નવસારી તાલુકા પંચાયત દ્વારા પ્રાથમિક શાળાઓ માટે બે દિવસીય રમતોત્સવનું આયોજન "નવસારી તાલુકા પંચાયત દ્વારા પ્રાથમિક શાળાઓ માટે બે દિવસીય રમતોત્સવનું આયોજન કરાયું." નવસારી, 23 ડિસેમ્બર 2024 – નવસારી તાલુકા પંચાયત દ્વારા નવસારી તાલુકાની પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો માટે બે દિવસીય રમતોત્સવનું આયોજન 23 અને 24 ડિસેમ્બર, 2024ના રોજ કસ્બાપાર ક્રિકેટ મેદાનમાં કરવામાં આવ્યું છે. આ રમતોત્સવનું ઉદ્ઘાટન માનનીય નવસારી ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. ધોરણ 1 થી 5ના બાળકો માટે 100 મીટર દોડ, લીંબુ ચમચી, દેડકા દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે 100 મીટર દોડ, લાંબી કૂદ, ગોળાફેંક, ખો-ખો, કબડ્ડી અને ક્રિકેટ જેવી રમતો યોજાઈ છે. તદુપરાંત, શિક્ષકો માટે 100 મીટર દોડ, ગોળાફેંક, ચક્રફેક અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ જેવી રમતોનું આયોજન કરાયું છે. શાળા, કેન્દ્ર અને વિભાગ કક્ષાએ વિજેતા ખેલાડીઓ આગળની સ્પર્ધાઓમાં ભાગ લેશે. આ રમતોત્સવનો ઉદ્દેશ્ય બાળકોમાં શારીરિક તંદુરસ્તી અને સંસ્કારી સ્પર્ધાત્મક ભાવના વિકસાવવી છે. બાળકો...
વલસાડના આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની માર્ગદર્શિકા
વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સ ચણવઈ ખાતે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજવામાં આવી હતી, જેમાં ૬૦ જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. આ તાલીમમાં વલસાડ તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજર કેવલભાઈ પટેલ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પ્રેક્ટીકલ માહિતી આપવામાં આવી હતી. બાગાયત અધિકારી ડો. વિશાલભાઈ દ્વારા બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ તાલીમમાં રાબડા ગામના ખેડૂત શૈલેષભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીના પોતાના અનુભવો વિશે ખેડૂતોને માહિતી આપી પ્રાકૃતિક ખેતી કરવા માટે અનુરોધ કર્યો હતો.
Gujarat Information
CMO Gujarat
CollectorValsad Gujarat
#prakrutikkheti
Comments
Post a Comment