વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી રમૂજ...
વલસાડ ખાતે નેશનલ પ્રેસ ડેની ઉજવણી ડે નિમિત્તે પ્રેસ સેમિનારનું આયોજન કરાયું.
ગુજરાત પ્રેસ અકદામી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી, વલસાડના સંયુક્ત ઉપક્રમે નેશનલ પ્રેસ ડેની ઉજવણી નિમિત્તે પ્રેસ સેમિનારનું આયોજન વલસાડના તિથલ રોડ પર સ્થિત ઈચ્છાબા અનાવિલ સમાજની વાડીમાં કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે સહિતના મહાનુભાવોએ દીપ પ્રગટાવી સેમિનારને ખુલ્લો મુક્યો હતો.
Gujarat Information
CMO Gujarat
CollectorValsad Gujarat
#NationalPressDay
Comments
Post a Comment