોએ મેળાનો લાભ લીધો હતો. જેમાં રાવણપૂતળાં દહન વલસાડ પત્રકાર વેલફેર એસોસિયેશનના પ્રમુખશ્રી હર્ષદભાઇ આહીર દ્વારા કરવામાં આવ્યું હતું.                     હર્ષદભાઈ આહીર દ્વારા  સૌપ્રથમ માતાજીની આરતીનો લાભ લઈ રાવણનાં પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.ત્યારે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. જેમાં રામજી મંદિર ટ્રસ્ટના આગેવાનો અને જાયન્ટ ગ્રુપ ઓફ ખેરગામ યુવાનોના સહકારથી સમગ્ર આયોજન સફળ થયું હતું.                  આ પ્રસંગે રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા નોરતા અને રાવણ દહન કાર્યક્રમ સુધી નવ દિવસ સુધી ખડેપગે  ફરજ બજાવનાર ખેરગામ PSI ગામીત સાહેબ અને પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કરવા...

વલસાડના અટારની પી.કે.ડી. વિદ્યાલયમાં અંડર ૧૪,૧૭,૧૯ ની તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ

વલસાડના અટારની પી.કે.ડી. વિદ્યાલયમાં અંડર ૧૪,૧૭,૧૯ ની તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ  માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧ ઓગસ્ટ  વલસાડ તાલુકાના અટાર ગામમાં નવસર્જન કેળવણી મંડળ સંચાલિત પી.કે.ડી વિદ્યાલયમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત વલસાડ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર સંચાલિત SGFI ( સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા) શાળાકીય અંડર ૧૪,૧૭,૧૯ તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવી હતી.  વલસાડ તાલુકાની વિવિધ શાળાએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ૨૭ બોયઝ અને ૧૩ ગર્લ્સ ટીમનો સમાવેશ થાય છે. પી.કે.ડી. વિદ્યાલયના પ્રાર્થના હોલમાં ઉદઘાટન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં નવસર્જન કેળવણી મંડળના મંત્રી ડૉ. દિપકભાઈ દેસાઈ, ઉપપ્રમુખ બળવંતરાય ગજધર, ઇનરવીલ ક્લબના પ્રેસિડેન્ટ મનિષાબેન દેસાઈ, કમિટી સભ્ય મુકેશભાઈ હરિયાવાલા, સ્પર્ધાના કન્વીનર જગદીશભાઈ અને ધનસુખભાઈ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય જિતેન્દ્ર ટંડેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના કન્વીનર જગદીશભાઈએ સ્પર્ધકોને નિયમોની જાણકારી આપી હતી. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ શાળાના શિક્ષક નિનાદ રાઠોડ...

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj   @InfoNavsariGoG   @InfoGujarat   pic.twitter.com/hYBQeq6OGa — Collector & DM Navsari (@CollectorNav)  July 26, 2024