વલસાડના આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની માર્ગદર્શિકા વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સ ચણવઈ ખાતે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજવામાં આવી હતી, જેમાં ૬૦ જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. આ તાલીમમાં વલસાડ તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજર કેવલભાઈ પટેલ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પ્રેક્ટીકલ માહિતી આપવામાં આવી હતી. બાગાયત અધિકારી ડો. વિશાલભાઈ દ્વારા બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ તાલીમમાં રાબડા ગામના ખેડૂત શૈલેષભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીના પોતાના અનુભવો વિશે ખેડૂતોને માહિતી આપી પ્રાકૃતિક ખેતી કરવા માટે અનુરોધ કર્યો હતો. Gujarat Information CMO Gujarat CollectorValsad Gujarat #prakrutikkheti
માનવભક્ષી દીપડાની ઝડપથી ધરપકડ: વન વિભાગની ત્વરિત કામગીરી
ધરમપુરના આંબાતલાટ ગામમાં એક માનવભક્ષી દીપડાએ વૃદ્ધાને શિકાર બનાવતા આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો. દીપડાના આક્રમણથી સ્થાનિક લોકોએ સુરક્ષાની માંગણી કરતાં વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે વન વિભાગ સાથે સંકલન કર્યું. તત્કાલ વન વિભાગે કાર્યવાહી હાથ ધરી, અને જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ તથા ગ્રામજનોના સહકારથી દીપડાને ઝડપી પાડવામાં સફળતા મળી. આ સાથે જ, ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ દ્વારા વૃદ્ધાના પરિવારને વન વિભાગ દ્વારા 24 કલાકમાં રૂ. 5,00,000 ની આર્થિક સહાય આપવા માટે તુરંત જ રજુઆત કરવામાં આવી.
Comments
Post a Comment