Skip to main content

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

      માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...

valsad:“નારી વંદન ઉત્સવ” અંતર્ગત વલસાડની દાંડી શાળામાં મહિલા કલ્યાણ દિવસની ઉજવણી

valsad:“નારી વંદન ઉત્સવ” અંતર્ગત વલસાડની દાંડી શાળામાં મહિલા કલ્યાણ દિવસની ઉજવણી
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૮ ઓગસ્ટ વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા “મહિલા કલ્યાણ દિવસ”ની ઉજવણી અંતર્ગત મહિલા જાગૃતતા શિબિરનું “ડી. આર. પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા” દાંડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સખી વનસ્ટોપ સેન્ટર – સ્નેહાલી પટેલ - સેન્ટર કોર્ડીનેટર દ્વારા અને પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર જાગૃતિ પટેલ -કાઉન્સિલર PBSC વલસાડ દ્વારા યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. કમલેશભાઈ ગિરાસે, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી વલસાડ દ્વારા સ્ત્રીઓના રક્ષણ સામે ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ વિશે વિગતવાર માહિતી આપવામા આવી હતી. શ્રીમતિ ડી.ડી.રાઠોડ, PI મહિલા પોલીસ સ્ટેશન વલસાડ દ્વ્રારા હાલના સમયમાં મહિલાઓ સોશિયલ મીડિયાનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે અને એના કારણે પ્રેમ પ્રકરણના વધુ ગુનાઓ બને છે જેની સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ જીવનમાં ઉપયોગી થાય એ માટે જણાવ્યું હતું. જિજ્ઞેશ પટેલ ,DHEW -ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડીનેટર દ્વારા મહિલાઓને રોજગાર મળી રહે તે માટે “મહિલા સ્વાવલંબન યોજના” તેમજ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીની વિવિધ યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, શિક્ષણ વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) તેમજ વિવિધ વિભાગની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. સેમિનારમાં મહિલાઓ અને શાળાનો સ્ટાફ હાજર રહ્યો હતો જેઓને યોજનાઓની માહિતી આપી પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા હતા. સેમિનારમાં ડિસ્ટ્રિક્ટ હબ એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

“નારી વંદન ઉત્સવ” અંતર્ગત વલસાડની દાંડી શાળામાં મહિલા કલ્યાણ દિવસની ઉજવણી માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૮ ઓગસ્ટ ...

Posted by INFO Valsad GOV on Thursday, August 8, 2024

Comments

Popular posts from this blog

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ

  જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ   માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ   વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માં પ્રવેશ મેળવવા માટે હાલ વલસાડ જિલ્લામાં રહેતા હોય અને વલસાડ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધો- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ધોરણ ૩, ૪, ૫ માં સળંગ અભ્યાસ કર્યો હોવો જોઈએ. ઓનલાઈન અરજી તા.૧૬/૦૯/૨૦૨૪ સુધી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ  www.navodaya.gov.in  પર કરી શકાશે. પ્રવેશ પરીક્ષા તા. ૧૮/૦૧/૨૦૨૫ ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧/૦૫/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૫ વચ્ચે થયેલો હોવો જોઈએ (બન્ને તારીખો સહિત). જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જ્યાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ અલગ ઉત્તમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરે છે અને રાષ્ટ્રીય એકતા માટે સ્થાળાંતર નીતિ, રમત‌-ગ...

વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો...

હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને ગુજરાતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિહ્નની માનવ સાંકળ પ્રતિકૃતિ બનાવીને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો... હર ઘર તિરંગા અભિયાન... વલસાડ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૧૬ સ્કૂલના ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભારત અને... Posted by Gujarat Information on  Saturday, August 10, 2024

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ

નવસારી માનનીય કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમનો હાલના પૂર બાબતે સંદેશ પૂર્ણા નદીમાં આવેલ પુર જેવી સ્થિતિમાં જરૂરિયાત હોય તો ૦૨૬૩૭-૨૩૩૦૦૨, ૨૫૯૪૦૧ પર સંપર્ક કરવું. @CMOGuj   @InfoNavsariGoG   @InfoGujarat   pic.twitter.com/hYBQeq6OGa — Collector & DM Navsari (@CollectorNav)  July 26, 2024