વલસાડના આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની માર્ગદર્શિકા વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સ ચણવઈ ખાતે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજવામાં આવી હતી, જેમાં ૬૦ જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. આ તાલીમમાં વલસાડ તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજર કેવલભાઈ પટેલ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પ્રેક્ટીકલ માહિતી આપવામાં આવી હતી. બાગાયત અધિકારી ડો. વિશાલભાઈ દ્વારા બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ તાલીમમાં રાબડા ગામના ખેડૂત શૈલેષભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીના પોતાના અનુભવો વિશે ખેડૂતોને માહિતી આપી પ્રાકૃતિક ખેતી કરવા માટે અનુરોધ કર્યો હતો. Gujarat Information CMO Gujarat CollectorValsad Gujarat #prakrutikkheti
વલસાડ : "દિવાળીના તહેવારમાં માનવતા: વલસાડ પોલીસનો પ્રેરણાદાયી પ્રયાસ"
વલસાડ જીલ્લા પોલીસ પરિવાર દ્વારા દિવાળીના તહેવારની ઉજવણી દરમિયાન, પોલીસ જવાનોની સમુદાય સાથે સહકાર અને મદદની ભાવનાને ઉજાગર કરવામાં આવી. આ પ્રસંગે અનાથ બાળકો, બેઘર પરિવાર અને અસહાય વૃદ્ધોને સહાય કરવામાં આવી, જે પોલીસ જવાનોના માનવતાના આદર્શને પ્રતિબિંબિત કરે છે. આવા સકારાત્મક પ્રયાસો સમાજમાં એકતા અને સમર્પણના ભાવને મજબૂત બનાવે છે.
વલસાડ જીલ્લા પોલીસ પરિવાર દ્વારા વલસાડની પ્રજા સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી.@dgpgujarat @GujaratPolice @ADGP_Surat pic.twitter.com/qD9J2KqEsY
— SP_valsad (@SPvalsad) October 30, 2024
Comments
Post a Comment