સુરખાઈ ખાતે ત્રીદિવસીય ટ્રાઈબલ ટ્રેડ ફેરનું રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરના હસ્તે ઉદ્ઘાટન.
સુરખાઈ ખાતે ત્રીદિવસીય ટ્રાઈબલ ટ્રેડ ફેરનું રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરના હસ્તે ઉદ્ઘાટન.
નવસારી જિલ્લાના સુરખાઈ ગામે ત્રીદિવસીય ટ્રાઇબલ ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરના હસ્તે કરવામાં આવ્યું. આ મેળામાં 210થી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જે આદિવાસી યુવાનોના કૌશલ્ય અને કળાઓનું પ્રદર્શન કરે છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ આદિવાસી સમાજના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવી રહી હોવાનું જણાવ્યું.
મેળામાં ઔદ્યોગિક તાલીમ, MSME અને રોજગારી પ્રત્યેની જાગૃતતા વધારવા સેમિનારનું પણ આયોજન કરાયું. વલસાડ સાંસદ ધવલ પટેલ, ધારાસભ્ય નરેશભાઇ પટેલ અને ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે આદિવાસી યુવાનોને ઉદ્યોગ અને વ્યાવસાયિક ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા.
આ મેળો ૯ થી ૧૦ નવેમ્બર ૨૦૨૪ સુધી ચાલશે, અને આદિવાસી સમાજની સંસ્કૃતિને પુનર્જીવિત કરવાનો મંત્ર સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
Comments
Post a Comment