Valsad: વિકાસ પદયાત્રાના આયોજન અંગે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ.
Valsad: વિકાસ પદયાત્રાના આયોજન અંગે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા. ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની શરૂઆત કરાવી હતી. તેઓના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શનમાં મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડી તા.૦૭મી થી ૧૫મી ઓક્ટોબર-૨૦૨૪ સુધી "વિકાસ સપ્તાહ"ની ઉજવણી કરાશે. આ અંતર્ગત વલસાડ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. આ ઉજવણી અંતર્ગત તા. ૧૧ ઓક્ટોબરના રોજ યોજાનાર વિકાસ પદયાત્રાના આયોજન અંગે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.
વિકાસ સપ્તાહ-૨૦૨૪ની ઉજવણી અંતર્ગત વલસાડ જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે સાથે વિશેષ મુલાકાત. #VisktiBharat #ViksitGujarat #BharatVikas
Posted by Info Valsad GoG on Wednesday, October 9, 2024
Comments
Post a Comment